Surendranagar: વેલાળા સીમમાં ખનીજ ચોરી સમયે ભેખડ ધસી પડવાથી 1 શ્રમિકનું મોત

બંધ કૂવામાં સમારકામ સમયે માટી ધસી પડવાથી દુર્ઘટના સર્જાઇઘટનામાં બે ઈજાગ્રસ્ત સારવાર તળે : ખનીજ અધિકારી સાથે પોલીસે તપાસ આદરી ખનીજ ચોરી કરવાના ઇરાદે કામ કરતા સમયે માટી ધસી પડતા દુર્ઘટના સર્જાઇ હતી થાનગઢ તાલુકાના વેલાળા ગામની સીમમાં અગાઉ ખનીજચોરી બંધ કરેલા ઉંડા કુવામાંથી ગેરકાયદેસર ખનીજચોરી કરવા માટે ખોદકામ કરી સમારકામ સમયે ભેખડ ધસી પડવાથી મધ્યપ્રદેશના એક શ્રમિકનું મોત અને બેને ઇજા થતા વાંકાનેર સારવાર હેઠળ ખસેડાયા છે. જ્યારે ડીવાયએસપી અને ખનીજની ટીમ વેલાળા-જામવાડીની સીમમાં તપાસ કરવા પહોંચી ગઇ હતી.  વેલાળા ગામની સીમમાં બંધ કુવામાંથી માટી કાઢી સમારકામ કરી ખનીજ ચોરી કરવાના ઇરાદે કામ કરતા સમયે માટી ધસી પડતા દુર્ઘટના સર્જાઇ હતી. આ સમયે કામ કરતા નરેશ નિર્ભયભાઇ મુળ જામ્બુઆના શ્રામીક સહિત ત્રણને ગંભીર ઇજા થઇ હતી. આ દુર્ઘટના સમયે નરેશભાઇનું મોત થયુ હતુ. જ્યારે બાકીના બે શ્રામીકોને ઇજા થતા ત્યાંથી વાંકાનેર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.આ ગંભીર ઘટનાની જાણ થતાની સાથે જ ખાણ ખનીજ અધિકારી નિરવ બારોટ, ડીવાયએસપી વિશાલ રબારી, ડેપ્યુટી કલેકટર કલ્પેશ શર્મા, મામલતદાર અને થાનગઢ પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે પહોચી ગઇ હતી. ખનીજ ચોરી બંધ હોવા છતાંય સમારકામ સમયે ભેખડ ધસી પડતા કેવી રીતે દુર્ઘટના સર્જાઇ અને ખનીજ ચોરી કોના ઇશારે શરૂ કરાઇ હતી. આ બાબતની થાનગઢ પોલીસ તપાસ ચલાવી રહી છે. લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવેલ કે વેલાળાની સીમમાં જુના કુવામાંથી ખનીજ ચોરી સમયે ભેખડ ધસી પડવાની ઘટના અને જામવાડી વિસ્તારમાં પણ ખનીજ ચોરીની ઘટના સામે આવતા જિલ્લા ખાણખનીજ અધિકારી સહિતની ટીમ સાથે સ્થળ ઉપર તપાસ કરી રહયા છીએ.

Surendranagar: વેલાળા સીમમાં ખનીજ ચોરી સમયે ભેખડ ધસી પડવાથી 1 શ્રમિકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બંધ કૂવામાં સમારકામ સમયે માટી ધસી પડવાથી દુર્ઘટના સર્જાઇ
  • ઘટનામાં બે ઈજાગ્રસ્ત સારવાર તળે : ખનીજ અધિકારી સાથે પોલીસે તપાસ આદરી
  • ખનીજ ચોરી કરવાના ઇરાદે કામ કરતા સમયે માટી ધસી પડતા દુર્ઘટના સર્જાઇ હતી

થાનગઢ તાલુકાના વેલાળા ગામની સીમમાં અગાઉ ખનીજચોરી બંધ કરેલા ઉંડા કુવામાંથી ગેરકાયદેસર ખનીજચોરી કરવા માટે ખોદકામ કરી સમારકામ સમયે ભેખડ ધસી પડવાથી મધ્યપ્રદેશના એક શ્રમિકનું મોત અને બેને ઇજા થતા વાંકાનેર સારવાર હેઠળ ખસેડાયા છે. જ્યારે ડીવાયએસપી અને ખનીજની ટીમ વેલાળા-જામવાડીની સીમમાં તપાસ કરવા પહોંચી ગઇ હતી.

 વેલાળા ગામની સીમમાં બંધ કુવામાંથી માટી કાઢી સમારકામ કરી ખનીજ ચોરી કરવાના ઇરાદે કામ કરતા સમયે માટી ધસી પડતા દુર્ઘટના સર્જાઇ હતી. આ સમયે કામ કરતા નરેશ નિર્ભયભાઇ મુળ જામ્બુઆના શ્રામીક સહિત ત્રણને ગંભીર ઇજા થઇ હતી. આ દુર્ઘટના સમયે નરેશભાઇનું મોત થયુ હતુ. જ્યારે બાકીના બે શ્રામીકોને ઇજા થતા ત્યાંથી વાંકાનેર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.આ ગંભીર ઘટનાની જાણ થતાની સાથે જ ખાણ ખનીજ અધિકારી નિરવ બારોટ, ડીવાયએસપી વિશાલ રબારી, ડેપ્યુટી કલેકટર કલ્પેશ શર્મા, મામલતદાર અને થાનગઢ પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે પહોચી ગઇ હતી. ખનીજ ચોરી બંધ હોવા છતાંય સમારકામ સમયે ભેખડ ધસી પડતા કેવી રીતે દુર્ઘટના સર્જાઇ અને ખનીજ ચોરી કોના ઇશારે શરૂ કરાઇ હતી. આ બાબતની થાનગઢ પોલીસ તપાસ ચલાવી રહી છે. લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવેલ કે વેલાળાની સીમમાં જુના કુવામાંથી ખનીજ ચોરી સમયે ભેખડ ધસી પડવાની ઘટના અને જામવાડી વિસ્તારમાં પણ ખનીજ ચોરીની ઘટના સામે આવતા જિલ્લા ખાણખનીજ અધિકારી સહિતની ટીમ સાથે સ્થળ ઉપર તપાસ કરી રહયા છીએ.