જામનગરમાં સત્ય સાંઇ સ્કૂલ વિસ્તારમાં યુવાન પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો: ત્રણ સામે ફરિયાદ

image : FreepikCrime News Jamanagar : જામનગરમાં હવાઈ ચોક વિસ્તારમાં રહેતા એક યુવાન પર પૈસાની લેતી દેતીના મામલે સત્યસાંઈ સ્કૂલ વિસ્તારમાં ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. પૈસાની લેતી દેતી ના મામલે આ હુમલો કરાયો હતો. જામનગરમાં હવાઈચોક વિસ્તારમાં રહેતા વિવેક પ્રવીણભાઈ નંદા નામના 38 વર્ષના યુવાન પર ગઈકાલે સત્ય સાંઈ સ્કૂલ પાસે અનિરુદ્ધસિંહ પિંગળ અને તેના બે અન્ય સાગરીતો એ લાકડાના ધોકા વડે માથાના ભાગે તેમજ ગુપ્ત ભાગે હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ સીટી બી.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઇ છે, જ્યારે ઇજાગ્રસ્તને જી.જી.હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. ફરિયાદી યુવાને આરોપી અનિરુદ્ધસિંહ પાસેથી બે લાખ રૂપિયા હાથ ઉછીના લીધા હતા, જે રકમ પરત આપી દીધી હોવા છતાં તારે હજુ પૈસા આપવા પડશે તેમ કહી આરોપીએ હુમલો કરી દીધો હતો. સમગ્ર મામલે સીટી બી.ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામનગરમાં સત્ય સાંઇ સ્કૂલ વિસ્તારમાં યુવાન પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો: ત્રણ સામે ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

image : Freepik

Crime News Jamanagar : જામનગરમાં હવાઈ ચોક વિસ્તારમાં રહેતા એક યુવાન પર પૈસાની લેતી દેતીના મામલે સત્યસાંઈ સ્કૂલ વિસ્તારમાં ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. પૈસાની લેતી દેતી ના મામલે આ હુમલો કરાયો હતો. જામનગરમાં હવાઈચોક વિસ્તારમાં રહેતા વિવેક પ્રવીણભાઈ નંદા નામના 38 વર્ષના યુવાન પર ગઈકાલે સત્ય સાંઈ સ્કૂલ પાસે અનિરુદ્ધસિંહ પિંગળ અને તેના બે અન્ય સાગરીતો એ લાકડાના ધોકા વડે માથાના ભાગે તેમજ ગુપ્ત ભાગે હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ સીટી બી.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઇ છે, જ્યારે ઇજાગ્રસ્તને જી.જી.હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.

 ફરિયાદી યુવાને આરોપી અનિરુદ્ધસિંહ પાસેથી બે લાખ રૂપિયા હાથ ઉછીના લીધા હતા, જે રકમ પરત આપી દીધી હોવા છતાં તારે હજુ પૈસા આપવા પડશે તેમ કહી આરોપીએ હુમલો કરી દીધો હતો. સમગ્ર મામલે સીટી બી.ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.