Ahmedabdમાં પાણીજન્ય રોગચાળો વધ્યો,ઝાડા ઉલટીના 268 કેસ નોંધાયા

10 જ દિવસમાં કોલેરાના 19 કેસ નોંધાયા અમરાઈવાડી, બહેરામપુરામાં કોલેરાના કેસ દાણીલીમડા, ગોમતીપુરમાં કોલેરાના કેસ નોંધાયા અમદાવાદમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે.દસ દિવસમાં કોલેરાના 19 કેસ નોંધાયા છે,કમળાના 73, ટાઇફોઈડના 156 કેસ નોંધાયા છે.1415 પાણીના નમૂનામાંથી 29 નમૂના ફેઈલ ગયા છે.બીજી તરફ ગત સપ્તાહે હીટ ઈલનેસના 119 કેસ નોંધાયા છે.અમરાઈવાડી, બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં કોલેરાના કેસ વધ્યા છે. એપ્રિલ મહીનામાં પણ અમદાવાદમાં પાણીજન્ય કેસ વધ્યા હતા એપ્રિલ માસમાં ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો જોવા મળ્યો હતો. AMC હેલ્થ વિભાગ દ્વારા એપ્રિલ માસમાં પાણીના 4464 સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તે પૈકી 134 સેમ્પલ અનફીટ જાહેર કરાયા હતા. ચાલુ વર્ષ દરમિયાન પાણીના 11 હજાર કરતા વધુ સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 196 જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા હતા. મે મહીનામાં પણ અમદાવાદમાં પાણીજન્ય કેસ વધ્યા હતા અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળાએ લોકોને ભરડવામાં લેવાનું શરૂ કર્યુ છે, શહેરમાં પાણીજન્ય રોગચાળા પર કોઈ અંકુશ નહીં હોવાનું સામે આવ્યું છે. શહેરમાં ઝાડા -ઉલ્ટીના મે મહિનામાં 635 કેસ નોંધાયા હતા, જ્યારે કમળાના ચાલુ માસમાં 61 અને ટાઈફોઈડના 185 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત સાદા મેલેરિયાના 12 અને ડેન્ગ્યુના 26 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ચાલુ મહિને 1627 પાણીના સેમ્પલમાંથી 52 નમૂના ફેઈલ થયા છે. અમદાવાદમાં કેમ વકરી રહ્યો છે પાણીજન્ય રોગચાળો શહેરમાં પાણીમાં પોલ્યુશન આવવા અંગેની ફરિયાદનો મ્યુનિસિપલ તંત્ર તરફથી સમયસર નિકાલ કરવામાં આવતો નથી.આ કારણથી પાણીજન્ય રોગના કેસ સતત વધી રહ્યા છે. આ મહિનાની શરૂઆતથી જ મદાવાદમાં પાણીજન્ય એવા ઝાડા, ઉલટી ઉપરાંત કમળો તેમજ ટાઈફોઈડના કેસ સતત વધતા જઈ રહ્યા છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. 

Ahmedabdમાં પાણીજન્ય રોગચાળો વધ્યો,ઝાડા ઉલટીના 268 કેસ નોંધાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 10 જ દિવસમાં કોલેરાના 19 કેસ નોંધાયા
  • અમરાઈવાડી, બહેરામપુરામાં કોલેરાના કેસ
  • દાણીલીમડા, ગોમતીપુરમાં કોલેરાના કેસ નોંધાયા

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે.દસ દિવસમાં કોલેરાના 19 કેસ નોંધાયા છે,કમળાના 73, ટાઇફોઈડના 156 કેસ નોંધાયા છે.1415 પાણીના નમૂનામાંથી 29 નમૂના ફેઈલ ગયા છે.બીજી તરફ ગત સપ્તાહે હીટ ઈલનેસના 119 કેસ નોંધાયા છે.અમરાઈવાડી, બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર સહિતના વિસ્તારોમાં કોલેરાના કેસ વધ્યા છે.

એપ્રિલ મહીનામાં પણ અમદાવાદમાં પાણીજન્ય કેસ વધ્યા હતા

એપ્રિલ માસમાં ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો જોવા મળ્યો હતો. AMC હેલ્થ વિભાગ દ્વારા એપ્રિલ માસમાં પાણીના 4464 સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તે પૈકી 134 સેમ્પલ અનફીટ જાહેર કરાયા હતા. ચાલુ વર્ષ દરમિયાન પાણીના 11 હજાર કરતા વધુ સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 196 જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા હતા.

મે મહીનામાં પણ અમદાવાદમાં પાણીજન્ય કેસ વધ્યા હતા

અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળાએ લોકોને ભરડવામાં લેવાનું શરૂ કર્યુ છે, શહેરમાં પાણીજન્ય રોગચાળા પર કોઈ અંકુશ નહીં હોવાનું સામે આવ્યું છે. શહેરમાં ઝાડા -ઉલ્ટીના મે મહિનામાં 635 કેસ નોંધાયા હતા, જ્યારે કમળાના ચાલુ માસમાં 61 અને ટાઈફોઈડના 185 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત સાદા મેલેરિયાના 12 અને ડેન્ગ્યુના 26 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ચાલુ મહિને 1627 પાણીના સેમ્પલમાંથી 52 નમૂના ફેઈલ થયા છે.

અમદાવાદમાં કેમ વકરી રહ્યો છે પાણીજન્ય રોગચાળો

શહેરમાં પાણીમાં પોલ્યુશન આવવા અંગેની ફરિયાદનો મ્યુનિસિપલ તંત્ર તરફથી સમયસર નિકાલ કરવામાં આવતો નથી.આ કારણથી પાણીજન્ય રોગના કેસ સતત વધી રહ્યા છે. આ મહિનાની શરૂઆતથી જ મદાવાદમાં પાણીજન્ય એવા ઝાડા, ઉલટી ઉપરાંત કમળો તેમજ ટાઈફોઈડના કેસ સતત વધતા જઈ રહ્યા છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.