Ahmedabad પોલીસ દ્રારા સિંધુ ભવન રોડ ખાતે કાફે તેમજ વાહનોનું ચેકીંગ કરાયું

250 થી વધારે પોલીસ અધિકારીઓ અને કર્મચરીઓની સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું જે ગાડીઓમાં બ્લેક ફિલમ લગાવેલી હતી તે ફિલ્મ દૂર કરવામાં આવી રથયાત્રા નજીક આવતા પોલીસ વધુ સતર્ક બની અમદાવાદનો સિંધુભવન રોડ હાઈફાઈ રોડ ગણવામાં આવે છે,આ રોડ પર મોટા ભાગે કાફે અને રેસ્ટોરન્ટ આવેલી છે,અને અગાઉ પણ આ રોડ અકસ્માત અને નશીલા પદાર્થના વેચાણને લઈ વિવાદમાં આવ્યો હતો.ત્યારે આજે અમદાવાદ સેકટર 1 પોલીસ તેમજ અન્ય પોલીસ દ્રારા કાફે તેમજ રેસ્ટોરન્ટમાં ઓચિંતી તપાસ હાથધરવામાં આવી હતી. પોલીસે હાથધર્યુ ચેકિંગ અમદાવાદના સિંધુભવન રોડ પર મોટી સંખ્યામાં યુવાઓ અવરજવર રહે છે, ત્યારે સિંધુ ભવન રોડ પરથી જ નશીલા પદાર્થોનું વેચાણ, સેવન તથા સ્ટંટ કરતા યુવાઓના વીડિયો સામે આવે છે. જેને લઈને આજે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સિંધુ ભવન રોડ પર મેગા ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં નશીલા પદાર્થોના વેચાણ, સેવન, હથિયારબંધીના અમલવારી અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. હોટલ, રેસ્ટોરાં, કેફે સહિત 70 જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોંઘીદાટ ગાડીઓ રોકીને તેમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ફૂટ પેટ્રોલિંગ હાથધર્યુ અમદાવાદ શહેર પોલીસના સેક્ટર 1 જેસીપી નિરજ બડગુજર, બે ડીસીપી,10 એસીપી,10 પીઆઈ,20 પીએસઆઈ અને 250 જેટલા પોલીસના જવાનો સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન મહિલા પોલીસને પણ સાથે રાખવામાં આવી હતી. પોલીસે ગોટીલા ગાર્ડનથી ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું સિંધુભવન રોડ ઉપર ફૂટ પેટ્રોલિંગ કરીને પોલીસની ટીમ અલગ અલગ દસ ભાગોમાં વહેંચાઈ હતી અને ત્યારબાદ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ગાડીઓ પરથી બ્લેક ફિલ્મ દૂર કરાઈ આગામી રથયાત્રાને લઈને તથા શહેરમાં સામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ડ્રાઇવ દરમિયાન સિંધુભવન રોડ પરથી પસાર થતાં અનેક શંકાસ્પદ વાહનો રોકીને તેને ચેક કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોંઘી ગાડીઓને પણ રોકીને ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન રાજકીય પક્ષો તથા પોલીસની પ્લેટ લગાવેલી હોય તેવી ગાડીઓ પણ ચેક કરવામાં આવી હતી. આ ચેકિંગમાં ગાડીમાં બ્લેક ફિલ્મ લગાવેલી હોય તો તે પોલીસ દ્વારા ગાડીની ફિલ્મ હટાવીને કેસ પણ કરવામાં આવ્યા હતા.

Ahmedabad પોલીસ દ્રારા સિંધુ ભવન રોડ ખાતે કાફે તેમજ વાહનોનું ચેકીંગ કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 250 થી વધારે પોલીસ અધિકારીઓ અને કર્મચરીઓની સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું
  • જે ગાડીઓમાં બ્લેક ફિલમ લગાવેલી હતી તે ફિલ્મ દૂર કરવામાં આવી
  • રથયાત્રા નજીક આવતા પોલીસ વધુ સતર્ક બની

અમદાવાદનો સિંધુભવન રોડ હાઈફાઈ રોડ ગણવામાં આવે છે,આ રોડ પર મોટા ભાગે કાફે અને રેસ્ટોરન્ટ આવેલી છે,અને અગાઉ પણ આ રોડ અકસ્માત અને નશીલા પદાર્થના વેચાણને લઈ વિવાદમાં આવ્યો હતો.ત્યારે આજે અમદાવાદ સેકટર 1 પોલીસ તેમજ અન્ય પોલીસ દ્રારા કાફે તેમજ રેસ્ટોરન્ટમાં ઓચિંતી તપાસ હાથધરવામાં આવી હતી.

પોલીસે હાથધર્યુ ચેકિંગ

અમદાવાદના સિંધુભવન રોડ પર મોટી સંખ્યામાં યુવાઓ અવરજવર રહે છે, ત્યારે સિંધુ ભવન રોડ પરથી જ નશીલા પદાર્થોનું વેચાણ, સેવન તથા સ્ટંટ કરતા યુવાઓના વીડિયો સામે આવે છે. જેને લઈને આજે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સિંધુ ભવન રોડ પર મેગા ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં નશીલા પદાર્થોના વેચાણ, સેવન, હથિયારબંધીના અમલવારી અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. હોટલ, રેસ્ટોરાં, કેફે સહિત 70 જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોંઘીદાટ ગાડીઓ રોકીને તેમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું.


ફૂટ પેટ્રોલિંગ હાથધર્યુ

અમદાવાદ શહેર પોલીસના સેક્ટર 1 જેસીપી નિરજ બડગુજર, બે ડીસીપી,10 એસીપી,10 પીઆઈ,20 પીએસઆઈ અને 250 જેટલા પોલીસના જવાનો સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન મહિલા પોલીસને પણ સાથે રાખવામાં આવી હતી. પોલીસે ગોટીલા ગાર્ડનથી ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું સિંધુભવન રોડ ઉપર ફૂટ પેટ્રોલિંગ કરીને પોલીસની ટીમ અલગ અલગ દસ ભાગોમાં વહેંચાઈ હતી અને ત્યારબાદ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

ગાડીઓ પરથી બ્લેક ફિલ્મ દૂર કરાઈ

આગામી રથયાત્રાને લઈને તથા શહેરમાં સામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ડ્રાઇવ દરમિયાન સિંધુભવન રોડ પરથી પસાર થતાં અનેક શંકાસ્પદ વાહનો રોકીને તેને ચેક કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોંઘી ગાડીઓને પણ રોકીને ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન રાજકીય પક્ષો તથા પોલીસની પ્લેટ લગાવેલી હોય તેવી ગાડીઓ પણ ચેક કરવામાં આવી હતી. આ ચેકિંગમાં ગાડીમાં બ્લેક ફિલ્મ લગાવેલી હોય તો તે પોલીસ દ્વારા ગાડીની ફિલ્મ હટાવીને કેસ પણ કરવામાં આવ્યા હતા.