Vadodaraની SSG હોસ્પિટલની ગંભીર બેદરકારી,પ્રસુતિ ગૃહ પાસે ફાયર સેફ્ટીની NOC જ નહી

બે દિવસ અગાઉ નોટિસ મળી હતી : RMO તમામ સાધનો વસાવી લેવામાં આવ્યા છે : RMO આજે અને કાલે ફાઇનલ ટેસ્ટિંગ થઈ જશે : RMO વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ આવતા હોય છે,ત્યારે ફાયર વિભાગે રૂકમણી ચૈનાની પ્રસુતિ ગૃહને આપી છે નોટીસ.5 દિવસમાં ફાયર સેફટી NOC મેળવી લેવા નોટીસ અપાઈ છે,જો પાંચ દિવસમાં ફાયર એનઓસી નહી થાય તો વીજ કનેકશન કાપી નાખવાની વાત કરાઈ છે.તો રૂકમણી ચૈનાની પ્રસુતિ ગૃહને નવા દર્દી ન લેવા સૂચના અપાઈ છે. શું કહેવું છે હોસ્પિટલના અધિક્ષકનું એસ એસ.જી હોસ્પિટલ ના પ્રસુતિ ગૃહ પાસે ફાયર સેફટીની એનઓસી જ નહીં હોવાની વાત ફાયર વિભાગે કરી છે.5 દિવસમાં ફાયર સેફટી નહી હોય તો વીજ કનેકશન કાપી નાખવાની ચિમકી ઉચ્ચારી છે.જયાં સુધી ફાયર એનઓસી ના આવે ત્યાં સુધી પ્રસુતિ ગૃહમાં એક પણ દર્દી ના લેવા માટે સૂચના અપાઈ છે.તો બીજી તરફ હોસ્પિટલના સુપ્રિટેન્ડેટનું કહેવું છે કે,બે દિવસ અગાઉ નોટિસ મળી હતી.તમામ સાધનો વસાવી લેવામાં આવ્યા છે.આજે અને કાલે ફાઇનલ ટેસ્ટિંગ થઈ જશે.આટલી મોટી હોસ્પિટલમાં દર્દીઓ ને કશે પણ ખસેડી શકાય છે.પ્રસુતિ ગૃહ ની નોટિસ અંગે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. 19 જૂન 2024ના રોજ હોસ્પિટલમાં લાગી હતી આગ વડોદરાની SSG હોસ્પિટલના ENT વિભાગમાં ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગતા હોસ્પિટલમાં દોડાદોડી થઈ ગઈ હતી. હોસ્પિટલમાં આગ લાગી હોવાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.ઓપરેશન થિયેટરમાં આગ લાગતા ધુમાડો-ધુમાડો થઈ ગયો હતો. જોકે, OTની બાજુના વોર્ડમાં ત્રણ દર્દીઓ દાખલ હતા. જેઓને અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જે બાદ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગ એકટીવ મોડ પર રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ દ્વારા વિવિધ મિલકતોને નોટિસ આપીને સીલ કરવામાં આવી રહી છે. ત્યારે ફાયર વિભાગે બુધવારે પાદરાના 2 ગેસ્ટ ગેસ્ટ હાઉસ અને બે હોટલને સિલ કરી હતી અને એક ટ્યૂશન ક્લાસને નોટિસ ફટકારી હતી.વડોદરા ફાયર વિભાગ દ્વારા શહેરમાં અનેક મિલકતો સિલ કરવામાં આવી છે અને કેટલાય લોકોને નોટિસ આપવામાં આવી છે. ત્યારે બુધવારે પાદરામાં વિવિધ મિલકતો સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી.

Vadodaraની SSG હોસ્પિટલની ગંભીર બેદરકારી,પ્રસુતિ ગૃહ પાસે ફાયર સેફ્ટીની NOC જ નહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બે દિવસ અગાઉ નોટિસ મળી હતી : RMO
  • તમામ સાધનો વસાવી લેવામાં આવ્યા છે : RMO
  • આજે અને કાલે ફાઇનલ ટેસ્ટિંગ થઈ જશે : RMO

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ આવતા હોય છે,ત્યારે ફાયર વિભાગે રૂકમણી ચૈનાની પ્રસુતિ ગૃહને આપી છે નોટીસ.5 દિવસમાં ફાયર સેફટી NOC મેળવી લેવા નોટીસ અપાઈ છે,જો પાંચ દિવસમાં ફાયર એનઓસી નહી થાય તો વીજ કનેકશન કાપી નાખવાની વાત કરાઈ છે.તો રૂકમણી ચૈનાની પ્રસુતિ ગૃહને નવા દર્દી ન લેવા સૂચના અપાઈ છે.

શું કહેવું છે હોસ્પિટલના અધિક્ષકનું

એસ એસ.જી હોસ્પિટલ ના પ્રસુતિ ગૃહ પાસે ફાયર સેફટીની એનઓસી જ નહીં હોવાની વાત ફાયર વિભાગે કરી છે.5 દિવસમાં ફાયર સેફટી નહી હોય તો વીજ કનેકશન કાપી નાખવાની ચિમકી ઉચ્ચારી છે.જયાં સુધી ફાયર એનઓસી ના આવે ત્યાં સુધી પ્રસુતિ ગૃહમાં એક પણ દર્દી ના લેવા માટે સૂચના અપાઈ છે.તો બીજી તરફ હોસ્પિટલના સુપ્રિટેન્ડેટનું કહેવું છે કે,બે દિવસ અગાઉ નોટિસ મળી હતી.તમામ સાધનો વસાવી લેવામાં આવ્યા છે.આજે અને કાલે ફાઇનલ ટેસ્ટિંગ થઈ જશે.આટલી મોટી હોસ્પિટલમાં દર્દીઓ ને કશે પણ ખસેડી શકાય છે.પ્રસુતિ ગૃહ ની નોટિસ અંગે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.



19 જૂન 2024ના રોજ હોસ્પિટલમાં લાગી હતી આગ

વડોદરાની SSG હોસ્પિટલના ENT વિભાગમાં ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગતા હોસ્પિટલમાં દોડાદોડી થઈ ગઈ હતી. હોસ્પિટલમાં આગ લાગી હોવાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.ઓપરેશન થિયેટરમાં આગ લાગતા ધુમાડો-ધુમાડો થઈ ગયો હતો. જોકે, OTની બાજુના વોર્ડમાં ત્રણ દર્દીઓ દાખલ હતા. જેઓને અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જે બાદ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.

ફાયર વિભાગ એકટીવ મોડ પર

રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ દ્વારા વિવિધ મિલકતોને નોટિસ આપીને સીલ કરવામાં આવી રહી છે. ત્યારે ફાયર વિભાગે બુધવારે પાદરાના 2 ગેસ્ટ ગેસ્ટ હાઉસ અને બે હોટલને સિલ કરી હતી અને એક ટ્યૂશન ક્લાસને નોટિસ ફટકારી હતી.વડોદરા ફાયર વિભાગ દ્વારા શહેરમાં અનેક મિલકતો સિલ કરવામાં આવી છે અને કેટલાય લોકોને નોટિસ આપવામાં આવી છે. ત્યારે બુધવારે પાદરામાં વિવિધ મિલકતો સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી.