Vadodaraના શિનોરમાં વૃક્ષ ધરાશાયી થતા DP સહિત 3 વીજપોલ તૂટ્યા,તંત્ર લાગ્યુ કામે

વડોદરાના શિનોરની આસપાસ વીજ પુરવઠો ખોરવાયો સુરાશામળ, દિવેર, મિઢોળમાં વીજ પુરવઠો ખોરવાયો વીજ પુરવઠો પૂર્વવત કરવા વીજ વિભાગની કામગીરી શિનોરના સુરાશામળ ગામે મહાકાય વડનું વૃક્ષ ધરાસાઈ થતા ડીપી સહિત 3 સિમેન્ટ વીજપોલ તૂટી પડતા ગામમાં વીજળી ગુલ થઈ જવાની ઘટના બની છે. સુરાશામળ, દિવેર, મિઢોળ ગામો વીજ પુરવઠાથી વંચિત બન્યા છે,તો તંત્ર દ્રારા વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી શરૂ કરાઈ છે. GEB લાગ્યુ કામે ગઈકાલે વડોદરા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો પવન ફૂંકાતા સુરાશામળ ગામે જૂની આંગણવાજી કમ્પાઉન્ડમાં આવેલો વડલો પડી જતા તેની પરથી પસાર થઈ રહેલો વીજ પુરવઠો ખોરવાયો હતો,તો ઘટનાની જાણ થતાની સાથે જ જીઈબીનો સ્ટાફ ઘટના સ્થળે આવી વીજ પુરવઠાને પૂર્વવત કરવાની કામગીરી હાથધરી હતી. ગઈકાલે વડોદરાના વાસણા રોડ પર વીજપુરવઠો ખોરવાયો હતો વડોદરા શહેરના વાસણા રોડ વિસ્તારમાં આવેલા જેટકોના 66 કેવીના સબ સ્ટેશનના બસ કપલરમાં લાગેલી આગના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો અને આ વિસ્તારના લગભગ એક લાખ લોકો કલાકો સુધી વીજ પુરવઠા વગર કાળઝાળ ગરમીમાં હેરાન પરેશાન થયા હતા.ગઈકાલે સાંજે સાત વાગ્યે જેટકોના સબ સ્ટેશનમાં ધડાકા સાથે આગ લાગી હતી અને તેના કારણે વાસણા રોડ વિસ્તારના આઠ જેટલા વીજ ફીડરો પરના 40000 જેટલા ઘરો,દુકાનો અને શો રુમોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.અસહ્ય ઉકળાટ વચ્ચે નોકરી ધંધેથી પરત આવેલા લોકોને ભારે હેરાન થવુ પડયુ હતુ.વડોદરાની સનફાર્મા સોસાયટીમાં વીજ પુરવટો ખોરવાયો હતોવડોદરાના સનફાર્મા રોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.વારંવાર વીજ પુરવઠો ખોરવાતા રહીશો રોષે ભરાયા હતા.રોષે ભરાયેલા રહીશો મોડી રાત્રીના વાસણા સબ ડિવિઝન ખાતે પહોંચ્યા હતા.વીજ કર્મચારીઓનો ઘેરાવો કરી હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.યોગ્ય જવાબ ન મળતા રોષે ભરાયેલા રહીશો ધારાસભ્યના ઘરે પહોંચ્યા હતા.

Vadodaraના શિનોરમાં વૃક્ષ ધરાશાયી થતા DP સહિત 3 વીજપોલ તૂટ્યા,તંત્ર લાગ્યુ કામે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વડોદરાના શિનોરની આસપાસ વીજ પુરવઠો ખોરવાયો
  • સુરાશામળ, દિવેર, મિઢોળમાં વીજ પુરવઠો ખોરવાયો
  • વીજ પુરવઠો પૂર્વવત કરવા વીજ વિભાગની કામગીરી

શિનોરના સુરાશામળ ગામે મહાકાય વડનું વૃક્ષ ધરાસાઈ થતા ડીપી સહિત 3 સિમેન્ટ વીજપોલ તૂટી પડતા ગામમાં વીજળી ગુલ થઈ જવાની ઘટના બની છે. સુરાશામળ, દિવેર, મિઢોળ ગામો વીજ પુરવઠાથી વંચિત બન્યા છે,તો તંત્ર દ્રારા વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી શરૂ કરાઈ છે.

GEB લાગ્યુ કામે

ગઈકાલે વડોદરા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો પવન ફૂંકાતા સુરાશામળ ગામે જૂની આંગણવાજી કમ્પાઉન્ડમાં આવેલો વડલો પડી જતા તેની પરથી પસાર થઈ રહેલો વીજ પુરવઠો ખોરવાયો હતો,તો ઘટનાની જાણ થતાની સાથે જ જીઈબીનો સ્ટાફ ઘટના સ્થળે આવી વીજ પુરવઠાને પૂર્વવત કરવાની કામગીરી હાથધરી હતી.


ગઈકાલે વડોદરાના વાસણા રોડ પર વીજપુરવઠો ખોરવાયો હતો

વડોદરા શહેરના વાસણા રોડ વિસ્તારમાં આવેલા જેટકોના 66 કેવીના સબ સ્ટેશનના બસ કપલરમાં લાગેલી આગના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો અને આ વિસ્તારના લગભગ એક લાખ લોકો કલાકો સુધી વીજ પુરવઠા વગર કાળઝાળ ગરમીમાં હેરાન પરેશાન થયા હતા.ગઈકાલે સાંજે સાત વાગ્યે જેટકોના સબ સ્ટેશનમાં ધડાકા સાથે આગ લાગી હતી અને તેના કારણે વાસણા રોડ વિસ્તારના આઠ જેટલા વીજ ફીડરો પરના 40000 જેટલા ઘરો,દુકાનો અને શો રુમોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.અસહ્ય ઉકળાટ વચ્ચે નોકરી ધંધેથી પરત આવેલા લોકોને ભારે હેરાન થવુ પડયુ હતુ.

વડોદરાની સનફાર્મા સોસાયટીમાં વીજ પુરવટો ખોરવાયો હતો

વડોદરાના સનફાર્મા રોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.વારંવાર વીજ પુરવઠો ખોરવાતા રહીશો રોષે ભરાયા હતા.રોષે ભરાયેલા રહીશો મોડી રાત્રીના વાસણા સબ ડિવિઝન ખાતે પહોંચ્યા હતા.વીજ કર્મચારીઓનો ઘેરાવો કરી હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.યોગ્ય જવાબ ન મળતા રોષે ભરાયેલા રહીશો ધારાસભ્યના ઘરે પહોંચ્યા હતા.