Surendranagar News: વઢવાણતાલુકાગ્રામ્યની સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસના બે આરોપીને પોલીસે ઝડપ્યા

પોલીસે ગુનામાં વપરાયેલ બાઈક સાથે બંને શખ્સોને દબોચી લીધાસુરેન્દ્રનગર રહેતા પરિવારની 13 વર્ષીય પુત્રી તેના મામાના ઘરે વઢવાણના એક ગામમાં રહે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જ પોલીસે બન્નેને બાઈક સાથે ઝડપી લીધા વઢવાણ તાલુકાના એક ગામમાં રહેતા પરીવારની સગીર દિકરી શાળાએ જાય ત્યારે ગામના ર યુવાનો બાઈક લઈને પાછળ જતા હતા. અને સગીરાને મોબાઈલ ફોન આપ્યો હતો. જેમાંથી એક શખ્સે સગીરા સાથે કુકર્મ આચર્યુ હતુ. બનાવની સગીરાના પિતાએ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જ પોલીસે બન્નેને બાઈક સાથે ઝડપી લીધા હતા. સુરેન્દ્રનગર રહેતા પરિવારની 13 વર્ષીય પુત્રી તેના મામાના ઘરે વઢવાણના એક ગામમાં રહે છે અને ધો. 7માં અભ્યાસ કરે છે. એપ્રીલ માસમાં શાળામાં અભ્યાસ દરમીયાન સગીરા પાસેથી મોબાઈલ મળી આવતા વાલીને શાળાએ બોલાવાયા હતા. જેમાં પુછપરછ કરતા ગામનો મહેશ ભુપતભાઈ બરીપા અને મેહુલ રાજુભાઈ ભાલોડીયા સગીરા શાળાએ જાય કે ઘરે પરત આવે ત્યારે પાછળ-પાછળ બાઈક લઈને આવતા હતા અને તેઓએ મોબાઈલ આપ્યો હોવાનું સામે આવ્યુ હતુ. આ ઉપરાંત ગામના એક બંધ મકાનમાં લઈ જઈ મહેશે સગીરા સાથે કુકર્મ કર્યુ હતુ. આ અંગે સગીરાના પિતાએ મહેશ બરીપા અને મેહુલ ભાલોડીયા સામે જોરાવરનગર પોલીસ મથકે પોકસો એકટ અંતર્ગત દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પીઆઈ જે.જે.જાડેજા સહિતની ટીમે બન્ને આરોપીઓ ઝડપી લીધા હતા. બન્ને પાસેથી ગુનામાં વપરાયેલ બાઈક કબજે લેવાયુ હતુ. આરોપીની ધરપકડ કરી બન્નેને કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરાઈ છે.

Surendranagar News: વઢવાણતાલુકાગ્રામ્યની સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસના બે આરોપીને પોલીસે ઝડપ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસે ગુનામાં વપરાયેલ બાઈક સાથે બંને શખ્સોને દબોચી લીધા
  • સુરેન્દ્રનગર રહેતા પરિવારની 13 વર્ષીય પુત્રી તેના મામાના ઘરે વઢવાણના એક ગામમાં રહે
  • જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જ પોલીસે બન્નેને બાઈક સાથે ઝડપી લીધા

વઢવાણ તાલુકાના એક ગામમાં રહેતા પરીવારની સગીર દિકરી શાળાએ જાય ત્યારે ગામના ર યુવાનો બાઈક લઈને પાછળ જતા હતા. અને સગીરાને મોબાઈલ ફોન આપ્યો હતો. જેમાંથી એક શખ્સે સગીરા સાથે કુકર્મ આચર્યુ હતુ. બનાવની સગીરાના પિતાએ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જ પોલીસે બન્નેને બાઈક સાથે ઝડપી લીધા હતા.

સુરેન્દ્રનગર રહેતા પરિવારની 13 વર્ષીય પુત્રી તેના મામાના ઘરે વઢવાણના એક ગામમાં રહે છે અને ધો. 7માં અભ્યાસ કરે છે. એપ્રીલ માસમાં શાળામાં અભ્યાસ દરમીયાન સગીરા પાસેથી મોબાઈલ મળી આવતા વાલીને શાળાએ બોલાવાયા હતા. જેમાં પુછપરછ કરતા ગામનો મહેશ ભુપતભાઈ બરીપા અને મેહુલ રાજુભાઈ ભાલોડીયા સગીરા શાળાએ જાય કે ઘરે પરત આવે ત્યારે પાછળ-પાછળ બાઈક લઈને આવતા હતા અને તેઓએ મોબાઈલ આપ્યો હોવાનું સામે આવ્યુ હતુ. આ ઉપરાંત ગામના એક બંધ મકાનમાં લઈ જઈ મહેશે સગીરા સાથે કુકર્મ કર્યુ હતુ. આ અંગે સગીરાના પિતાએ મહેશ બરીપા અને મેહુલ ભાલોડીયા સામે જોરાવરનગર પોલીસ મથકે પોકસો એકટ અંતર્ગત દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પીઆઈ જે.જે.જાડેજા સહિતની ટીમે બન્ને આરોપીઓ ઝડપી લીધા હતા. બન્ને પાસેથી ગુનામાં વપરાયેલ બાઈક કબજે લેવાયુ હતુ. આરોપીની ધરપકડ કરી બન્નેને કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરાઈ છે.