Surendranagar: અણિયાળીના વકીલના લમણે રિવોલ્વર મૂકી મારી નાંખવાની ધમકી આપનાર પકડાયો

સીમની કેનાલમાં ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરતા વકીલને ફળ મળયું હતુંપેરોલ ફર્લો સ્કવોડે શહેરમાંથી ઝડપી લખતર પોલીસના હવાલે કર્યો ઝડપાયેલ આરોપી સામે લખતર પોલીસ મથકે આ સીવાય ધમકી આપવાનો અને દારૂનો ગુનો પણ નોંધાયોલખતરના અણીયાળી ગામે રહેતા મુકેશ વેલશીભાઈ ડાભી વકીલાત કરે છે. ગત તા. 14 ડિસેમ્બર 2022ના રોજ તેમના મિત્ર બહાદુરભાઈ ઓળકીયાના પુત્ર રાહુલના લગ્નમાં હોઈ તેઓ પોતાની કાર લઈ જાનમાં લીંબડીના ઘાઘરેટીયા ગામે ગયા હતા. જયાંથી તેઓને લખતર તેમની ઓફીસે કામ હોય કાર ત્યાં જ આપી સહદેવભાઈ ઓળકીયાનું બાઈક લઈ ઘાઘરેટીયાથી લખતર આવતા હતા. મુકેશભાઈએ ગામની સીમમાં પસાર થતી માઈનોર કેનાલમાં ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરી હોવાની દાઝ રાખી તાવી ગામ પાસે દેવળીયાના અજયસીંહ બળવંતસીંહ રાણા, ક્રીપાલસીંહ ભવાનસીંહ રાણા અને અન્ય એક અજાણ્યા શખ્સે કાર બાઈક સાથે અથડાવવાનો પ્રયાસ કરતા મુકેશભાઈએ બાઈક ઉભુ રાખી દીધુ હતુ. આ સમયે ત્રણેય શખ્સોએ આવી જાતિ અપમાનીત કરી અપશબ્દો કહ્યા હતા. અને ધોકા વડે માર માર્યો હતો. અને ભ્રષ્ટાચારની જે રજુઆત કરી છે તે કોન્ટ્રાકટ મારા ભાઈ ધર્મેન્દ્રસીંહનો છે તેમ કહી હું કહુ તેમ બોલ કહી માફી માંગતો વીડિયો ઉતાર્યો હતો. જયારે અજયસીંહે કારમાંથી રિવોલ્વર લઈ લમણે મુકી ધમકી આપી હતી. બનાવની લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં ફરાર આરોપી અજયસીંહ બળવંતસીંહ રાણા શહેરમાં ડી માર્ટ પાસે હોવાની બાતમી પેરોલ ફર્લો સ્કવોડને મળી હતી. જેમાં પીએસઆઈ જે.વાય.પઠાણ, શકિતસીંહ, ધવલભાઈ સહિતની ટીમે આરોપી અજયસીંહને ઝડપી પાડી લખતર પોલીસના હવાલે કર્યો હતો. ઝડપાયેલ આરોપી સામે લખતર પોલીસ મથકે આ સીવાય ધમકી આપવાનો અને દારૂનો ગુનો પણ નોંધાયો છે.

Surendranagar: અણિયાળીના વકીલના લમણે રિવોલ્વર મૂકી મારી નાંખવાની ધમકી આપનાર પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સીમની કેનાલમાં ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરતા વકીલને ફળ મળયું હતું
  • પેરોલ ફર્લો સ્કવોડે શહેરમાંથી ઝડપી લખતર પોલીસના હવાલે કર્યો
  • ઝડપાયેલ આરોપી સામે લખતર પોલીસ મથકે આ સીવાય ધમકી આપવાનો અને દારૂનો ગુનો પણ નોંધાયો

લખતરના અણીયાળી ગામે રહેતા મુકેશ વેલશીભાઈ ડાભી વકીલાત કરે છે. ગત તા. 14 ડિસેમ્બર 2022ના રોજ તેમના મિત્ર બહાદુરભાઈ ઓળકીયાના પુત્ર રાહુલના લગ્નમાં હોઈ તેઓ પોતાની કાર લઈ જાનમાં લીંબડીના ઘાઘરેટીયા ગામે ગયા હતા. જયાંથી તેઓને લખતર તેમની ઓફીસે કામ હોય કાર ત્યાં જ આપી સહદેવભાઈ ઓળકીયાનું બાઈક લઈ ઘાઘરેટીયાથી લખતર આવતા હતા. મુકેશભાઈએ ગામની સીમમાં પસાર થતી માઈનોર કેનાલમાં ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરી હોવાની દાઝ રાખી તાવી ગામ પાસે દેવળીયાના અજયસીંહ બળવંતસીંહ રાણા, ક્રીપાલસીંહ ભવાનસીંહ રાણા અને અન્ય એક અજાણ્યા શખ્સે કાર બાઈક સાથે અથડાવવાનો પ્રયાસ કરતા મુકેશભાઈએ બાઈક ઉભુ રાખી દીધુ હતુ. આ સમયે ત્રણેય શખ્સોએ આવી જાતિ અપમાનીત કરી અપશબ્દો કહ્યા હતા. અને ધોકા વડે માર માર્યો હતો. અને ભ્રષ્ટાચારની જે રજુઆત કરી છે તે કોન્ટ્રાકટ મારા ભાઈ ધર્મેન્દ્રસીંહનો છે તેમ કહી હું કહુ તેમ બોલ કહી માફી માંગતો વીડિયો ઉતાર્યો હતો. જયારે અજયસીંહે કારમાંથી રિવોલ્વર લઈ લમણે મુકી ધમકી આપી હતી. બનાવની લખતર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં ફરાર આરોપી અજયસીંહ બળવંતસીંહ રાણા શહેરમાં ડી માર્ટ પાસે હોવાની બાતમી પેરોલ ફર્લો સ્કવોડને મળી હતી. જેમાં પીએસઆઈ જે.વાય.પઠાણ, શકિતસીંહ, ધવલભાઈ સહિતની ટીમે આરોપી અજયસીંહને ઝડપી પાડી લખતર પોલીસના હવાલે કર્યો હતો. ઝડપાયેલ આરોપી સામે લખતર પોલીસ મથકે આ સીવાય ધમકી આપવાનો અને દારૂનો ગુનો પણ નોંધાયો છે.