Surendranagar News: ચારમાળ કે બહુમાળી-ઈમારતોમાં આગ-લાગે તો પાલિકા પાસે પૂરતા-સાધનો નથી

6 કાયમી અને 29 આઉટ સોર્સના કર્મીઓ સાથે 35 કર્મીનો સ્ટાફશહેરના રિવરફ્રન્ટ રોડ પર નવું ફાયર સ્ટેશન મંજૂર કરાયું છે પાંચ ફાયર બ્રાઉઝર, હાઈડ્રોલિક કટર, બે રેસ્કયુ બોટ સહિતના સાધનો ઉપલબ્ધ રાજકોટ આગ દુર્ઘટના બાદ ઠેરઠેર ફાયર સેફટીને લઈને ચેકીંગ અને નોટીસો આપવાનો દૌર શરૂ થયો છે. ત્યારે સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલિકાના ફાયર વિભાગની સ્થિતિ ચકાસતા પાલિકા પાસે પુરતો સ્ટાફ અને જરૂરી સાધનો ઉપલબ્ધ છે. પરંતુ જો કોઈ બહુમાળી ઈમારતોમાં 4થા માળથી ઉપરના માળે આગ લાગે તો પાલિકા પાસે જરૂરી સ્કાયલીફટ અને ટીટીએલ જેવા સાધનો ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યુ છે. આવા સાધનો રાજયની મહાનગરપાલિકાઓમાં ઉપલબ્ધ છે. રાજકોટના ગેમઝોનમાં અગ્નીકાંડ બાદ ફાયર સેફટીના સવાલો ખડા થયા છે. ત્યારે શાળા, કોલેજ, હોસ્પીટલ, હોટલ, બહુમાળી ઈમારતો, જીમ, કોચીંગ કલાસીસ સહિતના સ્થળે ફાયર સેફટી બાબતે તપાસ અને નોટીસો આપવાની કાર્યવાહી જિલ્લાભરમાં ચાલી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલીકા કે જે આગામી સમયમાં મહાનગરપાલીકા બનવા જઈ રહી છે તેની પાસે ફાયરના પુરતા સાધનો છે કે કેમ તે અંગે સંદેશે જાત તપાસ કરી હતી. સુરેન્દ્રનગરના ટાવર ચોક પાસે ફાયર સ્ટેશન આવેલુ છે. જોકે, રાજયના 34 નવા મોડલ ફાયર સ્ટેશન મુજબ શહેરમાં પણ આગામી સમયમાં રીવરફ્રન્ટ પાસે આકાર લેનાર ફાયર સ્ટેશન પાસે જમીન મંજુર કરી દેવાઈ છે. સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલીકામાં સુરેન્દ્રનગર અને વઢવાણ એમ બન્ને સ્થળે ફાયરના સાધનો ઉપલબ્ધ રખાયા છે. જેમાં 12 હજાર લીટર પાણીની કેપેસીટીવાળા ર મોટા ફાયર બ્રાઉઝર્સ અને નાની ગલીઓ કે શેરીઓમાં આગ બુઝાવવા ર હજાર લીટર પાણીની કેપેસીટીવાળા 3 મીની ફાયર ટેન્ડર પાલીકા પાસે છે. આ ઉપરાંત અકસ્માત જેવા સમયે કારમાં લોક થયેલા લોકોને બચાવવા હાઈડ્રોલીક કટર સહિતના સાધનો છે. ઊંચી ઈમારતોમાં ફાયર સેફટીના સાધનો હોય તો આગ બુઝાવી શકાય સુરેન્દ્રનગર પાલીકાના ચીફ ઓફીસર સાગર રાડીયાએ જણાવ્યુ કે, સુરેન્દ્રનગરમાં બહુમાળી ઈમારતો કે જયાં 8થી 10 માળ કે તેથી વધુ માળ છે ત્યાં ફાયર સેફટીના સાધનો અંગે પણ હાલ તપાસ કરાઈ રહી છે. આવી ઈમારતોમાં જો ફાયર સેફટીના સાધનો વસાવેલા હોય તો ગમે તેટલા માળે આગ લાગે માત્ર ફાયરના સાધનોથી ગ્રાઉન્ડ ફલોર પણ કનેકશન આપવાથી છેક ઉપરના માળે પાણી વડે આગ બુઝાવી શકાય છે. સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ સહિતના જળાશયો, જિલ્લામાં પસાર થતી નર્મદા કેનાલો, તળાવો અને ચોમાસાના સમયે પુર જેવી સ્થીતીમાં પાણીમાં બચાવ કામગીરી કરવા માટે પાલિકા પાસે પુરતા સાધનો છે.

