Surat News : તસ્કરોએ હોશિયારી વાપરીને 11 લાખની ચોરીને આપ્યો અંજામ

માર્કેટ બંધ થાય તે પહેલા બન્ને ચોર સંતાઈ ગયા અને ચોરી કરી ફરાર થયા સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં તસ્કરોનો તરખાટ 2 ચોરોએ 11 લાખની ચોરીને આપ્યો અંજામ રિંગ રોડની સુરત ટેક્સટાઇલ માર્કેટમાં પાંચમાં માળે ઓડિટોરીયમ હોલમાં સાઇ ડ્રેસ નામની દુકાનમાં શુક્રવારે મોડીરાત્રે બે તસ્કરોએ 3 કલાક અને 33 મિનિટમાં 11 લાખની રોકડ અને મોબાઇલની ચોરી કરી સ્પાઇડરમેનની જેમ ફાયરની પાઇપથી ઉતરી ફરાર થયા હતા.આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, સિક્યુરિટી ગાર્ડની હાજરી વચ્ચે ચોરીને અંજામ આપ્યો હતો.સલાબતપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે. એક મહિના અગાઉ સાડીની થઈ ચોરી રિંગરોડ મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટના ગેટ પાસે ટેમ્પોમાંથી 78 હજારની સાડી ચોરાઇ હતી. વરાછા ખોડીયાર નગરમાં રહેતા મુકેશ ભલાણી કેના ફેશનના નામે સાડી પર જોબવર્ક કરવાના વ્યવસાય કરે છે. તા.8મી માર્ચના રોજ તેમણે જોબવર્ક કરેલી સાડીઓના પાર્સલની ડિલીવરી કરવા માટે તેમનો ટેમ્પો માર્કેટમાં મોકલ્યો હતો. ડ્રાઇવર રાજુ પાટીલ ટેમ્પોમાં છ પાર્સલ ભરીને માર્કેટમાં આવ્યો હતો.જ્યારે મુકેશ પોતાના બાઇક પર ત્યાં આવ્યો હતો અને ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ટેકસટાઈલ માર્કેટમાં અવાર-નવાર બને છે ચોરીની ઘટના સુરત ટેકસટાઈલ માર્કેટ એ ખૂબ મોટુ માર્કેટ છે,આ માર્કેટમાં રોજના હજારો લોકો આવન-જાવન કરતા હોય છે,ઘણા તસ્કરો એવા હોય છે કે માર્કેટમાં ચોરી કરવાની હોય તે પહેલા તે રેકી કરે છે અને ત્યારબાદ ચોરીને અંજામ આપતા હોય છે,ઘણી વાર ટેમ્પામાં કપડા કે સાડીનો માલ આવતો હોય તો તે માલની પણ તે લોકો ધોળા દિવસે ચોરી કરતા હોય છે,વેપારીઓ જયારે સીસીટીવી ચેક કરે ત્યારે તેમને ખબર પડે છે કે તેમના માલ સામાનની ચોરી થઈ છે. પોલીસ પણ કરે છે પેટ્રોલિંગ વેપારીઓ દ્વારા અવાર-નવાર ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ પણ આ વાતને લઈ સતર્ક બની છે,પોલીસ પણ સાદા ડ્રેસમાં ફરીને શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ કરતી હોય છે,ત્યારે આ માર્કેટમાં ચોરી થતી કયારે બંધ થશે તે પણ એક સવાલ છે.

Surat News : તસ્કરોએ હોશિયારી વાપરીને 11 લાખની ચોરીને આપ્યો અંજામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • માર્કેટ બંધ થાય તે પહેલા બન્ને ચોર સંતાઈ ગયા અને ચોરી કરી ફરાર થયા
  • સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં તસ્કરોનો તરખાટ
  • 2 ચોરોએ 11 લાખની ચોરીને આપ્યો અંજામ

રિંગ રોડની સુરત ટેક્સટાઇલ માર્કેટમાં પાંચમાં માળે ઓડિટોરીયમ હોલમાં સાઇ ડ્રેસ નામની દુકાનમાં શુક્રવારે મોડીરાત્રે બે તસ્કરોએ 3 કલાક અને 33 મિનિટમાં 11 લાખની રોકડ અને મોબાઇલની ચોરી કરી સ્પાઇડરમેનની જેમ ફાયરની પાઇપથી ઉતરી ફરાર થયા હતા.આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, સિક્યુરિટી ગાર્ડની હાજરી વચ્ચે ચોરીને અંજામ આપ્યો હતો.સલાબતપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

એક મહિના અગાઉ સાડીની થઈ ચોરી

રિંગરોડ મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટના ગેટ પાસે ટેમ્પોમાંથી 78 હજારની સાડી ચોરાઇ હતી. વરાછા ખોડીયાર નગરમાં રહેતા મુકેશ ભલાણી કેના ફેશનના નામે સાડી પર જોબવર્ક કરવાના વ્યવસાય કરે છે. તા.8મી માર્ચના રોજ તેમણે જોબવર્ક કરેલી સાડીઓના પાર્સલની ડિલીવરી કરવા માટે તેમનો ટેમ્પો માર્કેટમાં મોકલ્યો હતો. ડ્રાઇવર રાજુ પાટીલ ટેમ્પોમાં છ પાર્સલ ભરીને માર્કેટમાં આવ્યો હતો.જ્યારે મુકેશ પોતાના બાઇક પર ત્યાં આવ્યો હતો અને ચોરી કરી ફરાર થઈ ગયો હતો.


ટેકસટાઈલ માર્કેટમાં અવાર-નવાર બને છે ચોરીની ઘટના

સુરત ટેકસટાઈલ માર્કેટ એ ખૂબ મોટુ માર્કેટ છે,આ માર્કેટમાં રોજના હજારો લોકો આવન-જાવન કરતા હોય છે,ઘણા તસ્કરો એવા હોય છે કે માર્કેટમાં ચોરી કરવાની હોય તે પહેલા તે રેકી કરે છે અને ત્યારબાદ ચોરીને અંજામ આપતા હોય છે,ઘણી વાર ટેમ્પામાં કપડા કે સાડીનો માલ આવતો હોય તો તે માલની પણ તે લોકો ધોળા દિવસે ચોરી કરતા હોય છે,વેપારીઓ જયારે સીસીટીવી ચેક કરે ત્યારે તેમને ખબર પડે છે કે તેમના માલ સામાનની ચોરી થઈ છે.


પોલીસ પણ કરે છે પેટ્રોલિંગ

વેપારીઓ દ્વારા અવાર-નવાર ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ પણ આ વાતને લઈ સતર્ક બની છે,પોલીસ પણ સાદા ડ્રેસમાં ફરીને શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ કરતી હોય છે,ત્યારે આ માર્કેટમાં ચોરી થતી કયારે બંધ થશે તે પણ એક સવાલ છે.