IPLની છેલ્લી ત્રણ મેચમાં મોબાઇલ ચોરીનો આંક સિંગલ ડિજિટે પહોંચ્યો

નમો સ્ટેડિયમમાં પોલીસના 'સ્ટોપ મોબાઇલ થેફ્ટ' ઓપરેશનની અસરએક સમયે મેચ દરમિયાન સ્ટેડિયમમાંથી 100થી પણ વધુ ફોન ચોરાતા હતા પોલીસે 'સ્ટોપ મોબાઇલ થેફ્ટ ઓપરેશન' હાથ ધરીને સફળતા મેળવી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ હોય ત્યારે 100થી 200 ફોનની ચોરીના બનાવ બને તે માન્યતાને ખોટી પાડવા પોલીસે 'સ્ટોપ મોબાઇલ થેફ્ટ ઓપરેશન' હાથ ધરીને સફળતા મેળવી હતી. પોલીસના આ ઓપરેશનને કારણે ત્રિપલ ડિજિટમાં થતી મોબાઇલ ફોનની ચોરીનો સીધો જ સિંગલ ડિજિટ પર આવી ગયો હતો. વર્લ્ડકપ ટુર્નામેન્ટ વખતે રમાયેલી ક્રિકેટ મેચોમાં ચાંદખેડા પોલીસના ચોપડે 163 મોબાઇલ ફોન ચોરીની ફરિયાદ નોંધાઈ જ્યારે આઈપીએલની ત્રણ ક્રિકેટ મેચ રમાઈ તેમાં મોબાઇલ ફોનની ચોરીની ફરિયાદો સિંગલ ડિજિટ પર પહોંચી હતી. આમ પોલીસનું ઓપરેશન સફળ રહેતા પ્રેક્ષકોના મનમાંથી તસ્કરોનો ફફડાટ દૂર તો દૂર થયો પણ ખુદ ચોરી કરતા તસ્કરો પોલીસથી ફફડાટમાં રહેવા લાગ્યા હતા. અમદાવાદ શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરની ક્રિકેટ મેચના કે ટુર્નામેન્ટનું આયોજન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થાય એટલે પોલીસ માટે મોબાઇલ ફોનની ચોરી, પર્સ ચોરી કે અન્ય ચીલઝડપના બનાવો માથાનો દુખાવો બની જતા હતા. ક્રિકેટ મેચનો બંદોબસ્ત પુરો કરીને માંડ ચાંદખેડા પોલીસ સ્ટેશન પહોંચેલા અધિકારીઓ અને કર્મચારીઓની મુસીબત વધી જતી હતી. પોલીસે પાસે ઢગલાબંધ ચોરીની ફરિયાદો કરવા માટે અરજદારો ઉપસ્થિત થઈ જતા હતા. માથાનો દુખાવો બની ગયેલી ચીલઝડપ અને ચોરીના આરોપીઓને આઈપીએલની મેચ દરમિયાન કંટ્રોલમાં લેવાનો નિર્ણય પોલીસે લીધો હતો. ડીસીપી ઝોન-2 અને ચાંદખેડા પોલીસના અધિકારીઓએ 'સ્ટોપ મોબાઇલ થેફ્ટ' ઓપરેશન હાથ ધરીને માસ્ટર પ્લાન બનાવ્યો હતો. આ માસ્ટર પ્લાન અનુસાર પોલીસે કાર્યવાહી કરતા તસ્કરોમાં પોલીસનો ફફડાટ ફેલાયો અને ક્રિકેટ મેચ દરમિયાન તસ્કરોની હાજરી નહિવત જેવી થવા લાગી હતી. ઝોન-2ના ડીસીપી શ્રીપાલ શેસમાએ જણાવ્યું હતું કે, મેચ હોય ત્યારે મોબાઇલ ફોન ચોરીના બનાવો સતત વધી ગયા હતા. જેના પગલે ચાંદખેડા પોલીસ સ્ટેશન સહિતના પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી આ મામલે શંકાસ્પદોને ચેક કરવાની તેમજ ચોરી થતી હોય તેવા સ્થળો પર પોલીસના માણસોને વોચમાં ગોઠવ્યા હતા. જેના પરિણામે આઈપીએલની મેચમાં ચોરીના બનાવો સિંગલ ડિજીટ પર આવી ગયા છે. એટલું એમ કહી શકાય કે ફોન ચોરીની ફરિયાદ નહિવત જેવી થઈ હતી. ચાંદખેડા પીઆઈ એન.જી. સોલંકીએ જણાવ્યું હતું કે, ચોરીના બનાવો ક્યાં અને કયા સમયે બને છે તે અમે નક્કી કર્યું હતું. અગાઉ વર્લ્ડ કપની મેચો વખતે 163 બનાવ નોંધાયા હતા. આ ફરિયાદોને આધારે ચોરીના સ્થળ અને સમય મળ્યો હતો. જે આધારે અમે વોચ ગોઠવી શંકાસ્પદોને પકડી અટકાયતી પગલાં લેવાના શરૂ કરતા સારું પરિણામ મળ્યું હતું. આ વખતે આઈપીએલની ત્રણ મેચ દરમિયાન 80 હજાર, 60 હજાર અને 60 હજાર પ્રેક્ષકોની હાજરી હતી. જો કે, ચોરીની ફરિયાદો નહિવત જેવી આવી હતી બ્રેક ટાઇમમાં સ્ટોલ પાસે અને મેચ બાદ મેટ્રો સ્ટેશને ચોરીના બનાવ બનતા પોલીસની તપાસમાં ધ્યાને આવ્યું કે, લંચ સમયે મોટા ભાગની ચોરીના બનાવ બનતા હતા. આ ઉપરાંત મેચ પુરી થયા બાદ મેટ્રો સ્ટેશન પર ભીડમાં ચોરીના બનાવ બનતા હતા. પોલીસે આ સ્થળોએ વોચ ગોઠવી તેમજ અગાઉ ચોરીમાં પકડાયા હોય તેવા શખ્સો સ્ટેડિયમમાં કે તેની આસપાસના વિસ્તારમાં દેખાય એટલે તેઓ સામે અટકાયતી પગલાં લેવાના શરૂ કર્યું હતું. મેટ્રો સ્ટેશન પાસે અને મેચના બ્રેક સમયે સ્ટોલની આસપાસ વોચ ગોઠવી હતી.

