Rajkot News : અગ્નિકાંડ મુદ્દે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની મહત્વની બેઠક

પોલીસ અને SITની તપાસ એક જ દિશામાં થાય તેવું સંકલન અધિકારીઓની જવાબદારી માટે લાઈન ઓફ એકશન નક્કી અધિકારીઓના નિવેદન પહેલા મહત્વની બેઠક રાજકોટમાં થયેલ અગ્નિકાંડ બાદ સરકાર એકશન મોડમાં આવી ગઈ છે,અધિકારીઓને સસ્પેન્ડથી લઈ પૂછપરછ સુધીનો દોર ધમધમાટ ચાલી રહ્યો છે,ગઈકાલે હર્ષ સંઘવીની SITની ટીમ સાથે બેઠક યોજાઈ હતી,ત્યારે આજે પણ હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક થઈ રહી છે,આ બેઠકમાં DGP વિકાસ સહાય તેમજ SITના વડા સુભાષ ત્રિવેદી અને અન્ય અધિકારીઓ પણ હાજર છે. એક રીપોર્ટ તો સોંપાઈ ગયો રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે હવે, કોઈને નહીં છોડવાની નીતિ સાથે આકરા નિર્ણયો લેવાની શરૂઆત કરી દીધી છે. આ કેસની તપાસ માટે નિમાયેલી SIT દ્વારા 28મીની સાંજે ત્રણ દિવસની તપાસ બાદ પ્રાથમિક રિપોર્ટ સોંપાયો હતો. જેના અનુસંધાને 29મીના બુધવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક અત્યંત મહત્વની બેઠક યોજાઈ હતી. ડીજી ઓફીસે પણ પૂછપરછ કરાશે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની લાપરવાહી છતી થઈ હોવાની વાત આવી છે ત્યારે હવે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે તે અધિકારીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓ પૈકી રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાની પણ પૂછપરછ કરાઈ રહી છે. આ મામલે 6 IPSની બદલી કરવામાં આવી છે ત્યારે આ અધિકારીઓની 30મીને ગુરુવારે પૂછપરછ કરાશે. સંબંધિત તમામ અધિકારીઓને ડીજી ઓફિસનું તેડું મોકલવામાં આવ્યું છે. કોણ રહ્યું હાજર આ બેઠકમાં રાજકોટ અગ્નિકાંડ સંદર્ભે રચિત સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT)ના વડા સુભાષ ત્રિવેદી, ટેકનિકલ એજ્યુકેશન કમિશનર બંછાનિધી પાની, FSLના ડાયરેક્ટર એચ.પી.સંઘવી, ચીફ ફાયર ઓફિસર જે.એન.ખડિયા, માર્ગ અને મકાન વિભાગના સુપ્રિટેન્ડિંગ એન્જિનિયર એમ.બી.દેસાઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

Rajkot News : અગ્નિકાંડ મુદ્દે  ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની મહત્વની બેઠક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસ અને SITની તપાસ એક જ દિશામાં થાય તેવું સંકલન
  • અધિકારીઓની જવાબદારી માટે લાઈન ઓફ એકશન નક્કી
  • અધિકારીઓના નિવેદન પહેલા મહત્વની બેઠક

રાજકોટમાં થયેલ અગ્નિકાંડ બાદ સરકાર એકશન મોડમાં આવી ગઈ છે,અધિકારીઓને સસ્પેન્ડથી લઈ પૂછપરછ સુધીનો દોર ધમધમાટ ચાલી રહ્યો છે,ગઈકાલે હર્ષ સંઘવીની SITની ટીમ સાથે બેઠક યોજાઈ હતી,ત્યારે આજે પણ હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક થઈ રહી છે,આ બેઠકમાં DGP વિકાસ સહાય તેમજ SITના વડા સુભાષ ત્રિવેદી અને અન્ય અધિકારીઓ પણ હાજર છે.

એક રીપોર્ટ તો સોંપાઈ ગયો

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે હવે, કોઈને નહીં છોડવાની નીતિ સાથે આકરા નિર્ણયો લેવાની શરૂઆત કરી દીધી છે. આ કેસની તપાસ માટે નિમાયેલી SIT દ્વારા 28મીની સાંજે ત્રણ દિવસની તપાસ બાદ પ્રાથમિક રિપોર્ટ સોંપાયો હતો. જેના અનુસંધાને 29મીના બુધવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક અત્યંત મહત્વની બેઠક યોજાઈ હતી.

ડીજી ઓફીસે પણ પૂછપરછ કરાશે

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની લાપરવાહી છતી થઈ હોવાની વાત આવી છે ત્યારે હવે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે તે અધિકારીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓ પૈકી રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાની પણ પૂછપરછ કરાઈ રહી છે. આ મામલે 6 IPSની બદલી કરવામાં આવી છે ત્યારે આ અધિકારીઓની 30મીને ગુરુવારે પૂછપરછ કરાશે. સંબંધિત તમામ અધિકારીઓને ડીજી ઓફિસનું તેડું મોકલવામાં આવ્યું છે.

કોણ રહ્યું હાજર

આ બેઠકમાં રાજકોટ અગ્નિકાંડ સંદર્ભે રચિત સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT)ના વડા સુભાષ ત્રિવેદી, ટેકનિકલ એજ્યુકેશન કમિશનર બંછાનિધી પાની, FSLના ડાયરેક્ટર એચ.પી.સંઘવી, ચીફ ફાયર ઓફિસર જે.એન.ખડિયા, માર્ગ અને મકાન વિભાગના સુપ્રિટેન્ડિંગ એન્જિનિયર એમ.બી.દેસાઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.