દિલ્હીમાં PM મોદી અને CM ભૂપેન્દ્ર પટેલ વચ્ચે થઈ મોટી ચર્ચા

ભુપેન્દ્ર પટેલે PM સાથેની મુલાકાતમાં ગુજરાતના સર્વાંગી વિકાસ અંગે ચર્ચા કરી લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઉમેદવારોના વિરોધ થઈ રહ્યા છે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનુ તેડુ આવ્યું હતું. થોડા દિવસો પહેલા ભાજપે જાહેર કરેલા મેનિફેસ્ટો કમિટીના ગુજરાતની કમાન ભૂપેન્દ્ર પટેલના હાથમા છે. ત્યારે ગુજરાત ભાજપમાં ઉમેદવારોને લઈને ચાલી રહેલા વિરોધના વંટોળ મામલે પણ હાઈ કમાન્ડો સાથે CMની બેઠક યોજાઈ હતી.ગુજરાતમાં લોકસભા બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર થયા બાદ ભાજપમાં કકળાટ વધ્યો છે, સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી, વડોદરા બેઠક પર ઉમેદવારોને લઈ આંતરિક જૂથવાદ ફાટી નિકળ્યો છે, જેને લઈ ભાજપના નેતાઓને ડેમેજ કંટ્રોલ માટે દોડાદોડ કરવી પડી રહી છે, અલગ-અલગ મુદ્દે ચર્ચા કરાઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી પહોંચ્યા હતા. આજે ભાજપના મેનિફેસ્ટો- ચૂંટણી ઢંઢેરા કમિટીની બેઠક યોજાઈ,તેમા પણ મુખ્યમંત્રી સામેલ થયા છે. લોકસભા ચૂંટણીને લઈ ભાજપનું સલામત ઘર ગુજરાતમા સ્થિતિ કઈ અલગ છે. કોંગ્રેસના ભરતી મેળાને કારણે પક્ષપલ્ટુઓને મહત્ત્વનું સ્થાન મળી રહ્યું છે,તેથી ભાજપમાં આંતરિક ખટપટ ચરમસીમાએ પહોંચી છે. સંખ્યાબંધ લોકસભા બેઠકો પર કાર્યકરો-આગેવાનોએ ભાજપની શિસ્તના રીતસર લીરા ઉડાવ્યા છે. લેવાઈ શકે છે કોઈ નિર્ણય ગુજરાતમાં વડોદરા, અમરેલી, સાબરકાંઠા, જૂનાગઢ લોકસભા બેઠક પર ઉમેદવારોને લઈ ભાજપમાં આંતરિક જૂથવાદ ખુલ્લીને બહાર આવ્યો છે. પક્ષના નેતાઓને ડેમેજ કંટ્રોલ માટે દોડાદોડ કરવી પડી રહી છે. આમ છતાં વિખવાદ શાંત થવાનું નામ લેતો નથી ત્યારે હાઈ કમાન્ડ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મેન્યુફેસ્ટો કમિટીમાં હાજરી આપવા આવે ત્યારે સ્થાનિક રાજકારણના સમીકરણો સાથે લઈને આવવા આદેશ કરાતા અગામી સમયમાં કેટલીક મહત્વની બાબતો પર નિર્ણય લેવામાં આવશે.  

દિલ્હીમાં PM મોદી અને CM ભૂપેન્દ્ર પટેલ વચ્ચે થઈ મોટી ચર્ચા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભુપેન્દ્ર પટેલે PM સાથેની મુલાકાતમાં ગુજરાતના સર્વાંગી વિકાસ અંગે ચર્ચા કરી
  • લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે
  • ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઉમેદવારોના વિરોધ થઈ રહ્યા છે

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનુ તેડુ આવ્યું હતું. થોડા દિવસો પહેલા ભાજપે જાહેર કરેલા મેનિફેસ્ટો કમિટીના ગુજરાતની કમાન ભૂપેન્દ્ર પટેલના હાથમા છે. ત્યારે ગુજરાત ભાજપમાં ઉમેદવારોને લઈને ચાલી રહેલા વિરોધના વંટોળ મામલે પણ હાઈ કમાન્ડો સાથે CMની બેઠક યોજાઈ હતી.ગુજરાતમાં લોકસભા બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર થયા બાદ ભાજપમાં કકળાટ વધ્યો છે, સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી, વડોદરા બેઠક પર ઉમેદવારોને લઈ આંતરિક જૂથવાદ ફાટી નિકળ્યો છે, જેને લઈ ભાજપના નેતાઓને ડેમેજ કંટ્રોલ માટે દોડાદોડ કરવી પડી રહી છે,

અલગ-અલગ મુદ્દે ચર્ચા કરાઈ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી પહોંચ્યા હતા. આજે ભાજપના મેનિફેસ્ટો- ચૂંટણી ઢંઢેરા કમિટીની બેઠક યોજાઈ,તેમા પણ મુખ્યમંત્રી સામેલ થયા છે. લોકસભા ચૂંટણીને લઈ ભાજપનું સલામત ઘર ગુજરાતમા સ્થિતિ કઈ અલગ છે. કોંગ્રેસના ભરતી મેળાને કારણે પક્ષપલ્ટુઓને મહત્ત્વનું સ્થાન મળી રહ્યું છે,તેથી ભાજપમાં આંતરિક ખટપટ ચરમસીમાએ પહોંચી છે. સંખ્યાબંધ લોકસભા બેઠકો પર કાર્યકરો-આગેવાનોએ ભાજપની શિસ્તના રીતસર લીરા ઉડાવ્યા છે.

લેવાઈ શકે છે કોઈ નિર્ણય

ગુજરાતમાં વડોદરા, અમરેલી, સાબરકાંઠા, જૂનાગઢ લોકસભા બેઠક પર ઉમેદવારોને લઈ ભાજપમાં આંતરિક જૂથવાદ ખુલ્લીને બહાર આવ્યો છે. પક્ષના નેતાઓને ડેમેજ કંટ્રોલ માટે દોડાદોડ કરવી પડી રહી છે. આમ છતાં વિખવાદ શાંત થવાનું નામ લેતો નથી ત્યારે હાઈ કમાન્ડ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મેન્યુફેસ્ટો કમિટીમાં હાજરી આપવા આવે ત્યારે સ્થાનિક રાજકારણના સમીકરણો સાથે લઈને આવવા આદેશ કરાતા અગામી સમયમાં કેટલીક મહત્વની બાબતો પર નિર્ણય લેવામાં આવશે.