રૂપાલાનો 'ખેલ' પાડવામાં પક્ષના જ નેતાઓ 'વિલન', ગુપ્ત અહેવાલથી ભાજપના નેતૃત્વની ઊંઘ ઊડી

Lok Sabha Elections 2024 | પરષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ ભાજપના પ્રદેશ નેતાઓની ઉંઘ ઉડી ગઈ છે. આ આખોય વિવાદ હજુ શમતો નથી. જોકે, પક્ષના ગુપ્ત અહેવાલમાં એવુ જાણવા મળ્યુ છેકે, ઘણાં વખતથી હાંસિયામાં ધકેલાયેલાં ભાજપના નેતાઓ જ આ આખાય પ્રકરણમાં વિલનની ભૂમિકા ભજવી રહ્યા છે. આ જાણીને પ્રદેશ ભાજપના નેતાઓ ચોંકી ઉઠ્યાં છે.ભાજપમાં પક્ષપલટુઓ માટે લાલજાજમ પાથરવામાં આવી છે. એટલુ જ નહીં, જે રીતે રોજ રોજ ટોળેટોળા કોંગ્રેસીઓને કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે તે જોતાં ખુદ ભાજપનો એક વર્ગ  પ્રદેશ-હાઇકમાન્ડથી ભારોભાર નારાજ છે. તેનુ કારણ એ છે કે, પક્ષ માટે પરસેવો પાડનારાં હવે હાંસિયામાં મૂકાયા છે. જયારે ક્ષપલટુઓએ ભાજપ પર કબજો જમાવ્યો છે. રૂપાલાએ ટિપ્પણી કરતાં વિવાદ થયો છે ત્યારે એવુ જાણવા મળ્યુ છે કે, સાઈડલાઈન કરાયેલાં નેતાઓ જ રૂપાલા વિવાદની આગ પર કેરોસીન છાંટી રહ્યા છે. તેઓ ઇચ્છે છેકે, આ વિવાદ વધુને વધુ વકરે અને ભાજપને ચૂંટણીમાં નુકશાન થાય. બીજી તરફ, આ વિવાદ વકરતાં ખુદ દિલ્હીથી અસંતુષ્ટો પર નજર રાખવામાં આવી રહી છે. રજેરજની માહિતી દિલ્હી મોકલવામાં આવી રહી છે. મહત્વની વાત એછેકે, નારાજ કેટલાંય નેતાઓ આ મામલે હરફ ઉચ્ચારવા તૈયાર નથી.સૂત્રોનુ કહેવુ છેકે, લોકસભાની ચૂંટણી બાદ હાઈકમાન્ડ અસંતુષ્ટોનો રાજકીય હિસાબકિતાબ કરશે. હાલ તો આ મામલો દિલ્હી દરબારમાં પહોચ્યો છે. આખાય પ્રકરણને શાંત પાડવા ખુદ હાઈકમાન્ડે તખ્યો તૈયાર કર્યો છે.

રૂપાલાનો 'ખેલ' પાડવામાં પક્ષના જ નેતાઓ 'વિલન', ગુપ્ત અહેવાલથી ભાજપના નેતૃત્વની ઊંઘ ઊડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Lok Sabha Elections 2024 | પરષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ ભાજપના પ્રદેશ નેતાઓની ઉંઘ ઉડી ગઈ છે. આ આખોય વિવાદ હજુ શમતો નથી. જોકે, પક્ષના ગુપ્ત અહેવાલમાં એવુ જાણવા મળ્યુ છેકે, ઘણાં વખતથી હાંસિયામાં ધકેલાયેલાં ભાજપના નેતાઓ જ આ આખાય પ્રકરણમાં વિલનની ભૂમિકા ભજવી રહ્યા છે. આ જાણીને પ્રદેશ ભાજપના નેતાઓ ચોંકી ઉઠ્યાં છે.

ભાજપમાં પક્ષપલટુઓ માટે લાલજાજમ પાથરવામાં આવી છે. એટલુ જ નહીં, જે રીતે રોજ રોજ ટોળેટોળા કોંગ્રેસીઓને કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે તે જોતાં ખુદ ભાજપનો એક વર્ગ  પ્રદેશ-હાઇકમાન્ડથી ભારોભાર નારાજ છે. તેનુ કારણ એ છે કે, પક્ષ માટે પરસેવો પાડનારાં હવે હાંસિયામાં મૂકાયા છે. જયારે ક્ષપલટુઓએ ભાજપ પર કબજો જમાવ્યો છે. 

રૂપાલાએ ટિપ્પણી કરતાં વિવાદ થયો છે ત્યારે એવુ જાણવા મળ્યુ છે કે, સાઈડલાઈન કરાયેલાં નેતાઓ જ રૂપાલા વિવાદની આગ પર કેરોસીન છાંટી રહ્યા છે. તેઓ ઇચ્છે છેકે, આ વિવાદ વધુને વધુ વકરે અને ભાજપને ચૂંટણીમાં નુકશાન થાય. બીજી તરફ, આ વિવાદ વકરતાં ખુદ દિલ્હીથી અસંતુષ્ટો પર નજર રાખવામાં આવી રહી છે. રજેરજની માહિતી દિલ્હી મોકલવામાં આવી રહી છે. મહત્વની વાત એછેકે, નારાજ કેટલાંય નેતાઓ આ મામલે હરફ ઉચ્ચારવા તૈયાર નથી.

સૂત્રોનુ કહેવુ છેકે, લોકસભાની ચૂંટણી બાદ હાઈકમાન્ડ અસંતુષ્ટોનો રાજકીય હિસાબકિતાબ કરશે. હાલ તો આ મામલો દિલ્હી દરબારમાં પહોચ્યો છે. આખાય પ્રકરણને શાંત પાડવા ખુદ હાઈકમાન્ડે તખ્યો તૈયાર કર્યો છે.