Navsari : ડમરી સાથે ભારે પવન ફૂંકાતા દરિયા કિનારો સહેલાણીઓ માટે બંધ

ડમરીઓ સાથે પવન ફૂંકાવાની આગાહીને લઈ નિર્ણય જિલ્લા કલેકટરે પ્રતિબંધ ફરમાવતું બહાર પાડયું જાહેરનામું ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે ગોઠવાયો પોલીસ બંદોબસ્ત નવસારી જિલ્લાના દરિયા કિનારા સહેલાણીઓ માટે બંધ કરાયા છે.તિવ્ર ગતિએ ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાવાની આગાહીને પગલે લેવાયો નિર્ણય.જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી દરિયા કિનારા બંધ રાખવા કરાયો છે હુકમ.જિલ્લાના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે કોઈ દરિયામાં જાય નહી તેને લઈ ગોઠવાયો પોલીસ બંદોબસ્ત. હવામાન વિભાગે કરી છે આગાહી નવસારી જિલ્લામાં પણ ઉભરાટ અને દાંડીનો દરિયા કિનારો પ્રવાસીઓથી વેકેશનમાં ઉભરાતો હોય છે, ત્યારે હાલમાં નવસારી જિલ્લામાં થોડા સમયથી ભારે પવન વહેતા હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગઈકાલે એક જાહેરનામું બહાર પાડીને પાંચ દિવસ માટે તમામ બીચ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. પર્યટકો નહી માણી શકે પાણીમાં મજા ઉનાળાની ગરમી સામે રક્ષણ મેળવવા તેમજ વેકેશનમાં મોજ માણવા માટે પર્યટકો મોટી સંખ્યામાં દાંડી તેમજ ઉભરાટ બીચ ઉપર મોજ કરતા હોય છે પરિવાર સાથે દૂર દૂરથી આવતા પર્યટકો અહીં ઠંડીનો અહેસાસ કરતા હોય છે ત્યારે પાંચ દિવસ માટે સહેલાણીઓ દરિયા કિનારા ઉપર નહીં જ શકે તેવું એક જાહેરનામું કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું જેને પગલે આજે બંને દરિયા પર્યટકો માટે બંધ રાખવામાં આવ્યા છે. એક જ પરિવારના 4 લોકોના થયા છે મોત 15 દિવસ અગાઉ નવસારીના દાંડીના દરિયા કિનારે એક જ પરિવારના ચાર લોકો દરિયામાં ગરક થઈ ગયા હતા ભરતીના પાણી એકાએક શરૂ થતા તેમને ખ્યાલ જ ન રહ્યો કે આ પાણીમાં તેઓ ડૂબી જશે જેથી તંત્રએ અકસ્માતનો આ બોધપાઠ લઈને હવામાન વિભાગની આગાહીને પગલે પવન વહેતા આગમચેતીના ભાગરૂપે જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું છે.

Navsari : ડમરી સાથે ભારે પવન ફૂંકાતા દરિયા કિનારો સહેલાણીઓ માટે બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ડમરીઓ સાથે પવન ફૂંકાવાની આગાહીને લઈ નિર્ણય
  • જિલ્લા કલેકટરે પ્રતિબંધ ફરમાવતું બહાર પાડયું જાહેરનામું
  • ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે ગોઠવાયો પોલીસ બંદોબસ્ત

નવસારી જિલ્લાના દરિયા કિનારા સહેલાણીઓ માટે બંધ કરાયા છે.તિવ્ર ગતિએ ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાવાની આગાહીને પગલે લેવાયો નિર્ણય.જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી દરિયા કિનારા બંધ રાખવા કરાયો છે હુકમ.જિલ્લાના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે કોઈ દરિયામાં જાય નહી તેને લઈ ગોઠવાયો પોલીસ બંદોબસ્ત.

હવામાન વિભાગે કરી છે આગાહી

નવસારી જિલ્લામાં પણ ઉભરાટ અને દાંડીનો દરિયા કિનારો પ્રવાસીઓથી વેકેશનમાં ઉભરાતો હોય છે, ત્યારે હાલમાં નવસારી જિલ્લામાં થોડા સમયથી ભારે પવન વહેતા હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગઈકાલે એક જાહેરનામું બહાર પાડીને પાંચ દિવસ માટે તમામ બીચ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.


પર્યટકો નહી માણી શકે પાણીમાં મજા

ઉનાળાની ગરમી સામે રક્ષણ મેળવવા તેમજ વેકેશનમાં મોજ માણવા માટે પર્યટકો મોટી સંખ્યામાં દાંડી તેમજ ઉભરાટ બીચ ઉપર મોજ કરતા હોય છે પરિવાર સાથે દૂર દૂરથી આવતા પર્યટકો અહીં ઠંડીનો અહેસાસ કરતા હોય છે ત્યારે પાંચ દિવસ માટે સહેલાણીઓ દરિયા કિનારા ઉપર નહીં જ શકે તેવું એક જાહેરનામું કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું જેને પગલે આજે બંને દરિયા પર્યટકો માટે બંધ રાખવામાં આવ્યા છે.

એક જ પરિવારના 4 લોકોના થયા છે મોત

15 દિવસ અગાઉ નવસારીના દાંડીના દરિયા કિનારે એક જ પરિવારના ચાર લોકો દરિયામાં ગરક થઈ ગયા હતા ભરતીના પાણી એકાએક શરૂ થતા તેમને ખ્યાલ જ ન રહ્યો કે આ પાણીમાં તેઓ ડૂબી જશે જેથી તંત્રએ અકસ્માતનો આ બોધપાઠ લઈને હવામાન વિભાગની આગાહીને પગલે પવન વહેતા આગમચેતીના ભાગરૂપે જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું છે.