અમદાવાદમાં ટ્રાન્સપોર્ટની આડમાં દારૂની હેરાફેરીનું નેટવર્ક ઝડપાયું

અમદાવાદના ગોમતીપુરમાં PCBના દરોડા PCBએ દારૂ સપ્લાય કરતું ગોડાઉન ઝડપ્યું દિલ્હીથી ગોમતીપુર લવાયો હતો દારૂનો જથ્થો લોકસભાની ચૂંટણી નજીક આવતાં જ દારૂની હેરાફેરી પણ શરૂ થઈ છે. જેમાં અમદાવાદમાં PCB ને મોટી સફળતા મળી છે. અમદાવાદમાં PCBએ ગોમતીપુર વિસ્તારમાંથી વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલો ઝડપી પાડી છે. આ બોટલોની હેરાફેરી કરનારા ત્રણ આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાથી તેમને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. આ અંગેની માહિતી અનુસાર, PCB ના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન બાતમી મળી હતી કે, ગોમતીપુર કાળીદાસ મીલની અંદર ક્રિયા શક્તિ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં દિલ્લીથી શિવ મોર્ટસ ઓટો પાર્ટના પુઠાના બોક્સમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો આવ્યો છે. એટલું જ નહીં આ જથ્થો અમદાવાદ શહેર નવરંગપુરા જયદીપ મોર્ટસ ખાતે તેમજ બરોડા ખાતે મોકલવા માટેનું બુકિંગ કરાવેલ છે. આ બાતમીના આધારે પોલીસે મીલમાં રેડ કરતાં ત્યાંથી વિદેશીદારૂની બ્રાન્ડેડ બોટલો નંગ 272નો મુદ્દામાલ પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરી છે. આ દારૂની હેરાફેરી કરતાં શિવ મોટર્સનો સંચાલક, જયદીપ મોટર્સ તેમજ ક્રિષ્નાશ્રેય ઓટોમોબાઈલ વડોદરાના માણસને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. પોલીસે આ રેડ દરમિયાન 3.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. શહેરના આ જ વિસ્તારમાં અગાઉ રાયોટિંગ જેવા બનાવો પણ બન્યા હતા અને સ્થાનિક પીઆઇ નિષ્ક્રિય હોવાની ચર્ચા વહેતી થઈ હતી. અગાઉ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પણ રાયોટિંગનો બનાવ બન્યો અને સ્થાનિક પોલીસ અધિકારીની કામગીરી હજુ પણ ચર્ચામાં છે, ત્યારે આગામી સમયમાં નિષ્ક્રિય પોલીસ અધિકારીની બદલી આવે તો નવાઈ નહીં કારણ કે હાલના પોલીસ કમિશનર કાર્યવાહી કરી શકે છે. 

અમદાવાદમાં ટ્રાન્સપોર્ટની આડમાં દારૂની હેરાફેરીનું નેટવર્ક ઝડપાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદના ગોમતીપુરમાં PCBના દરોડા
  • PCBએ દારૂ સપ્લાય કરતું ગોડાઉન ઝડપ્યું
  • દિલ્હીથી ગોમતીપુર લવાયો હતો દારૂનો જથ્થો

લોકસભાની ચૂંટણી નજીક આવતાં જ દારૂની હેરાફેરી પણ શરૂ થઈ છે. જેમાં અમદાવાદમાં PCB ને મોટી સફળતા મળી છે. અમદાવાદમાં PCBએ ગોમતીપુર વિસ્તારમાંથી વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલો ઝડપી પાડી છે. આ બોટલોની હેરાફેરી કરનારા ત્રણ આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાથી તેમને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.

આ અંગેની માહિતી અનુસાર, PCB ના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન બાતમી મળી હતી કે, ગોમતીપુર કાળીદાસ મીલની અંદર ક્રિયા શક્તિ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં દિલ્લીથી શિવ મોર્ટસ ઓટો પાર્ટના પુઠાના બોક્સમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો આવ્યો છે.


એટલું જ નહીં આ જથ્થો અમદાવાદ શહેર નવરંગપુરા જયદીપ મોર્ટસ ખાતે તેમજ બરોડા ખાતે મોકલવા માટેનું બુકિંગ કરાવેલ છે. આ બાતમીના આધારે પોલીસે મીલમાં રેડ કરતાં ત્યાંથી વિદેશીદારૂની બ્રાન્ડેડ બોટલો નંગ 272નો મુદ્દામાલ પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ દારૂની હેરાફેરી કરતાં શિવ મોટર્સનો સંચાલક, જયદીપ મોટર્સ તેમજ ક્રિષ્નાશ્રેય ઓટોમોબાઈલ વડોદરાના માણસને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. પોલીસે આ રેડ દરમિયાન 3.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. શહેરના આ જ વિસ્તારમાં અગાઉ રાયોટિંગ જેવા બનાવો પણ બન્યા હતા અને સ્થાનિક પીઆઇ નિષ્ક્રિય હોવાની ચર્ચા વહેતી થઈ હતી.

અગાઉ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પણ રાયોટિંગનો બનાવ બન્યો અને સ્થાનિક પોલીસ અધિકારીની કામગીરી હજુ પણ ચર્ચામાં છે, ત્યારે આગામી સમયમાં નિષ્ક્રિય પોલીસ અધિકારીની બદલી આવે તો નવાઈ નહીં કારણ કે હાલના પોલીસ કમિશનર કાર્યવાહી કરી શકે છે.