Rajkot News: અગ્નિકાંડના 7 દિવસ બાદ ભાજપના નેતાઓ જાગ્યા ખરા,આપવા લાગ્યા નિવેદન

27 નિર્દોષ લોકોના મોતના જવાબદાર કોણ? શું આ નિર્દોષ લોકો ફરી જીવતા થશે ? શું માણસના જીવ સટોસટ આવો ખેલ ખેલાતો જ રહેશે ?અગ્નિકાંડના 7 દિવસ બાદ આખરે ભાજપના નેતાઓને કળ વળી હોય તેવુ લાગી રહ્યુ છે. એક સાથે ભાજપના નેતાઓ સામે આવ્યા છે અને પોતપોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે. અગ્નિકાંડ પર રાજ્યમંત્રી ભાનુબેન રહી રહીને જાગ્યા. ઘટનાના 7 દિવસ બાદ ભાનુબેન બાબરિયાની પ્રતિક્રિયા આવી ખરી. ભાનુબેન કેમેરા સામે જોઇને રડતા બોલી રહ્યા છે કે ‘જો મારું નામ ખુલશે તો જાહેર જીવન છોડી દઈશ’ ઘટના બની ત્યારે હું બહારગામ હતી. બીજા જ દિવસે મેં સિવિલની મુલાકાત લીધી હતી. ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી. કોઈપણ દોષિતોને છોડવામાં નહીં આવે. જો કે સાગઠિયા વિશે સવાલ પૂછતા ભાનુબેને બોલવાનું ટાળ્યું. ભાનુબેન સાગઠિયા વિશે ખુલીને બોલવાનું ટાળ્યું. SIT દ્વારા કડક કાર્યવાહી કરાશે.આ પહેલા ગોવિંદ પટેલે પણ સાગઠિયા વિશે બોલવાનું ટાળ્યું હતું. એવુ લાગી રહ્યુ છે આ તમામ વચ્ચે બરાબરની સાંઠગાંઠ ચાલી રહી છે. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલના RMCમાં કાર્યકાળ દરમિયાન TRP ગેમ ઝોન ખડકાયો અને મોટો થતો ગયો. આ એજ તમામ લોકો છે જે હવે સામે આવી રહ્યા છે અને પ્રતિક્રિયા આપી જાણેકે બિલ્કુલ નિર્દોષ હોય તેવી વાત કરી રહ્યા છે. પુષ્કર પટેલનું ચોંકાવનારૂ નિવેદન સામે આવ્યુ છે. Trp ગેમ ઝોનનો મામલો મારા ધ્યાનમાં આવેલો નથી, જો મારી ક્યાંય સંડોવણી નીકળે તો જાહેર જીવન છોડવાની તૈયારી સાથે સાથે મારા પર પગલાં પણ લેવાય.આવી જ વાત કરી હતી રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણીએ આવી જ વાત કરી હતી રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણીએ તેમણે કહ્યુ કે દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. મારા વિસ્તારના 3 લોકોના મોત થયા છે ત્યાં પણ મારા સાથી અને કોર્પોરેટર પુષ્કર પટેલને મેં મોકલ્યા હતા. હું પંજાબ પ્રભારી તરીકે હતો.ગુજરાત સરકાર અને SIT દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જે પણ કસૂરવાર હોઈ અધિકારી અને પદાધિકારી સામે પગલાં લેવા સરકારની સૂચના છે. કમલેશ મીરાણીએ સ્પષ્ટતા કરી.ક્યાંય મારું નામ સામે આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ.આ તમામ નેતાઓની સ્પષ્ટતામાં એકવાત ઉડીને આંખે વળગે તેવી  આ તમામ નેતાઓની સ્પષ્ટતામાં એકવાત ઉડીને આંખે વળગે તેવી હતી અને તે એ કે ક્યાંય મારું નામ સામે આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ કેટલો વિશ્વાસ કે ક્યાંય તેમનું નામ નહી આવે. આ છે આપણું તંત્ર અને આ છે આપણા નેતાઓ. 

