પાનનો ગલ્લો ચલાવવો હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહી યુવાન પર

યુવાનના હાથમાં રહેલ સોનાની વીંટી અને રોકડની લૂંટ ચલાવીકૌટુંબિક ભાઈઓ વચ્ચે થયેલ મારામારીમાં ઈજાગ્રસ્તને સુરેન્દ્રનગર ખસેડાયો કૌટુંબીક ભાઈઓ એ જાનથી મારવાની ધમકી આપી લખતરના મફતીયાપરામાં રહેતા યુવાનનો ઢવાણીયા દાદાના મંદિર પાસે પાનનો ગલ્લો છે. તેઓ તાજેતરમાં પાનના ગલ્લા પાસે ઉભા હતા. ત્યારે તેમના કૌટુંબીક ભાઈઓએ પાનનો ગલ્લો ચલાવવો હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહી છરી અને પાઈપ વડે હુમલો કરી ધમકી આપી સોનાની વીંટી અને રોકડની લૂંટ ચલાવી હતી. લખતરના મફતીયાપરામાં રહેતા નરેન્દ્રભાઈ નાનજીભાઈ સોલંકીનો ઢવાણીયાદાદાના મંદિર પાસે પાનનો ગલ્લો છે. ગત તા. 10મીએ રાત્રે તેઓને લરખડીયા માતાજીના મંદિરે માંડવામાં જવાનુ હોવાથી પાનના ગલ્લા પાસે મિત્રની રાહ જોતા હતા. આ સમયે તેમના કૌટુંબીક ભાઈઓ મયુર પ્રવીણભાઈ સોલંકી, અમીત પ્રવીણભાઈ સોલંકી અને પ્રવીણ મગનભાઈ સોલંકી આવ્યા હતા અને નરેન્દ્રભાઈને અપશબ્દો કહેતા હતા. આ ઉપરાંત તારો ગલ્લો અહીંથી ઉપાડી લેજે, નહીંતર સળગાવી દઈશુ તેમ કહી ગલ્લો ચલાવવો હોય તો રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી હતી અને પાઈપ અને છરી વડે નરેન્દ્રભાઈ ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી સોનાની વીંટી અને રોકડા રૂ. 2500ની લૂંટ ચલાવી હતી અને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવમાં 108 દ્વારા નરેન્દ્રભાઈને સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. બનાવની મારામારી અને લૂંટની કલમો સાથે નરેન્દ્રભાઈએ મયુર પ્રવીણભાઈ સોલંકી, અમીત પ્રવીણભાઈ સોલંકી અને પ્રવીણ મગનભાઈ સોલંકી સામે લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ એન.એ.ડાભી ચલાવી રહ્યા છે.

પાનનો ગલ્લો ચલાવવો હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહી યુવાન પર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • યુવાનના હાથમાં રહેલ સોનાની વીંટી અને રોકડની લૂંટ ચલાવી
  • કૌટુંબિક ભાઈઓ વચ્ચે થયેલ મારામારીમાં ઈજાગ્રસ્તને સુરેન્દ્રનગર ખસેડાયો
  • કૌટુંબીક ભાઈઓ એ જાનથી મારવાની ધમકી આપી

લખતરના મફતીયાપરામાં રહેતા યુવાનનો ઢવાણીયા દાદાના મંદિર પાસે પાનનો ગલ્લો છે. તેઓ તાજેતરમાં પાનના ગલ્લા પાસે ઉભા હતા. ત્યારે તેમના કૌટુંબીક ભાઈઓએ પાનનો ગલ્લો ચલાવવો હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહી છરી અને પાઈપ વડે હુમલો કરી ધમકી આપી સોનાની વીંટી અને રોકડની લૂંટ ચલાવી હતી.

લખતરના મફતીયાપરામાં રહેતા નરેન્દ્રભાઈ નાનજીભાઈ સોલંકીનો ઢવાણીયાદાદાના મંદિર પાસે પાનનો ગલ્લો છે. ગત તા. 10મીએ રાત્રે તેઓને લરખડીયા માતાજીના મંદિરે માંડવામાં જવાનુ હોવાથી પાનના ગલ્લા પાસે મિત્રની રાહ જોતા હતા. આ સમયે તેમના કૌટુંબીક ભાઈઓ મયુર પ્રવીણભાઈ સોલંકી, અમીત પ્રવીણભાઈ સોલંકી અને પ્રવીણ મગનભાઈ સોલંકી આવ્યા હતા અને નરેન્દ્રભાઈને અપશબ્દો કહેતા હતા. આ ઉપરાંત તારો ગલ્લો અહીંથી ઉપાડી લેજે, નહીંતર સળગાવી દઈશુ તેમ કહી ગલ્લો ચલાવવો હોય તો રૂપિયા આપવા પડશે તેવી ધમકી આપી હતી અને પાઈપ અને છરી વડે નરેન્દ્રભાઈ ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી સોનાની વીંટી અને રોકડા રૂ. 2500ની લૂંટ ચલાવી હતી અને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવમાં 108 દ્વારા નરેન્દ્રભાઈને સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. બનાવની મારામારી અને લૂંટની કલમો સાથે નરેન્દ્રભાઈએ મયુર પ્રવીણભાઈ સોલંકી, અમીત પ્રવીણભાઈ સોલંકી અને પ્રવીણ મગનભાઈ સોલંકી સામે લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ એન.એ.ડાભી ચલાવી રહ્યા છે.