ઝાલાવાડમાં આજે રામનવમીના પાવન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી થશે

જોરાવરનગરના રામજી મંદિરે રામલલાની 1100 મૂર્તિનું વિતરણ કરાશેVHP દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન : આજે બપોરે 3 કલાકે પ્રસ્થાન થશે જોરાવરનગર રામજી મંદિરેથી બપોરે 3 કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર ઠેર આજે રામનવમીની ઉજવણી કરાશે. જેમાં શહેરના રામ મંદિરોમાં મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામની મહાઆરતી, રામધુન સહિતના કાર્યક્રમો યોજાશે. જયારે વીએચપી જોરાવરનગર રતનપર પ્રખંડ દ્વારા રામનવમી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જેમાં જોરાવરનગર રામજી મંદિરેથી બપોરે 3 કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રા રતનપર ઢાળ સુધી જઈને મંદિરે પરત ફરશે. જયાં સાંજે 50થી વધુ દિકરીઓ લાઠી દાવ અને તલવાર બાજીના કરતબો રજૂ કરશે. આ ઉપરાંત શિવલાલ આણંદજીભાઈ માકાસણા સેવા ચેરીટેબલ ટ્રસ્ટના ચંદ્રેશભાઈ પટેલ દ્વારા શ્રી રામ ભગવાનની 1100 મુર્તિનું ભાવિકોને વિતરણ કરાશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા વીએચપીના જયેશભાઈ શુકલ, પ્રકાશભાઈ પ્રજાપતી, ધ્રુપાલસીંહ પરમાર, સત્યજીતસીંહ ઝાલા, નીરવસીંહ પરમાર સહિતનાઓ તૈયારીઓ કરી રહ્યા છે. આ તકે શોભાયાત્રાના રૂટ પર કેસરી ધજા પતાકા કરાયા છે. જયારે રામજી મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યુ છે. બીજી તરફ સુરેન્દ્રનગર વાલ્મીકી જ્ઞાતિ સુધારક મંડળ દ્વારા દર વર્ષની જેમ રામનવમીની ઉજવણી કરાનાર છે. સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ સોલંકી, ઉપપ્રમુખ ભીખાભાઈ પાટડીયા સહિતનાઓના જણાવાયા મુજબ વાલ્મીકી સમાજના દરેક વ્યક્તિ પોતાના ઘરે દીવા પ્રગટાવશે અને કંકુનો સાથીયો આંગણામાં કરશે. રીવરફ્રન્ટ પાસે જુના વાલ્મીકી વાસમાં આવેલ રામજી મંદિરે તા. 17મીએ સવારે 9થી 10 રામધુન, મહાઆરતી યોજાશે. 10થી 11 સંસ્થાની સામાન્ય સભાનું આયોજન કરાયુ છે. આ ઉપરાંત સમસ્ત લોહાણા મહાજન સમાજ દ્વારા રામનવમી મહોત્સવનું આયોજન કરાયુ છે. જેમાં સાંજે 4 -3 0 કલાકે સુંદરકાંડના પાઠનું આયોજન કરાયુ છે.

ઝાલાવાડમાં આજે રામનવમીના પાવન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જોરાવરનગરના રામજી મંદિરે રામલલાની 1100 મૂર્તિનું વિતરણ કરાશે
  • VHP દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન : આજે બપોરે 3 કલાકે પ્રસ્થાન થશે
  • જોરાવરનગર રામજી મંદિરેથી બપોરે 3 કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે

સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર ઠેર આજે રામનવમીની ઉજવણી કરાશે. જેમાં શહેરના રામ મંદિરોમાં મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામની મહાઆરતી, રામધુન સહિતના કાર્યક્રમો યોજાશે. જયારે વીએચપી જોરાવરનગર રતનપર પ્રખંડ દ્વારા રામનવમી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જેમાં જોરાવરનગર રામજી મંદિરેથી બપોરે 3 કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રા રતનપર ઢાળ સુધી જઈને મંદિરે પરત ફરશે. જયાં સાંજે 50થી વધુ દિકરીઓ લાઠી દાવ અને તલવાર બાજીના કરતબો રજૂ કરશે. આ ઉપરાંત શિવલાલ આણંદજીભાઈ માકાસણા સેવા ચેરીટેબલ ટ્રસ્ટના ચંદ્રેશભાઈ પટેલ દ્વારા શ્રી રામ ભગવાનની 1100 મુર્તિનું ભાવિકોને વિતરણ કરાશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા વીએચપીના જયેશભાઈ શુકલ, પ્રકાશભાઈ પ્રજાપતી, ધ્રુપાલસીંહ પરમાર, સત્યજીતસીંહ ઝાલા, નીરવસીંહ પરમાર સહિતનાઓ તૈયારીઓ કરી રહ્યા છે. આ તકે શોભાયાત્રાના રૂટ પર કેસરી ધજા પતાકા કરાયા છે. જયારે રામજી મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યુ છે. બીજી તરફ સુરેન્દ્રનગર વાલ્મીકી જ્ઞાતિ સુધારક મંડળ દ્વારા દર વર્ષની જેમ રામનવમીની ઉજવણી કરાનાર છે. સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ સોલંકી, ઉપપ્રમુખ ભીખાભાઈ પાટડીયા સહિતનાઓના જણાવાયા મુજબ વાલ્મીકી સમાજના દરેક વ્યક્તિ પોતાના ઘરે દીવા પ્રગટાવશે અને કંકુનો સાથીયો આંગણામાં કરશે. રીવરફ્રન્ટ પાસે જુના વાલ્મીકી વાસમાં આવેલ રામજી મંદિરે તા. 17મીએ સવારે 9થી 10 રામધુન, મહાઆરતી યોજાશે. 10થી 11 સંસ્થાની સામાન્ય સભાનું આયોજન કરાયુ છે. આ ઉપરાંત સમસ્ત લોહાણા મહાજન સમાજ દ્વારા રામનવમી મહોત્સવનું આયોજન કરાયુ છે. જેમાં સાંજે 4 -3 0 કલાકે સુંદરકાંડના પાઠનું આયોજન કરાયુ છે.