IPLની છેલ્લી ત્રણ મેચમાં મોબાઇલ ચોરીનો આંક સિંગલ ડિજિટે પહોંચ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નમો સ્ટેડિયમમાં પોલીસના 'સ્ટોપ મોબાઇલ થેફ્ટ' ઓપરેશનની અસર
  • એક સમયે મેચ દરમિયાન સ્ટેડિયમમાંથી 100થી પણ વધુ ફોન ચોરાતા હતા
  • પોલીસે 'સ્ટોપ મોબાઇલ થેફ્ટ ઓપરેશન' હાથ ધરીને સફળતા મેળવી

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ હોય ત્યારે 100થી 200 ફોનની ચોરીના બનાવ બને તે માન્યતાને ખોટી પાડવા પોલીસે 'સ્ટોપ મોબાઇલ થેફ્ટ ઓપરેશન' હાથ ધરીને સફળતા મેળવી હતી. પોલીસના આ ઓપરેશનને કારણે ત્રિપલ ડિજિટમાં થતી મોબાઇલ ફોનની ચોરીનો સીધો જ સિંગલ ડિજિટ પર આવી ગયો હતો. વર્લ્ડકપ ટુર્નામેન્ટ વખતે રમાયેલી ક્રિકેટ મેચોમાં ચાંદખેડા પોલીસના ચોપડે 163 મોબાઇલ ફોન ચોરીની ફરિયાદ નોંધાઈ જ્યારે આઈપીએલની ત્રણ ક્રિકેટ મેચ રમાઈ તેમાં મોબાઇલ ફોનની ચોરીની ફરિયાદો સિંગલ ડિજિટ પર પહોંચી હતી. આમ પોલીસનું ઓપરેશન સફળ રહેતા પ્રેક્ષકોના મનમાંથી તસ્કરોનો ફફડાટ દૂર તો દૂર થયો પણ ખુદ ચોરી કરતા તસ્કરો પોલીસથી ફફડાટમાં રહેવા લાગ્યા હતા.

