Botad નગરપાલિકામાં ફાયર સેફટીના સાધનો નહી અને અધિકારીઓ બહાર તપાસ કરવા નિકળ્યા

નગર પાલિકામાં ફાયરસેફ્ટીના કોઈ સાધનો જ નહીં નગર પાલિકા ચીફ ઓફિસર કરી રહ્યા છે અન્ય સ્થળે તપાસ 3 માળની બિલ્ડિંગમાં 100 કરતા વધુ કર્મીઓ કરે છે કામ રાજકોટમાં એક તરફ અગ્નિકાંડના પડઘા દેશભરમાં પડયા છે,ત્યારે બોટાદ નગરપાલિકામાં ફાયરના સાધનો જ નથી અને કર્મચારીઓ અન્ય જગ્યાએ ફાયરના સાધનોની ચકાસણી કરવા નિકળ્યા છે.તો આ નગરપાલિકાના બિલ્ડીંગમાં રોજના હજારો લોકો આવતા જતા હોય છે.તો 100થી વધુ કર્મચારીઓ ફરજ સ્થળે કામ પણ કરતા હોય છે.ત્યારે આવો વાંચી સ્પેશિયલ રીપોર્ટ. ચીફ ઓફિસરને પૂછતાં કર્યો લૂલો બચાવ સંદેશ ન્યૂઝના રીપોર્ટરે આ બાબતે અધિકારી સાથે વાત કરી તો તેમનું કહેવું છે કે,ફાયરની બોટલોને રિફિંલિંગ કરવા મોકલી છે,એક્સપાયરી ડેટ થતાં રિફિલિંગ કરવા મોકલી છે તેવુ કહી લૂલો બચાવ કર્યો હતો હતો.બોટાદ નગરપાલિકામા ખાટલે ખોટ તેવી સ્થિતિ જોવા મળી.નગરપાલિકાના ચિફ ઓફિસર ફાયર સેફ્ટીને લઈને ચેકિંગ કરે છે તો નગરપાલિકામા જ ફાયર સેફટીના સાધનો જ નથી.નગરપાલીકા નું ત્રણ માળનું બિલ્ડીંગ છે જેમાં 100 કરતા વધારે કર્મચારીઓ કામ કરે છે.ફાયર સેફટીને લઈ તપાસ શરૂ બોટાદમાં છેલ્લા ઘણા સમયથી ફાયર સેફ્ટીને લઈ કામગીરીની માત્ર વાતો કરવામાં આવી રહી હતી ત્યારે શહેરના મોટા ભાગના શોપિંગ સેન્ટરોમાં ફાયર વ્યવસ્થા તો ઠીક પાર્કિંગની પણ કોઈ સુવિધા નથી. નિયમ મુજબ શોપિંગ સેન્ટરના બાંધકામો નથી. આ બધી બાબતોની જાણ તંત્રને છે, છતાંય આખ આડા કાન કરી દેવામા આવે છે. જ્યારે કોઈ શોપિંગ સેન્ટર કે હોસ્પિટલ બનાવવામાં આવે છે ત્યારે ફાયર સેફ્ટીની સુવિધા હોવી ફરજીયાત છે. ત્યાર પછી જ શોપિંગ સેન્ટર કે હોસ્પિટલને મંજૂરી આપવામાં આવે છે. અન્ય જગ્યાએ પણ તપાસ કરવી જરૂરી છે કામગીરી જયાં ફાયર સેફટીની સુવિધા હતી ત્યાંજ કરવામાં આવી હતી. જ્યાં ફાયર સેફટીની વ્યવસ્થા છે ત્યાં ફાયર સેફટીની તપાસ કરવાનો કોઈ મતલબ રહેતો નથી. જ્યારે બોટાદ શહેરના મોટા ભાગના શોપિંગ સેન્ટર, બિલ્ડિંગમાં ફાયર સેફટી જેવી સુવિધાઓ નથી ત્યાં જઈ તપાસ કરી તેની ઉપર પગલાં ક્યારે લેવામા આવશે તે જોવાનું રહ્યુ છે.  

