સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ- કોંગ્રેસ બાદ 4 અપક્ષોએ ચૂંટણીમાં ઝુકાવ્યું

આજે તા. 19મીએ ફોર્મ ભરવાના અંતીમ દિવસે કચેરીમાં ધસારો રહે તેવી શકયતાગુરુવારે વધુ પાંચ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં, કુલ 11 ઉમેદવારોએ 17 ફોર્મ ભર્યાં સુરેન્દ્રનગર બેઠક પર વધુ પાંચ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં 4 અપક્ષોએ ઝુકાવ્યુ છે સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભા બેઠક માટે ગત તા. 12મી એપ્રિલથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. અત્યાર સુધીમાં લોકસભા ચૂંટણીમાં આ બેઠક પર 11 ઉમેદવારોએ 17 ઉમેદવારીપત્રો ભર્યા છે. જેમાં ગુરૂવારે 4 અપક્ષ ઉમેદવારો સહિત પ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આજે તા. 19મી એપ્રિલ ફોર્મ ભરવાનો અંતીમ દિવસ હોઈ કચેરીઓમાં ઉમેદવારો અને ટેકેદારોનો ધસારો રહે તેવી શકયતા છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં આજે તા. 19મી એપ્રિલ ફોર્મ ભરવાનો અંતીમ દિવસ છે. ત્યારે તા. 18મીએ સુરેન્દ્રનગર બેઠક પર વધુ પાંચ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં 4 અપક્ષોએ ઝુકાવ્યુ છે. ગુરૂવારે દેત્રોજ તાલુકાના રામપુરામાં રહેતા પટેલ મધુસુદનભાઈ બળદેવભાઈએ મિશન ઈન્ડપેન્ડેન્ટ જસ્ટીસ પાર્ટીમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. જયારે ધ્રાંગધ્રાના મેથાણ ગામના જગદીશભાઈ કાનજીભાઈ પટેલ, ધંધૂકાના મહેશભાઈ કાનજીભાઈ જાદવ અને ઝાલા દેવરાજભાઈ બાબુભાઈ, ધોલેરા તાલુકાના કાસીન્દ્રા ગામના રમેશભાઈ વીરસંગભાઈ વાઘેલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. સુરેન્દ્રનગર બેઠક પર અત્યાર સુધીમાં 11 ઉમેદવારોએ 17 ઉમેદવારીપત્રો ભર્યા છે. જેમાં ભાજપના ચંદુભાઈ શિહોરાએ 4, ડમી ઉમેદવાર શંકરભાઈ વેગડે 2, કોંગ્રેસના ઋત્વીકભાઈ મકવાણાએ 4, ડમી ઉમેદવાર નૌશાદભાઈ સોલંકીએ 1 અને જનસેવા ડ્રાઈવર પાર્ટીના અશોકભાઈ પટેલે 1 ફોર્મ ભરી અગાઉ ઉમેદવારી કરી હતી. જયારે ગુરૂવારે વધુ પ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યુ છે. આજે તા. 19મી એપ્રિલ ફોર્મ ભરવાનો અંતીમ દિવસ હોઈ કચેરીઓમાં ઉમેદવારો અને ટેકેદારોનો ધસારો રહે તેવી શકયતા છે. તા. 19મીએ ફોર્મ ભરાયા બાદ તા. 20મી એપ્રિલએ ચકાસણી અને તા. 22મી એપ્રિલે ઉમેદવારી પરત ખેંચવાનો દિવસ મુકરર કરાયો છે.

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ- કોંગ્રેસ બાદ 4 અપક્ષોએ ચૂંટણીમાં ઝુકાવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આજે તા. 19મીએ ફોર્મ ભરવાના અંતીમ દિવસે કચેરીમાં ધસારો રહે તેવી શકયતા
  • ગુરુવારે વધુ પાંચ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં, કુલ 11 ઉમેદવારોએ 17 ફોર્મ ભર્યાં
  • સુરેન્દ્રનગર બેઠક પર વધુ પાંચ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં 4 અપક્ષોએ ઝુકાવ્યુ છે

સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભા બેઠક માટે ગત તા. 12મી એપ્રિલથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. અત્યાર સુધીમાં લોકસભા ચૂંટણીમાં આ બેઠક પર 11 ઉમેદવારોએ 17 ઉમેદવારીપત્રો ભર્યા છે. જેમાં ગુરૂવારે 4 અપક્ષ ઉમેદવારો સહિત પ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. આજે તા. 19મી એપ્રિલ ફોર્મ ભરવાનો અંતીમ દિવસ હોઈ કચેરીઓમાં ઉમેદવારો અને ટેકેદારોનો ધસારો રહે તેવી શકયતા છે.

સુરેન્દ્રનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં આજે તા. 19મી એપ્રિલ ફોર્મ ભરવાનો અંતીમ દિવસ છે. ત્યારે તા. 18મીએ સુરેન્દ્રનગર બેઠક પર વધુ પાંચ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં 4 અપક્ષોએ ઝુકાવ્યુ છે. ગુરૂવારે દેત્રોજ તાલુકાના રામપુરામાં રહેતા પટેલ મધુસુદનભાઈ બળદેવભાઈએ મિશન ઈન્ડપેન્ડેન્ટ જસ્ટીસ પાર્ટીમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. જયારે ધ્રાંગધ્રાના મેથાણ ગામના જગદીશભાઈ કાનજીભાઈ પટેલ, ધંધૂકાના મહેશભાઈ કાનજીભાઈ જાદવ અને ઝાલા દેવરાજભાઈ બાબુભાઈ, ધોલેરા તાલુકાના કાસીન્દ્રા ગામના રમેશભાઈ વીરસંગભાઈ વાઘેલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. સુરેન્દ્રનગર બેઠક પર અત્યાર સુધીમાં 11 ઉમેદવારોએ 17 ઉમેદવારીપત્રો ભર્યા છે. જેમાં ભાજપના ચંદુભાઈ શિહોરાએ 4, ડમી ઉમેદવાર શંકરભાઈ વેગડે 2, કોંગ્રેસના ઋત્વીકભાઈ મકવાણાએ 4, ડમી ઉમેદવાર નૌશાદભાઈ સોલંકીએ 1 અને જનસેવા ડ્રાઈવર પાર્ટીના અશોકભાઈ પટેલે 1 ફોર્મ ભરી અગાઉ ઉમેદવારી કરી હતી. જયારે ગુરૂવારે વધુ પ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યુ છે. આજે તા. 19મી એપ્રિલ ફોર્મ ભરવાનો અંતીમ દિવસ હોઈ કચેરીઓમાં ઉમેદવારો અને ટેકેદારોનો ધસારો રહે તેવી શકયતા છે. તા. 19મીએ ફોર્મ ભરાયા બાદ તા. 20મી એપ્રિલએ ચકાસણી અને તા. 22મી એપ્રિલે ઉમેદવારી પરત ખેંચવાનો દિવસ મુકરર કરાયો છે.