અમદાવાદ શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરની ક્રિકેટ મેચના કે ટુર્નામેન્ટનું આયોજન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થાય એટલે પોલીસ માટે મોબાઇલ ફોનની ચોરી, પર્સ ચોરી કે અન્ય ચીલઝડપના બનાવો માથાનો દુખાવો બની જતા હતા. ક્રિકેટ મેચનો બંદોબસ્ત પુરો કરીને માંડ ચાંદખેડા પોલીસ સ્ટેશન પહોંચેલા અધિકારીઓ અને કર્મચારીઓની મુસીબત વધી જતી હતી. પોલીસે પાસે ઢગલાબંધ ચોરીની ફરિયાદો કરવા માટે અરજદારો ઉપસ્થિત થઈ જતા હતા. માથાનો દુખાવો બની ગયેલી ચીલઝડપ અને ચોરીના આરોપીઓને આઈપીએલની મેચ દરમિયાન કંટ્રોલમાં લેવાનો નિર્ણય પોલીસે લીધો હતો.

ડીસીપી ઝોન-2 અને ચાંદખેડા પોલીસના અધિકારીઓએ 'સ્ટોપ

મોબાઇલ થેફ્ટ' ઓપરેશન હાથ ધરીને માસ્ટર પ્લાન બનાવ્યો હતો. આ માસ્ટર પ્લાન અનુસાર પોલીસે કાર્યવાહી કરતા તસ્કરોમાં પોલીસનો ફફડાટ ફેલાયો અને ક્રિકેટ મેચ દરમિયાન તસ્કરોની હાજરી નહિવત જેવી થવા લાગી હતી.

ઝોન-2ના ડીસીપી શ્રીપાલ શેસમાએ જણાવ્યું હતું કે, મેચ હોય ત્યારે મોબાઇલ ફોન ચોરીના બનાવો સતત વધી ગયા હતા. જેના પગલે ચાંદખેડા પોલીસ સ્ટેશન સહિતના પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી આ મામલે શંકાસ્પદોને ચેક કરવાની તેમજ ચોરી થતી હોય તેવા સ્થળો પર પોલીસના માણસોને વોચમાં ગોઠવ્યા હતા. જેના પરિણામે આઈપીએલની મેચમાં ચોરીના બનાવો સિંગલ ડિજીટ પર આવી ગયા છે. એટલું એમ કહી શકાય કે ફોન ચોરીની ફરિયાદ નહિવત જેવી થઈ હતી. ચાંદખેડા પીઆઈ એન.જી. સોલંકીએ જણાવ્યું હતું કે, ચોરીના બનાવો ક્યાં અને કયા સમયે બને છે તે અમે નક્કી કર્યું હતું. અગાઉ વર્લ્ડ કપની મેચો વખતે 163 બનાવ નોંધાયા હતા. આ ફરિયાદોને આધારે ચોરીના સ્થળ અને સમય મળ્યો હતો. જે આધારે અમે વોચ ગોઠવી શંકાસ્પદોને પકડી અટકાયતી પગલાં લેવાના શરૂ કરતા સારું પરિણામ મળ્યું હતું. આ વખતે આઈપીએલની ત્રણ મેચ દરમિયાન 80 હજાર, 60 હજાર અને 60 હજાર પ્રેક્ષકોની હાજરી હતી. જો કે, ચોરીની ફરિયાદો નહિવત જેવી આવી હતી

બ્રેક ટાઇમમાં સ્ટોલ પાસે અને મેચ બાદ મેટ્રો સ્ટેશને ચોરીના બનાવ બનતા

પોલીસની તપાસમાં ધ્યાને આવ્યું કે, લંચ સમયે મોટા ભાગની ચોરીના બનાવ બનતા હતા. આ ઉપરાંત મેચ પુરી થયા બાદ મેટ્રો સ્ટેશન પર ભીડમાં ચોરીના બનાવ બનતા હતા. પોલીસે આ સ્થળોએ વોચ ગોઠવી તેમજ અગાઉ ચોરીમાં પકડાયા હોય તેવા શખ્સો સ્ટેડિયમમાં કે તેની આસપાસના વિસ્તારમાં દેખાય એટલે તેઓ સામે અટકાયતી પગલાં લેવાના શરૂ કર્યું હતું. મેટ્રો સ્ટેશન પાસે અને મેચના બ્રેક સમયે સ્ટોલની આસપાસ વોચ ગોઠવી હતી.