એપ્રિલ મહિનાની શરૂઆતમાં આકરી ગરમી માટે તૈયાર રહો

રાજ્યમાં સૌથી વધુ તાપમાન ગાંધીનગરમાં નોંધાયુ અમદાવાદમાં તાપમાન 39.0 ડિગ્રી નોંધાયુ 48 કલાક બાદ તાપમાન 2 ડિગ્રી જેટલું વધશે રાજ્યમાં માર્ચ મહિનામાં ગરમીનો પારો વધી રહ્યો છે. આ વચ્ચે હવે આગામી દિવસોમાં હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ સાથે ગરમીનો પારો 40 ડિગ્રીના પાર પહોંચી શકે છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિતના ભાગોમાં તાપમાન 40 કે 40ને પાર પહોંચી શકે છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા ગુજરાતમાં આગામી સમયની સંભાવનાઓ વ્યક્ત કરી છે.ગાંધીનગરનું તાપમાન 40.2 ડિગ્રી અમદાવાદમાં હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ગાંધીનગરનું 40.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. આગામી સમયમાં અમદાવાદ અને ગાંધીનગરનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેવાની સંભાવનાઓ વક્ત કરવામાં આવી છે. એપ્રિલ મહિનાની શરુઆતથી ગુજરાતમાં ફરી તાપમાન ઊંચું જવાની સંભાવનાઓ રામાશ્રય યાદવ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો ગુજરાતમાં પવનની દિશા પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમી રહેવાની સંભાવનાઓ છે. જોકે, 5 દિવસમાં તાપમાનમાં બહુ મોટા ફેરફારો થવાની સંભાવનાઓ નથી. તાપમાનમાં વધારો 1થી 2 ડિગ્રીનો રહી શકે છે. ગુજરાતમાં પાછલા 24 કલાકમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી સેલ્સિયસ ગાંધીનગરમાં નોંધાયું છે. આમ ગાંધીનગર ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું છે. જ્યારે આગામી એપ્રિલ મહિનાની શરુઆતથી ગુજરાતમાં ફરી તાપમાન ઊંચું જવાની સંભાવનાઓ રામાશ્રય યાદવ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, 5 દિવસમાં તાપમાનમાં બહુ મોટા ફેરફારો થવાની સંભાવનાઓ નથી. એપ્રિલ મહિના દરમિયાન ગુજરાતમાં ગરમીનું જોર વધવાની અને મહત્તમ તાપમાનનો પારો 44-45 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની શક્યતા રહેલી છે. 

એપ્રિલ મહિનાની શરૂઆતમાં આકરી ગરમી માટે તૈયાર રહો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યમાં સૌથી વધુ તાપમાન ગાંધીનગરમાં નોંધાયુ
  • અમદાવાદમાં તાપમાન 39.0 ડિગ્રી નોંધાયુ
  • 48 કલાક બાદ તાપમાન 2 ડિગ્રી જેટલું વધશે

રાજ્યમાં માર્ચ મહિનામાં ગરમીનો પારો વધી રહ્યો છે. આ વચ્ચે હવે આગામી દિવસોમાં હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ સાથે ગરમીનો પારો 40 ડિગ્રીના પાર પહોંચી શકે છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિતના ભાગોમાં તાપમાન 40 કે 40ને પાર પહોંચી શકે છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા ગુજરાતમાં આગામી સમયની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

ગાંધીનગરનું તાપમાન 40.2 ડિગ્રી

અમદાવાદમાં હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ગાંધીનગરનું 40.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. આગામી સમયમાં અમદાવાદ અને ગાંધીનગરનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેવાની સંભાવનાઓ વક્ત કરવામાં આવી છે. એપ્રિલ મહિનાની શરુઆતથી ગુજરાતમાં ફરી તાપમાન ઊંચું જવાની સંભાવનાઓ રામાશ્રય યાદવ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો

ગુજરાતમાં પવનની દિશા પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમી રહેવાની સંભાવનાઓ છે. જોકે, 5 દિવસમાં તાપમાનમાં બહુ મોટા ફેરફારો થવાની સંભાવનાઓ નથી. તાપમાનમાં વધારો 1થી 2 ડિગ્રીનો રહી શકે છે. ગુજરાતમાં પાછલા 24 કલાકમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી સેલ્સિયસ ગાંધીનગરમાં નોંધાયું છે. આમ ગાંધીનગર ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું છે.

જ્યારે આગામી એપ્રિલ મહિનાની શરુઆતથી ગુજરાતમાં ફરી તાપમાન ઊંચું જવાની સંભાવનાઓ રામાશ્રય યાદવ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, 5 દિવસમાં તાપમાનમાં બહુ મોટા ફેરફારો થવાની સંભાવનાઓ નથી. એપ્રિલ મહિના દરમિયાન ગુજરાતમાં ગરમીનું જોર વધવાની અને મહત્તમ તાપમાનનો પારો 44-45 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની શક્યતા રહેલી છે.