Ahmedabadમાં પાન પાર્લરમાં SOGની તવાઈ, ગાંજો વેચનાર સામે કાર્યવાહી

પાન પાર્લરમાં ગાંજો વેચનાર સામે કાર્યવાહી નારોલમાં 2 પાન પાર્લરમાંથી 3ની ધરપકડ SOGએ 847 ગ્રામ ગાંજોનો જથ્થો જપ્ત કર્યો અમદાવાદમાં પાન પાર્લરમાં SOGની તવાઈ સામે આવી છે. જેમાં પાન પાર્લરમાં ગાંજો વેચનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ નારોલમાં 2 પાન પાર્લરમાંથી 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં SOGએ 847 ગ્રામ ગાંજોનો જથ્થો જપ્ત કર્યો છે. પાન પાર્લરમાં ગાંજો વેચનાર પર એસઓજીની કાર્યવાહી થતા નશાકારક વસ્તુઓનું વેચાણ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાનપાર્લમાં રેડ કરી 3 લોકોની ધરપકડ કરવામાં આવી નારોલ ચિકુવાડી પાસે બે પાનપાર્લમાં રેડ કરી 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 847 ગ્રામ ગાંજો કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે. તેમજ એસઓજીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે વિરમગામ રેલવે પોલીસે 6 કિલોથી વઘુ ગાંજાના જથ્થા સાથે શખ્સને ઝડપ્યો છે. જેમાં વિરમગામ રેલવે પોલીસે માદક પદાર્થ ગાંજાની હેરાફેરી કરતા શખ્સને 6.441 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો છે. વિરમગામ રેલવે પોલીસે શાલીમાર પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરતા પેસેન્જરને ચેકિંગ દરમ્યાન મુદ્દામાલ સાથે ઝડપ્યો છે.  રૂપિયા 70,010 મુદ્દામાલ ઝડપી પાડ્યો છે શાબાજ અસ્લમ ખાન ઉ.વ 24 ગળાપાદર ગાંધીધામ કચ્છ શખ્સને 7 પેકેટ ગાંજા 6.441 કિલો ગ્રામ કિંમત રૂપિયા 64,410 અને મોબાઇલ ફોન કિંમત ₹ 5000 એમ કુલ મળી રૂપિયા 70,010 મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. વિરમગામ રેલવે પોલીસ મથકમા આરોપી સામે NDPS એક્ટ કલમ -8(સી),20(બી),2(બી), 29 મુજબ ગુનો દાખલ કરાયો અન્ય એક ફરાર આરોપીની તપાસ ચાલુ કરી છે.

Ahmedabadમાં પાન પાર્લરમાં SOGની તવાઈ, ગાંજો વેચનાર સામે કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાન પાર્લરમાં ગાંજો વેચનાર સામે કાર્યવાહી
  • નારોલમાં 2 પાન પાર્લરમાંથી 3ની ધરપકડ
  • SOGએ 847 ગ્રામ ગાંજોનો જથ્થો જપ્ત કર્યો

અમદાવાદમાં પાન પાર્લરમાં SOGની તવાઈ સામે આવી છે. જેમાં પાન પાર્લરમાં ગાંજો વેચનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ નારોલમાં 2 પાન પાર્લરમાંથી 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં SOGએ 847 ગ્રામ ગાંજોનો જથ્થો જપ્ત કર્યો છે. પાન પાર્લરમાં ગાંજો વેચનાર પર એસઓજીની કાર્યવાહી થતા નશાકારક વસ્તુઓનું વેચાણ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પાનપાર્લમાં રેડ કરી 3 લોકોની ધરપકડ કરવામાં આવી

નારોલ ચિકુવાડી પાસે બે પાનપાર્લમાં રેડ કરી 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 847 ગ્રામ ગાંજો કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે. તેમજ એસઓજીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે વિરમગામ રેલવે પોલીસે 6 કિલોથી વઘુ ગાંજાના જથ્થા સાથે શખ્સને ઝડપ્યો છે. જેમાં વિરમગામ રેલવે પોલીસે માદક પદાર્થ ગાંજાની હેરાફેરી કરતા શખ્સને 6.441 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યો છે. વિરમગામ રેલવે પોલીસે શાલીમાર પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરતા પેસેન્જરને ચેકિંગ દરમ્યાન મુદ્દામાલ સાથે ઝડપ્યો છે.

 રૂપિયા 70,010 મુદ્દામાલ ઝડપી પાડ્યો છે

શાબાજ અસ્લમ ખાન ઉ.વ 24 ગળાપાદર ગાંધીધામ કચ્છ શખ્સને 7 પેકેટ ગાંજા 6.441 કિલો ગ્રામ કિંમત રૂપિયા 64,410 અને મોબાઇલ ફોન કિંમત ₹ 5000 એમ કુલ મળી રૂપિયા 70,010 મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. વિરમગામ રેલવે પોલીસ મથકમા આરોપી સામે NDPS એક્ટ કલમ -8(સી),20(બી),2(બી), 29 મુજબ ગુનો દાખલ કરાયો અન્ય એક ફરાર આરોપીની તપાસ ચાલુ કરી છે.