Ahmedabad: ઇદમાં રજા રાખી અને રામનવમીએ શાળા ચાલુ રાખી હિન્દુ વિદ્યાર્થીઓને અન્યાય

આજે દેશભરમાં રજા જ્યારે આનંદનિકેતન સ્કૂલે વિદ્યાર્થીઓને બોલાવ્યા વારંવાર શિક્ષણ અને સરકારના પરિપત્રનું ઉલ્લંઘન સ્કૂલ સામે શિક્ષણ વિભાગ લાચાર થઇ ગયુ તેવી વાલીઓમાં ચર્ચા જાહેર રજાના દિવસે અમદાવાદમાં આનંદનિકેતન સ્કૂલ ચાલુ રહી છે. જેમાં ઇદમાં રજા રાખતી સ્કૂલે રામનવમીએ રજા રાખવાનું ટાળ્યું છે. આજે દેશભરમાં રજા છે જ્યારે આનંદનિકેતન સ્કૂલે વિદ્યાર્થીઓને બોલાવ્યા છે. વારંવાર શિક્ષણ અને સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરતી સ્કૂલ સામે શિક્ષણ વિભાગ લાચાર બન્યુ છે. ઇદમાં રજા પરંતુ રામ જન્મોત્સવમાં કેમ રજા નહિ તે મોટો સવાલ ઉભો થયો છે. શિક્ષણ વિભાગ અને DEO લાચાર કે પછી કોઇ મજબુરી તેવી વાલીઓમાં ચર્ચા શરૂ ખાનગી સ્કૂલ સામે પગલાં લેવામાં શિક્ષણ વિભાગ અને DEO લાચાર કે પછી કોઇ મજબુરી તેવી વાલીઓમાં ચર્ચા શરૂ થઇ છે. જેમાં આનંદનિકેતન સ્કૂલ સતત વિવાદમાં રહે છે. અગાઉ RTE પ્રવેશને લઈને સ્કૂલ વિવાદમાં આવી હતી. સ્કૂલે RTEના અનેક બાળકોના પ્રવેશ રદ્દ કર્યા હતા. અનેક વાલીઓ પાસેથી સ્કૂલ ડોનેશન લેતી હોવાની પણ DEOમાં રજુઆત થઈ હતી. FRC કરતા વધુ ફી લેતી હોવાની પણ સ્કૂલ સામે ફરિયાદ થઇ છે. વાલીએ સ્કૂલ સામે અવાજ ઉઠાવતા બાળકોના LC પકડાવ્યાનો પણ વિવાદ 1 વર્ષ પહેલા વાલીએ સ્કૂલ સામે અવાજ ઉઠાવતા બાળકોના LC પકડાવ્યાનો પણ વિવાદ થયો હતો. વારંવાર વિવાદ છતાં શિક્ષણ વિભાગ મૌન છે. જેમાં સંદેશ સાથે સ્કૂલની દાદાગીરી સામે આવી છે તેમાં જાહેર જગ્યામાં પણ કવરેજ કરતા ટીમને રોકવામાં આવી છે. જેમાં આ પ્રકારની દાદાગીરી સ્કૂલ કેમ કરી રહી છે તથા હિન્દુઓના તહેવારમાં સ્કૂલ શરૂ રાખી ઇદના તહેવારમાં રજા રાખવામાં આવી છે. 

Ahmedabad: ઇદમાં રજા રાખી અને રામનવમીએ શાળા ચાલુ રાખી હિન્દુ વિદ્યાર્થીઓને અન્યાય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આજે દેશભરમાં રજા જ્યારે આનંદનિકેતન સ્કૂલે વિદ્યાર્થીઓને બોલાવ્યા
  • વારંવાર શિક્ષણ અને સરકારના પરિપત્રનું ઉલ્લંઘન
  • સ્કૂલ સામે શિક્ષણ વિભાગ લાચાર થઇ ગયુ તેવી વાલીઓમાં ચર્ચા

જાહેર રજાના દિવસે અમદાવાદમાં આનંદનિકેતન સ્કૂલ ચાલુ રહી છે. જેમાં ઇદમાં રજા રાખતી સ્કૂલે રામનવમીએ રજા રાખવાનું ટાળ્યું છે. આજે દેશભરમાં રજા છે જ્યારે આનંદનિકેતન સ્કૂલે વિદ્યાર્થીઓને બોલાવ્યા છે. વારંવાર શિક્ષણ અને સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરતી સ્કૂલ સામે શિક્ષણ વિભાગ લાચાર બન્યુ છે. ઇદમાં રજા પરંતુ રામ જન્મોત્સવમાં કેમ રજા નહિ તે મોટો સવાલ ઉભો થયો છે.

શિક્ષણ વિભાગ અને DEO લાચાર કે પછી કોઇ મજબુરી તેવી વાલીઓમાં ચર્ચા શરૂ

ખાનગી સ્કૂલ સામે પગલાં લેવામાં શિક્ષણ વિભાગ અને DEO લાચાર કે પછી કોઇ મજબુરી તેવી વાલીઓમાં ચર્ચા શરૂ થઇ છે. જેમાં આનંદનિકેતન સ્કૂલ સતત વિવાદમાં રહે છે. અગાઉ RTE પ્રવેશને લઈને સ્કૂલ વિવાદમાં આવી હતી. સ્કૂલે RTEના અનેક બાળકોના પ્રવેશ રદ્દ કર્યા હતા. અનેક વાલીઓ પાસેથી સ્કૂલ ડોનેશન લેતી હોવાની પણ DEOમાં રજુઆત થઈ હતી. FRC કરતા વધુ ફી લેતી હોવાની પણ સ્કૂલ સામે ફરિયાદ થઇ છે.

વાલીએ સ્કૂલ સામે અવાજ ઉઠાવતા બાળકોના LC પકડાવ્યાનો પણ વિવાદ

1 વર્ષ પહેલા વાલીએ સ્કૂલ સામે અવાજ ઉઠાવતા બાળકોના LC પકડાવ્યાનો પણ વિવાદ થયો હતો. વારંવાર વિવાદ છતાં શિક્ષણ વિભાગ મૌન છે. જેમાં સંદેશ સાથે સ્કૂલની દાદાગીરી સામે આવી છે તેમાં જાહેર જગ્યામાં પણ કવરેજ કરતા ટીમને રોકવામાં આવી છે. જેમાં આ પ્રકારની દાદાગીરી સ્કૂલ કેમ કરી રહી છે તથા હિન્દુઓના તહેવારમાં સ્કૂલ શરૂ રાખી ઇદના તહેવારમાં રજા રાખવામાં આવી છે.