પુરૂષોત્તમ રૂપાલા પર જોખમ હોવાના IBના ઈનપુટ, સુરક્ષામાં વધારો કરાયો

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમા ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ ઊઠ્યો પુરૂષોત્તમ રૂપાલાના નિવાસસ્થાને બે ગનમેન ગાર્ડ સુરક્ષામાં ખડેપગે આદિત્યસિંહ ગોહિલે કોર્ટમાં એક પિટિશન દાખલ કરી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલા નિવેદન અંગે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા રાજકોટ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમા ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ ઊઠ્યો છે. બીજી તરફ રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા ઉપર જોખમ હોવાના આઈબી દ્વારા ઈનપુટ આપવામાં આવ્યા છે. પુરૂષોત્તમ રૂપાલાના નિવાસસ્થાને બે ગનમેન ગાર્ડ સુરક્ષામાં ખડેપગે આઈબીના ઇનપુટને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે અમીનમાર્ગ પર આવેલ હરિહર સોસાયટી સ્થિત પુરૂષોત્તમ રૂપાલાના નિવાસસ્થાને બે ગનમેન ગાર્ડ સુરક્ષામાં ખડેપગે રાખવામાં આવ્યા છે. જ્યારે પોલીસ એસ્કોર્ટમાં 1 PSI સાથે 3 પોલીસ કર્મી સહિત ચાર પોલીસ જવાનની ફાળવણી કરવામાં આવી છે. જે જગ્યાએ સભા કે રેલી હોય અથવા પ્રચારમાં જતાં હોય તો તે જગ્યાએ જે-તે વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને બંદોબસ્તની જવાબદારી સોંપવામાં આવી છે. આદિત્યસિંહ ગોહિલે કોર્ટમાં એક પિટિશન દાખલ કરી સમગ્ર મામલે મૂળ ભાવનગરના અને રાજકોટમાં રહેતા આદિત્યસિંહ ગોહિલે કોર્ટમાં એક પિટિશન દાખલ કરી છે અને જેમાં કોર્ટ દ્વારા તેમનું નિવેદન લઈ આગામી 15 એપ્રિલના રોજ સાક્ષીઓ સાથે રાખી મુદત આપવામાં આવી છે. બીજી તરફ આજે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ તેમાં પણ સમાધાન કરવા સમાજ સહમત ન હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

પુરૂષોત્તમ રૂપાલા પર જોખમ હોવાના IBના ઈનપુટ, સુરક્ષામાં વધારો કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમા ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ ઊઠ્યો
  • પુરૂષોત્તમ રૂપાલાના નિવાસસ્થાને બે ગનમેન ગાર્ડ સુરક્ષામાં ખડેપગે
  • આદિત્યસિંહ ગોહિલે કોર્ટમાં એક પિટિશન દાખલ કરી

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલા નિવેદન અંગે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા રાજકોટ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમા ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ ઊઠ્યો છે. બીજી તરફ રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા ઉપર જોખમ હોવાના આઈબી દ્વારા ઈનપુટ આપવામાં આવ્યા છે.

પુરૂષોત્તમ રૂપાલાના નિવાસસ્થાને બે ગનમેન ગાર્ડ સુરક્ષામાં ખડેપગે

આઈબીના ઇનપુટને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે અમીનમાર્ગ પર આવેલ હરિહર સોસાયટી સ્થિત પુરૂષોત્તમ રૂપાલાના નિવાસસ્થાને બે ગનમેન ગાર્ડ સુરક્ષામાં ખડેપગે રાખવામાં આવ્યા છે. જ્યારે પોલીસ એસ્કોર્ટમાં 1 PSI સાથે 3 પોલીસ કર્મી સહિત ચાર પોલીસ જવાનની ફાળવણી કરવામાં આવી છે. જે જગ્યાએ સભા કે રેલી હોય અથવા પ્રચારમાં જતાં હોય તો તે જગ્યાએ જે-તે વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને બંદોબસ્તની જવાબદારી સોંપવામાં આવી છે.

આદિત્યસિંહ ગોહિલે કોર્ટમાં એક પિટિશન દાખલ કરી

સમગ્ર મામલે મૂળ ભાવનગરના અને રાજકોટમાં રહેતા આદિત્યસિંહ ગોહિલે કોર્ટમાં એક પિટિશન દાખલ કરી છે અને જેમાં કોર્ટ દ્વારા તેમનું નિવેદન લઈ આગામી 15 એપ્રિલના રોજ સાક્ષીઓ સાથે રાખી મુદત આપવામાં આવી છે. બીજી તરફ આજે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ તેમાં પણ સમાધાન કરવા સમાજ સહમત ન હોવાનું ચર્ચાઇ રહ્યું છે.