Rajkot News: અગ્નિકાંડના 7 દિવસ બાદ ભાજપના નેતાઓ જાગ્યા ખરા,આપવા લાગ્યા નિવેદન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 27 નિર્દોષ લોકોના મોતના જવાબદાર કોણ?
  • શું આ નિર્દોષ લોકો ફરી જીવતા થશે ?
  • શું માણસના જીવ સટોસટ આવો ખેલ ખેલાતો જ રહેશે ?

અગ્નિકાંડના 7 દિવસ બાદ આખરે ભાજપના નેતાઓને કળ વળી હોય તેવુ લાગી રહ્યુ છે. એક સાથે ભાજપના નેતાઓ સામે આવ્યા છે અને પોતપોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે. અગ્નિકાંડ પર રાજ્યમંત્રી ભાનુબેન રહી રહીને જાગ્યા. ઘટનાના 7 દિવસ બાદ ભાનુબેન બાબરિયાની પ્રતિક્રિયા આવી ખરી. ભાનુબેન કેમેરા સામે જોઇને રડતા બોલી રહ્યા છે કે ‘જો મારું નામ ખુલશે તો જાહેર જીવન છોડી દઈશ’ ઘટના બની ત્યારે હું બહારગામ હતી. બીજા જ દિવસે મેં સિવિલની મુલાકાત લીધી હતી. ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી. કોઈપણ દોષિતોને છોડવામાં નહીં આવે. જો કે સાગઠિયા વિશે સવાલ પૂછતા ભાનુબેને બોલવાનું ટાળ્યું. ભાનુબેન સાગઠિયા વિશે ખુલીને બોલવાનું ટાળ્યું. SIT દ્વારા કડક કાર્યવાહી કરાશે.

આ પહેલા ગોવિંદ પટેલે પણ સાગઠિયા વિશે બોલવાનું ટાળ્યું હતું. એવુ લાગી રહ્યુ છે આ તમામ વચ્ચે બરાબરની સાંઠગાંઠ ચાલી રહી છે.

પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલના RMCમાં કાર્યકાળ દરમિયાન TRP ગેમ ઝોન ખડકાયો અને મોટો થતો ગયો. આ એજ તમામ લોકો છે જે હવે સામે આવી રહ્યા છે અને પ્રતિક્રિયા આપી જાણેકે બિલ્કુલ નિર્દોષ હોય તેવી વાત કરી રહ્યા છે. પુષ્કર પટેલનું ચોંકાવનારૂ નિવેદન સામે આવ્યુ છે. Trp ગેમ ઝોનનો મામલો મારા ધ્યાનમાં આવેલો નથી, જો મારી ક્યાંય સંડોવણી નીકળે તો જાહેર જીવન છોડવાની તૈયારી સાથે સાથે મારા પર પગલાં પણ લેવાય.

આવી જ વાત કરી હતી રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણીએ

આવી જ વાત કરી હતી રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણીએ તેમણે કહ્યુ કે દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. મારા વિસ્તારના 3 લોકોના મોત થયા છે ત્યાં પણ મારા સાથી અને કોર્પોરેટર પુષ્કર પટેલને મેં મોકલ્યા હતા. હું પંજાબ પ્રભારી તરીકે હતો.ગુજરાત સરકાર અને SIT દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જે પણ કસૂરવાર હોઈ અધિકારી અને પદાધિકારી સામે પગલાં લેવા સરકારની સૂચના છે. કમલેશ મીરાણીએ સ્પષ્ટતા કરી.ક્યાંય મારું નામ સામે આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ.

આ તમામ નેતાઓની સ્પષ્ટતામાં એકવાત ઉડીને આંખે વળગે તેવી 

આ તમામ નેતાઓની સ્પષ્ટતામાં એકવાત ઉડીને આંખે વળગે તેવી હતી અને તે એ કે ક્યાંય મારું નામ સામે આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ કેટલો વિશ્વાસ કે ક્યાંય તેમનું નામ નહી આવે. આ છે આપણું તંત્ર અને આ છે આપણા નેતાઓ.