Surat News: લો બોલો હવે ટ્રેનમાં કેરીના બોક્સની હેરાફેરી

જયપુર-બાંદ્રાના ટ્રેનના AC કોચમાં કેરીના બોક્સ કેરીના તમામ બોક્સ અધિકારીઓના નામે હતા જયપુર સુપરફાસ્ટમાં કેરીના બોક્સ ગેરકાયદે લોડ કરાયાટ્રેનમાં કેરીના ગેરકાયદે પાર્સલ મોકલાઈ રહ્યા છે. સુરત સ્ટેશનના એક કિસ્સાએ રેલવે અધિકારીઓને ચોંકાવી દીધા છે. આ 64 બોક્સ વરિષ્ઠ અધિકારીઓના નામે લઈ જવાતા હતા. જો કે, બોક્સ કોના નામે ચડાવાયા તેની અધિકારીઓને જાણ ન હતી. રેલવે સ્ટેશનમાં દરોડો પડાતાં એટેન્ડન્ટનો ભાંડો ફૂટ્યો. સિનિયર ડીઈઈ-કોટાના નામે બી- 1 કોચમાં 28 બોક્સ હતા. સિનિયર સેક્શન એન્જિનિયર- સુરતના નામે 10 બોક્સ હતા જ્યારે એલપીઓ વિભાગના નામે 10 બોક્સ હતા. કેરીના તમામ બોક્સ પર અધિકારીઓના નામ પણ લખ્યાં હતા. જયપુર સુપરફાસ્ટમાં આવા બોક્સ ગેરકાયદે લોડ કરાયા હતા. હવે એટેન્ડન્ટ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરાશે અધિકારીઓ અજાણ હતા સુરત સ્ટેશન પર તપાસ કરતાં ઘણા આવા બોક્સ મળ્યા જેના પર અધિકારીઓના નામ હતા. પણ અધિકારીઓ અજાણ હતા. અમે તમામ બોક્સ જપ્ત કરી કાર્યવાહી શરૂ કરી છે. કોના નામે કેટલા બોક્સ? અધિકારીઓના નામે મુંબઈ સેન્ટ્રલ જયપુર સુપરફાસ્ટમાં એટેન્ડન્ટો કેરીના 64 બોક્સ ગેરકાયદે લઈ જતા હતા, જેને જપ્ત કરીને હરાજી કરી હતી. હવે એટેન્ડન્ટ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરાશે. હાલ વલસાડ, વાપી, સુરત, મુંબઈમાં રહેતા લોકો મોટા પાયે કેરીના પાર્સલ સગા-સંબંધીઓને ટ્રેન મારફતે મોકલી રહ્યા છે, જેથી તકનો લાભ ઉઠાવીને લાંબા અંતરની ટ્રેનોમાં આ વેપલો શરૂ થયો છે. જયપુર સુપરફાસ્ટમાં આવા બોક્સ ગેરકાયદે લોડ કરાયા હતા સુરતના અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે મોડી રાત્રે જયપુર સુપરફાસ્ટમાં આવા બોક્સ ગેરકાયદે લોડ કરાયા હતા. ગુપ્ત માહિતીના આધારે ટ્રેન સુરત પહોંચતા જ વિવિધ કોચમાં દરોડા પાડીને 50થી વધુ બોક્સ જપ્ત કરાયા હતા. નવાઈની વાત એ છે કે તમામ બોક્સ પર રેલવે અધિકારીઓના હોદ્દા અને નામ લખેલા હતા, જેથી કોઈને એટેન્ડન્ટ પર શંકા ન જાય.

Surat News: લો બોલો હવે ટ્રેનમાં કેરીના બોક્સની હેરાફેરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જયપુર-બાંદ્રાના ટ્રેનના AC કોચમાં કેરીના બોક્સ
  • કેરીના તમામ બોક્સ અધિકારીઓના નામે હતા
  • જયપુર સુપરફાસ્ટમાં કેરીના બોક્સ ગેરકાયદે લોડ કરાયા

ટ્રેનમાં કેરીના ગેરકાયદે પાર્સલ મોકલાઈ રહ્યા છે. સુરત સ્ટેશનના એક કિસ્સાએ રેલવે અધિકારીઓને ચોંકાવી દીધા છે. આ 64 બોક્સ વરિષ્ઠ અધિકારીઓના નામે લઈ જવાતા હતા. જો કે, બોક્સ કોના નામે ચડાવાયા તેની અધિકારીઓને જાણ ન હતી. રેલવે સ્ટેશનમાં દરોડો પડાતાં એટેન્ડન્ટનો ભાંડો ફૂટ્યો. સિનિયર ડીઈઈ-કોટાના નામે બી- 1 કોચમાં 28 બોક્સ હતા.

સિનિયર સેક્શન એન્જિનિયર- સુરતના નામે 10 બોક્સ હતા જ્યારે એલપીઓ વિભાગના નામે 10 બોક્સ હતા. કેરીના તમામ બોક્સ પર અધિકારીઓના નામ પણ લખ્યાં હતા. જયપુર સુપરફાસ્ટમાં આવા બોક્સ ગેરકાયદે લોડ કરાયા હતા. હવે એટેન્ડન્ટ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરાશે

અધિકારીઓ અજાણ હતા

સુરત સ્ટેશન પર તપાસ કરતાં ઘણા આવા બોક્સ મળ્યા જેના પર અધિકારીઓના નામ હતા. પણ અધિકારીઓ અજાણ હતા. અમે તમામ બોક્સ જપ્ત કરી કાર્યવાહી શરૂ કરી છે.

કોના નામે કેટલા બોક્સ?

અધિકારીઓના નામે મુંબઈ સેન્ટ્રલ જયપુર સુપરફાસ્ટમાં એટેન્ડન્ટો કેરીના 64 બોક્સ ગેરકાયદે લઈ જતા હતા, જેને જપ્ત કરીને હરાજી કરી હતી. હવે એટેન્ડન્ટ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરાશે. હાલ વલસાડ, વાપી, સુરત, મુંબઈમાં રહેતા લોકો મોટા પાયે કેરીના પાર્સલ સગા-સંબંધીઓને ટ્રેન મારફતે મોકલી રહ્યા છે, જેથી તકનો લાભ ઉઠાવીને લાંબા અંતરની ટ્રેનોમાં આ વેપલો શરૂ થયો છે.

 જયપુર સુપરફાસ્ટમાં આવા બોક્સ ગેરકાયદે લોડ કરાયા હતા

સુરતના અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે મોડી રાત્રે જયપુર સુપરફાસ્ટમાં આવા બોક્સ ગેરકાયદે લોડ કરાયા હતા. ગુપ્ત માહિતીના આધારે ટ્રેન સુરત પહોંચતા જ વિવિધ કોચમાં દરોડા પાડીને 50થી વધુ બોક્સ જપ્ત કરાયા હતા. નવાઈની વાત એ છે કે તમામ બોક્સ પર રેલવે અધિકારીઓના હોદ્દા અને નામ લખેલા હતા, જેથી કોઈને એટેન્ડન્ટ પર શંકા ન જાય.