Surendranagar: આડા સંબંધની જાણ થતા માતાઅને પ્રેમીએધમકી આપતા સગીર પુત્રીએ આપઘાત કર્યો

પતિના હત્યારા સાથે વિધવા મહિલાને પ્રેમ થઈ ગયો હતોસગીરાના પિતરાઈ ભાઈએ ચોટીલા પોલીસમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી માતા અને પ્રેમીએ પુત્રીને ધમકી આપી માર માર્યો હતો ચોટીલાના પાંચવડા ગામે રહેતી વિધવા મહિલાને પતિના હત્યારા સાથે જ પ્રેમ થઈ ગયો હતો. આ બન્નેને મહિલાની સગીર પુત્રી જોઈ ગઈ હતી. આથી માતા અને પ્રેમીએ પુત્રીને ધમકી આપી માર માર્યો હતો. જેમાં સગીરાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા મૃતકના પિતરાઈ ભાઈએ ચોટીલા પોલીસ મથકે મહિલા અને પ્રેમી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. પાંચવડા ગામે રહેતા છનાભાઈ મેટાળીયાનું વર્ષ 2021માં ખુન કરી દેવાયુ હતુ. જેમાં પાંચવડાના જેસા ઉર્ફે ડકો અરજણભાઈ મેટાળીયા સહિતના ભાઈઓએ છનાભાઈની હત્યા કરી હતી. જેલવાસ ભોગવ્યા બાદ અઢી માસ પહેલા જેસો જેલમાંથી છુટયો હતો. ત્યારે છનાભાઈની પત્ની ભાવુબેન છનાભાઈ મેટાળીયાને જેસાભાઈ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. થોડા દિવસ પહેલા ભાવુબેનની દીકરી હેતલ ઉર્ફે મીત્તલને માતા અને તેના પ્રેમી જેસો મળતા હોવાની જાણ થઈ હતી. જેમાં બન્નેએ હેતલને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ દરમીયાન જેસાએ ભાવુબેનને એક મોબાઈલ વાત-ચીત કરવા માટે આપ્યો હતો. આ મોબાઈલ 16 વર્ષ 29 દિવસની હેતલના હાથમાં આવતા તેણે મોબાઈલ લઈ તેના ભાઈ જયદીપને આપ્યો હતો. પરંતુ માતા ભાવુબેને આ મોબાઈલ જયદીપ પાસેથી લઈ લીધો હતો. અને કયાંક ચાલ્યા ગયા હતા. આ અંગે જાણ થતા પરીવારજનો તેઓને શોધતા હતા. ત્યારે તેઓના જુના ઘરે ભાવુબેન હેતલને મળી જતા ભાવુબેને ઢીકાપાટુનો માર મારી ગળુ દબાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેમાં હેતલબેને મકાનના ઉપરના માળે લાકડા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.  આ બનાવ અંગે મૃતક સગીરાના પિતરાઈ ભાઈ ભાવેશ વિનોદભાઈ મેટાળીયાએ તેના કાકી ભાવુબેન છનાભાઈ મેટાળીયા અને તેના પ્રેમી જેસો ઉર્ફે ડકો અરજણભાઈ મેટાળીયા સામે ચોટીલા પોલીસ મથકે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીઆઈ આર.એમ.સંઘાડા ચલાવી રહ્યા છે.

Surendranagar: આડા સંબંધની જાણ થતા માતાઅને પ્રેમીએધમકી આપતા સગીર પુત્રીએ આપઘાત કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પતિના હત્યારા સાથે વિધવા મહિલાને પ્રેમ થઈ ગયો હતો
  • સગીરાના પિતરાઈ ભાઈએ ચોટીલા પોલીસમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી
  • માતા અને પ્રેમીએ પુત્રીને ધમકી આપી માર માર્યો હતો

ચોટીલાના પાંચવડા ગામે રહેતી વિધવા મહિલાને પતિના હત્યારા સાથે જ પ્રેમ થઈ ગયો હતો. આ બન્નેને મહિલાની સગીર પુત્રી જોઈ ગઈ હતી. આથી માતા અને પ્રેમીએ પુત્રીને ધમકી આપી માર માર્યો હતો. જેમાં સગીરાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા મૃતકના પિતરાઈ ભાઈએ ચોટીલા પોલીસ મથકે મહિલા અને પ્રેમી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.

પાંચવડા ગામે રહેતા છનાભાઈ મેટાળીયાનું વર્ષ 2021માં ખુન કરી દેવાયુ હતુ. જેમાં પાંચવડાના જેસા ઉર્ફે ડકો અરજણભાઈ મેટાળીયા સહિતના ભાઈઓએ છનાભાઈની હત્યા કરી હતી. જેલવાસ ભોગવ્યા બાદ અઢી માસ પહેલા જેસો જેલમાંથી છુટયો હતો. ત્યારે છનાભાઈની પત્ની ભાવુબેન છનાભાઈ મેટાળીયાને જેસાભાઈ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. થોડા દિવસ પહેલા ભાવુબેનની દીકરી હેતલ ઉર્ફે મીત્તલને માતા અને તેના પ્રેમી જેસો મળતા હોવાની જાણ થઈ હતી. જેમાં બન્નેએ હેતલને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ દરમીયાન જેસાએ ભાવુબેનને એક મોબાઈલ વાત-ચીત કરવા માટે આપ્યો હતો. આ મોબાઈલ 16 વર્ષ 29 દિવસની હેતલના હાથમાં આવતા તેણે મોબાઈલ લઈ તેના ભાઈ જયદીપને આપ્યો હતો. પરંતુ માતા ભાવુબેને આ મોબાઈલ જયદીપ પાસેથી લઈ લીધો હતો. અને કયાંક ચાલ્યા ગયા હતા. આ અંગે જાણ થતા પરીવારજનો તેઓને શોધતા હતા. ત્યારે તેઓના જુના ઘરે ભાવુબેન હેતલને મળી જતા ભાવુબેને ઢીકાપાટુનો માર મારી ગળુ દબાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેમાં હેતલબેને મકાનના ઉપરના માળે લાકડા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

 આ બનાવ અંગે મૃતક સગીરાના પિતરાઈ ભાઈ ભાવેશ વિનોદભાઈ મેટાળીયાએ તેના કાકી ભાવુબેન છનાભાઈ મેટાળીયા અને તેના પ્રેમી જેસો ઉર્ફે ડકો અરજણભાઈ મેટાળીયા સામે ચોટીલા પોલીસ મથકે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીઆઈ આર.એમ.સંઘાડા ચલાવી રહ્યા છે.