Surendranagar News: ચારમાળ કે બહુમાળી-ઈમારતોમાં આગ-લાગે તો પાલિકા પાસે પૂરતા-સાધનો નથી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 6 કાયમી અને 29 આઉટ સોર્સના કર્મીઓ સાથે 35 કર્મીનો સ્ટાફ
  • શહેરના રિવરફ્રન્ટ રોડ પર નવું ફાયર સ્ટેશન મંજૂર કરાયું છે
  • પાંચ ફાયર બ્રાઉઝર, હાઈડ્રોલિક કટર, બે રેસ્કયુ બોટ સહિતના સાધનો ઉપલબ્ધ

રાજકોટ આગ દુર્ઘટના બાદ ઠેરઠેર ફાયર સેફટીને લઈને ચેકીંગ અને નોટીસો આપવાનો દૌર શરૂ થયો છે. ત્યારે સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલિકાના ફાયર વિભાગની સ્થિતિ ચકાસતા પાલિકા પાસે પુરતો સ્ટાફ અને જરૂરી સાધનો ઉપલબ્ધ છે. પરંતુ જો કોઈ બહુમાળી ઈમારતોમાં 4થા માળથી ઉપરના માળે આગ લાગે તો પાલિકા પાસે જરૂરી સ્કાયલીફટ અને ટીટીએલ જેવા સાધનો ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યુ છે. આવા સાધનો રાજયની મહાનગરપાલિકાઓમાં ઉપલબ્ધ છે.

રાજકોટના ગેમઝોનમાં અગ્નીકાંડ બાદ ફાયર સેફટીના સવાલો ખડા થયા છે. ત્યારે શાળા, કોલેજ, હોસ્પીટલ, હોટલ, બહુમાળી ઈમારતો, જીમ, કોચીંગ કલાસીસ સહિતના સ્થળે ફાયર સેફટી બાબતે તપાસ અને નોટીસો આપવાની કાર્યવાહી જિલ્લાભરમાં ચાલી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલીકા કે જે આગામી સમયમાં મહાનગરપાલીકા બનવા જઈ રહી છે તેની પાસે ફાયરના પુરતા સાધનો છે કે કેમ તે અંગે સંદેશે જાત તપાસ કરી હતી. સુરેન્દ્રનગરના ટાવર ચોક પાસે ફાયર સ્ટેશન આવેલુ છે. જોકે, રાજયના 34 નવા મોડલ ફાયર સ્ટેશન મુજબ શહેરમાં પણ આગામી સમયમાં રીવરફ્રન્ટ પાસે આકાર લેનાર ફાયર સ્ટેશન પાસે જમીન મંજુર કરી દેવાઈ છે. સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલીકામાં સુરેન્દ્રનગર અને વઢવાણ એમ બન્ને સ્થળે ફાયરના સાધનો ઉપલબ્ધ રખાયા છે. જેમાં 12 હજાર લીટર પાણીની કેપેસીટીવાળા ર મોટા ફાયર બ્રાઉઝર્સ અને નાની ગલીઓ કે શેરીઓમાં આગ બુઝાવવા ર હજાર લીટર પાણીની કેપેસીટીવાળા 3 મીની ફાયર ટેન્ડર પાલીકા પાસે છે. આ ઉપરાંત અકસ્માત જેવા સમયે કારમાં લોક થયેલા લોકોને બચાવવા હાઈડ્રોલીક કટર સહિતના સાધનો છે.

ઊંચી ઈમારતોમાં ફાયર સેફટીના સાધનો હોય તો આગ બુઝાવી શકાય

સુરેન્દ્રનગર પાલીકાના ચીફ ઓફીસર સાગર રાડીયાએ જણાવ્યુ કે, સુરેન્દ્રનગરમાં બહુમાળી ઈમારતો કે જયાં 8થી 10 માળ કે તેથી વધુ માળ છે ત્યાં ફાયર સેફટીના સાધનો અંગે પણ હાલ તપાસ કરાઈ રહી છે. આવી ઈમારતોમાં જો ફાયર સેફટીના સાધનો વસાવેલા હોય તો ગમે તેટલા માળે આગ લાગે માત્ર ફાયરના સાધનોથી ગ્રાઉન્ડ ફલોર પણ કનેકશન આપવાથી છેક ઉપરના માળે પાણી વડે આગ બુઝાવી શકાય છે. સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ સહિતના જળાશયો, જિલ્લામાં પસાર થતી નર્મદા કેનાલો, તળાવો અને ચોમાસાના સમયે પુર જેવી સ્થીતીમાં પાણીમાં બચાવ કામગીરી કરવા માટે પાલિકા પાસે પુરતા સાધનો છે.