Action Against Duplicate: કૃષિવિભાગ દ્વારા રાજ્યભરમાં તપાસ, 483 નોટિસો અપાઈ

કૃષિ વિભાગની કૃષિ વિભાગની 19 ટીમો દ્વારા તપાસ કરીને નોટિસો અપાઈ59 ઉત્પાદકો, 848 બિયારણ, 547 ખાતર, 750 દવા વિતરકોને ત્યાં તપાસ કૃષિ વિભાગની ટીમે 711 નમૂના લીધા, 6.15 કરોડોનો જથ્થો અટકાવ્યો છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં જુદા જુદા કિસ્સાઓમાં નકલી અને સુપલીકેટ બિયારણ અને ખાતરનો જથ્થો ઝડપાઇ આવ્યો છે. જેને લઈને કૃષિ વિભાગ સક્રિય થઈ ગયું છે અને હવે રાજ્યભરમાં તપાસ તેજ કરી દીધી છે. કૃષિ વિભાગની રાજ્યકક્ષાની 19 ટીમો દ્વારા 2 દિવસ દરમિયાન બિયારણ અને ખાતરને લઈને તપાસ તેજ કરી દીધી છે. મળતી માહિતી મુજબ, કૃષિ વિભાગ દ્વારા રાજ્યભરમાં કરવામાં આવેલ તપાસ દરમિયાન 483 નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે. તો નકલી બિયારણ, ખાતર અને દવાનો 6.15 કરોડની કિંમતનો જથ્થો બજારમાં આવતા અટકાવ્યો છે. કૃષિ વિભાગની ટીમો દ્વારા 59 ઉત્પાદકો, 848 બિયારણ, 547 ખાતર અને 750 દવાના વિતરકોના ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ તરમિયાં કૃષિ વિભાગની ટીમ દ્વારા 711 નમૂનો લેવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવેલ તપાસમાં કપાસના 324 નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી 116 નમૂના શંકાસ્પદ જીનેટીકલી મેડિફાઈડ અને અનઅધિકૃત કપાસ તરીકે લેવામાં આવ્યા છે. તો કૃષિ વિભાગ દ્વારા નકલી બિયારણનો 1.39 લાખ કિલોગ્રામ, ખાતરનો 175 મેટ્રિક ટન અને 1,320 કિલોગ્રામ જથ્થો અટકાવાયો છે. વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં 24 નમૂના પૈકી 19 નમૂના શંકાસ્પદ જણાયા હતા.

Action Against Duplicate: કૃષિવિભાગ દ્વારા રાજ્યભરમાં તપાસ, 483 નોટિસો અપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કૃષિ વિભાગની કૃષિ વિભાગની 19 ટીમો દ્વારા તપાસ કરીને નોટિસો અપાઈ
  • 59 ઉત્પાદકો, 848 બિયારણ, 547 ખાતર, 750 દવા વિતરકોને ત્યાં તપાસ
  • કૃષિ વિભાગની ટીમે 711 નમૂના લીધા, 6.15 કરોડોનો જથ્થો અટકાવ્યો

છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં જુદા જુદા કિસ્સાઓમાં નકલી અને સુપલીકેટ બિયારણ અને ખાતરનો જથ્થો ઝડપાઇ આવ્યો છે. જેને લઈને કૃષિ વિભાગ સક્રિય થઈ ગયું છે અને હવે રાજ્યભરમાં તપાસ તેજ કરી દીધી છે. કૃષિ વિભાગની રાજ્યકક્ષાની 19 ટીમો દ્વારા 2 દિવસ દરમિયાન બિયારણ અને ખાતરને લઈને તપાસ તેજ કરી દીધી છે.

મળતી માહિતી મુજબ, કૃષિ વિભાગ દ્વારા રાજ્યભરમાં કરવામાં આવેલ તપાસ દરમિયાન 483 નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે. તો નકલી બિયારણ, ખાતર અને દવાનો 6.15 કરોડની કિંમતનો જથ્થો બજારમાં આવતા અટકાવ્યો છે. કૃષિ વિભાગની ટીમો દ્વારા 59 ઉત્પાદકો, 848 બિયારણ, 547 ખાતર અને 750 દવાના વિતરકોના ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ તરમિયાં કૃષિ વિભાગની ટીમ દ્વારા 711 નમૂનો લેવામાં આવ્યા છે.

જાણવા મળી રહ્યું છે કે, કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવેલ તપાસમાં કપાસના 324 નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી 116 નમૂના શંકાસ્પદ જીનેટીકલી મેડિફાઈડ અને અનઅધિકૃત કપાસ તરીકે લેવામાં આવ્યા છે. તો કૃષિ વિભાગ દ્વારા નકલી બિયારણનો 1.39 લાખ કિલોગ્રામ, ખાતરનો 175 મેટ્રિક ટન અને 1,320 કિલોગ્રામ જથ્થો અટકાવાયો છે. વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં 24 નમૂના પૈકી 19 નમૂના શંકાસ્પદ જણાયા હતા.