Botad નગરપાલિકામાં ફાયર સેફટીના સાધનો નહી અને અધિકારીઓ બહાર તપાસ કરવા નિકળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નગર પાલિકામાં ફાયરસેફ્ટીના કોઈ સાધનો જ નહીં
  • નગર પાલિકા ચીફ ઓફિસર કરી રહ્યા છે અન્ય સ્થળે તપાસ
  • 3 માળની બિલ્ડિંગમાં 100 કરતા વધુ કર્મીઓ કરે છે કામ

રાજકોટમાં એક તરફ અગ્નિકાંડના પડઘા દેશભરમાં પડયા છે,ત્યારે બોટાદ નગરપાલિકામાં ફાયરના સાધનો જ નથી અને કર્મચારીઓ અન્ય જગ્યાએ ફાયરના સાધનોની ચકાસણી કરવા નિકળ્યા છે.તો આ નગરપાલિકાના બિલ્ડીંગમાં રોજના હજારો લોકો આવતા જતા હોય છે.તો 100થી વધુ કર્મચારીઓ ફરજ સ્થળે કામ પણ કરતા હોય છે.ત્યારે આવો વાંચી સ્પેશિયલ રીપોર્ટ.

ચીફ ઓફિસરને પૂછતાં કર્યો લૂલો બચાવ

સંદેશ ન્યૂઝના રીપોર્ટરે આ બાબતે અધિકારી સાથે વાત કરી તો તેમનું કહેવું છે કે,ફાયરની બોટલોને રિફિંલિંગ કરવા મોકલી છે,એક્સપાયરી ડેટ થતાં રિફિલિંગ કરવા મોકલી છે તેવુ કહી લૂલો બચાવ કર્યો હતો હતો.બોટાદ નગરપાલિકામા ખાટલે ખોટ તેવી સ્થિતિ જોવા મળી.નગરપાલિકાના ચિફ ઓફિસર ફાયર સેફ્ટીને લઈને ચેકિંગ કરે છે તો નગરપાલિકામા જ ફાયર સેફટીના સાધનો જ નથી.નગરપાલીકા નું ત્રણ માળનું બિલ્ડીંગ છે જેમાં 100 કરતા વધારે કર્મચારીઓ કામ કરે છે.


ફાયર સેફટીને લઈ તપાસ શરૂ

બોટાદમાં છેલ્લા ઘણા સમયથી ફાયર સેફ્ટીને લઈ કામગીરીની માત્ર વાતો કરવામાં આવી રહી હતી ત્યારે શહેરના મોટા ભાગના શોપિંગ સેન્ટરોમાં ફાયર વ્યવસ્થા તો ઠીક પાર્કિંગની પણ કોઈ સુવિધા નથી. નિયમ મુજબ શોપિંગ સેન્ટરના બાંધકામો નથી. આ બધી બાબતોની જાણ તંત્રને છે, છતાંય આખ આડા કાન કરી દેવામા આવે છે. જ્યારે કોઈ શોપિંગ સેન્ટર કે હોસ્પિટલ બનાવવામાં આવે છે ત્યારે ફાયર સેફ્ટીની સુવિધા હોવી ફરજીયાત છે. ત્યાર પછી જ શોપિંગ સેન્ટર કે હોસ્પિટલને મંજૂરી આપવામાં આવે છે.


અન્ય જગ્યાએ પણ તપાસ કરવી જરૂરી છે

કામગીરી જયાં ફાયર સેફટીની સુવિધા હતી ત્યાંજ કરવામાં આવી હતી. જ્યાં ફાયર સેફટીની વ્યવસ્થા છે ત્યાં ફાયર સેફટીની તપાસ કરવાનો કોઈ મતલબ રહેતો નથી. જ્યારે બોટાદ શહેરના મોટા ભાગના શોપિંગ સેન્ટર, બિલ્ડિંગમાં ફાયર સેફટી જેવી સુવિધાઓ નથી ત્યાં જઈ તપાસ કરી તેની ઉપર પગલાં ક્યારે લેવામા આવશે તે જોવાનું રહ્યુ છે.