LRD, PSIની ભરતીને લઈને હસમુખ પટેલે કરી જાહેરાત,જાણો કયારે લેવાશે શારીરિક પરીક્ષા

શારીરિક કસોટી ચોમાસા બાદ લેવાશે : હસમુખ પટેલ ઓગસ્ટ, સપ્ટેમ્બર મહિનામાં ફરી અરજીપત્રકો ભરી શકાશે ઓક્ટોબર, નવેમ્બર મહિનામા શારીરિક કસોટી લેવાનું આયોજન LRD, PSIની ભરતી અંગે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ખાસ નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ શારીરિક પરીક્ષાને લઈને ખાસ જાહેરાત કરી છે. તેઓએ કહ્યું છે કે શારીરિક કસોટી ચોમાસ પછી લેવાશે. આ સિવાય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરીથી અરજી કરી શકાશે. એટલે કે અરજી કરવા માટે ઉમેદવારોને વધુ એક તક મળશે. શારીરિક કસોટી માટે ઉમેદવારોને ઘણો સમય મળશે. અત્યાર સુધીમાં PSI ભરતી માટે સાડા ચાર લાખ જેટલી અરજી મળી છે. જ્યારે LRD માટે સાડા નવ લાખ જેટલી અરજી મળી છે. આજની જાહેરાત અનુસાર ઑક્ટોબર-નવેમ્બર મહિનામાં શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. 2 ભાગમાં લેવાશે પરીક્ષા લોકરક્ષકમાં બે ભાગમાં પરીક્ષા આપવાની રહેશે. આ બંનેમાં પાર્ટ A અને પાર્ટ Bની પરીક્ષા આપવાની રહેશે. ઉમેદવારે આ બંને પરીક્ષામાં પાસ થવાનું રહેશે. એટલું નહીં ઉમેદવારે બંને પરીક્ષામાં 40 ટકા માર્ક મેળવવા ફરજિયાત છે. ઉલ્લેખનીય છે કે પાર્ટ A 80 માર્કનું હશે જેમાં 80 પ્રશ્નો પુછાશે. ઉમેદવારના વજનને પણ ધ્યાનમાં લેવાશે નહીં પહેલા અને હાલની પરીક્ષામાં કેટલાક ફેરફાર કરાયા છે. જેમાં ખાસ ફેરફાર ઉમેદવારના વજનને લઈને કરાયો છે. હવે ઉમેદવારના વજનને ધ્યાનમાં લેવાશે નહીં. એટલે કે શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે એના કોઈ માર્કસ રહેશે નહીં. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ત્યાર બાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે. MCQ ટેસ્ટ નહીં હોય, 200 માર્ક્સનું એક જ પેપર હશે આ વખતે પરીક્ષામાં અન્ય એક ફેરફાર કરાયો છે. પહેલા જે પરીક્ષા લેવાતી તેમાં ઉમેદવારે 2 કલાકમાં 100 માર્કની MCQ TEST આપવાની રહેતી. હવે ઉમેદવારે 200 ગુણનું 3 કલાકનું OBJECTIVE MCQ TESTનું એક જ પેપર આપવાનું રહેશે. આ પેપર ભાગ-A અને ભાગ-B એમ 2 ભાગમાં રહેશે. ઉમેદવારે પરીક્ષા પાસ કરવા માટે 40 ટકા માર્ક ફરજિયાત લાવવાના રહેશે. જૂના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાઇકોલોજી, સોશિયોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરી દેવામાં આવ્યા છે. આ સિવાય પહેલા જે માર્ક અપાતા હતા તેમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ મળતા પરંતુ હવેથી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના માર્ક આપવામાં આવશે.  

LRD, PSIની ભરતીને લઈને હસમુખ પટેલે કરી જાહેરાત,જાણો કયારે લેવાશે શારીરિક પરીક્ષા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શારીરિક કસોટી ચોમાસા બાદ લેવાશે : હસમુખ પટેલ
  • ઓગસ્ટ, સપ્ટેમ્બર મહિનામાં ફરી અરજીપત્રકો ભરી શકાશે
  • ઓક્ટોબર, નવેમ્બર મહિનામા શારીરિક કસોટી લેવાનું આયોજન

LRD, PSIની ભરતી અંગે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ખાસ નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ શારીરિક પરીક્ષાને લઈને ખાસ જાહેરાત કરી છે. તેઓએ કહ્યું છે કે શારીરિક કસોટી ચોમાસ પછી લેવાશે. આ સિવાય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરીથી અરજી કરી શકાશે. એટલે કે અરજી કરવા માટે ઉમેદવારોને વધુ એક તક મળશે. શારીરિક કસોટી માટે ઉમેદવારોને ઘણો સમય મળશે. અત્યાર સુધીમાં PSI ભરતી માટે સાડા ચાર લાખ જેટલી અરજી મળી છે. જ્યારે LRD માટે સાડા નવ લાખ જેટલી અરજી મળી છે. આજની જાહેરાત અનુસાર ઑક્ટોબર-નવેમ્બર મહિનામાં શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે.

2 ભાગમાં લેવાશે પરીક્ષા

લોકરક્ષકમાં બે ભાગમાં પરીક્ષા આપવાની રહેશે. આ બંનેમાં પાર્ટ A અને પાર્ટ Bની પરીક્ષા આપવાની રહેશે. ઉમેદવારે આ બંને પરીક્ષામાં પાસ થવાનું રહેશે. એટલું નહીં ઉમેદવારે બંને પરીક્ષામાં 40 ટકા માર્ક મેળવવા ફરજિયાત છે. ઉલ્લેખનીય છે કે પાર્ટ A 80 માર્કનું હશે જેમાં 80 પ્રશ્નો પુછાશે.

ઉમેદવારના વજનને પણ ધ્યાનમાં લેવાશે નહીં

પહેલા અને હાલની પરીક્ષામાં કેટલાક ફેરફાર કરાયા છે. જેમાં ખાસ ફેરફાર ઉમેદવારના વજનને લઈને કરાયો છે. હવે ઉમેદવારના વજનને ધ્યાનમાં લેવાશે નહીં. એટલે કે શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે એના કોઈ માર્કસ રહેશે નહીં. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ત્યાર બાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.

MCQ ટેસ્ટ નહીં હોય, 200 માર્ક્સનું એક જ પેપર હશે

આ વખતે પરીક્ષામાં અન્ય એક ફેરફાર કરાયો છે. પહેલા જે પરીક્ષા લેવાતી તેમાં ઉમેદવારે 2 કલાકમાં 100 માર્કની MCQ TEST આપવાની રહેતી. હવે ઉમેદવારે 200 ગુણનું 3 કલાકનું OBJECTIVE MCQ TESTનું એક જ પેપર આપવાનું રહેશે. આ પેપર ભાગ-A અને ભાગ-B એમ 2 ભાગમાં રહેશે. ઉમેદવારે પરીક્ષા પાસ કરવા માટે 40 ટકા માર્ક ફરજિયાત લાવવાના રહેશે. જૂના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાઇકોલોજી, સોશિયોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરી દેવામાં આવ્યા છે. આ સિવાય પહેલા જે માર્ક અપાતા હતા તેમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ મળતા પરંતુ હવેથી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના માર્ક આપવામાં આવશે.