Morbi News : મચ્છુ નદીમાં 7 યુવાનો નહાવા પડયા હતા, 3 ડૂબ્યા

સદુલકા ગામ પાસે નદીમાં યુવાનો ડૂબ્યા મોરબી ફાયર વિભાગે વધુ યુવાનોની શોધખોળ હાથધરી ડૂબેલા યુવાનો રોટરી નગરના હોવાનું બહાર આવ્યું ગુજરાતમાં કાળઝાળ ગરમી છે,અને ગરમીથી બચવા શહેરીજનો અલગ-અલગ રીતે ઠંડક મેળવવા સહારો લેતા હોય છે,મોરબીની મચ્છુ નદીમાં કુલ 7 બાળકો નહાવા માટે પડયા હતા,જેમાંથી 3 બાળકો પાણીમાં ડૂબતા હાહાકાર મચી ગયો હતો,સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તેમજ ફાયરવિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતુ.સદુલકા ગામ પાસે નદીમાં યુવાનો ડૂબ્યા. ફાયરવિભાગે નદીમાં શોધખોળ શરૂ કરી મોરબીની મચ્છુ નદીમાં 3 યુવાનો ડૂબ્યા હોવાનો પ્રાથમિક કોલ ફાયર વિભાગને મળતા ફાયર વિભાગ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયુ હતુ,અને વધુ તપાસ હાથધરી હતી.મચ્છુ 3 ડેમ હેઠવાસમાં સદુલકા ગામ પાસે નદીમાં યુવાનો ડૂબ્યા છે.ડૂબેલા યુવાનો રોટરી નગરના હોવાનું બહાર આવ્યું છે.પરમાર ચિરાગ,ભંખોડિયા ધર્મેશ,ભંખોદિયા ગૌરવ આ ત્રણ યુવાનોના હાલમાં કોઈ અતોપતો મળ્યો નથી. ગઈકાલે પોઈચા પાસે ડૂબવાની ઘટના બની સુરતમાં રહેતા 8 પ્રવાસીઓ પોઇચા ખાતે ફરવા આવ્યા હતા. અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ નદીમાં નહાવા પડતા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ડૂબતા પ્રવાસીઓની બચાવોની બૂમો સાંભળતા જ સ્થાનિક નાવિકો તેમને બચાવવા માટે પાણીમાં કૂદી પડયા હતા. જેમાં કુલ 8 પ્રવાસીઓમાં 3 નાનાં બાળકો હતાં. સ્થાનિકોએ 1 યુવાનને ડૂબતા બચાવ્યો હતો.એકનો મૃતદેહ મળ્યો છે,તો અન્ય 6 લોકોના મૃતદેહ શોધવાની કામગીરી શરૂ છે.

Morbi News : મચ્છુ નદીમાં 7 યુવાનો નહાવા પડયા હતા, 3 ડૂબ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સદુલકા ગામ પાસે નદીમાં યુવાનો ડૂબ્યા
  • મોરબી ફાયર વિભાગે વધુ યુવાનોની શોધખોળ હાથધરી
  • ડૂબેલા યુવાનો રોટરી નગરના હોવાનું બહાર આવ્યું

ગુજરાતમાં કાળઝાળ ગરમી છે,અને ગરમીથી બચવા શહેરીજનો અલગ-અલગ રીતે ઠંડક મેળવવા સહારો લેતા હોય છે,મોરબીની મચ્છુ નદીમાં કુલ 7 બાળકો નહાવા માટે પડયા હતા,જેમાંથી 3 બાળકો પાણીમાં ડૂબતા હાહાકાર મચી ગયો હતો,સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તેમજ ફાયરવિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતુ.સદુલકા ગામ પાસે નદીમાં યુવાનો ડૂબ્યા.

ફાયરવિભાગે નદીમાં શોધખોળ શરૂ કરી

મોરબીની મચ્છુ નદીમાં 3 યુવાનો ડૂબ્યા હોવાનો પ્રાથમિક કોલ ફાયર વિભાગને મળતા ફાયર વિભાગ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયુ હતુ,અને વધુ તપાસ હાથધરી હતી.મચ્છુ 3 ડેમ હેઠવાસમાં સદુલકા ગામ પાસે નદીમાં યુવાનો ડૂબ્યા છે.ડૂબેલા યુવાનો રોટરી નગરના હોવાનું બહાર આવ્યું છે.પરમાર ચિરાગ,ભંખોડિયા ધર્મેશ,ભંખોદિયા ગૌરવ આ ત્રણ યુવાનોના હાલમાં કોઈ અતોપતો મળ્યો નથી.


ગઈકાલે પોઈચા પાસે ડૂબવાની ઘટના બની

સુરતમાં રહેતા 8 પ્રવાસીઓ પોઇચા ખાતે ફરવા આવ્યા હતા. અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ નદીમાં નહાવા પડતા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ડૂબતા પ્રવાસીઓની બચાવોની બૂમો સાંભળતા જ સ્થાનિક નાવિકો તેમને બચાવવા માટે પાણીમાં કૂદી પડયા હતા. જેમાં કુલ 8 પ્રવાસીઓમાં 3 નાનાં બાળકો હતાં. સ્થાનિકોએ 1 યુવાનને ડૂબતા બચાવ્યો હતો.એકનો મૃતદેહ મળ્યો છે,તો અન્ય 6 લોકોના મૃતદેહ શોધવાની કામગીરી શરૂ છે.