બે બાઇક સામસામે અથડાતા ત્રણના મોત : ત્રણને ગંભીર ઇજા

મોરવા હડફ્ ના મોરા ગામે ડેરીની સામે રોડ પર અકસ્માતએક બાઇક ચાલક રોંગ સાઇડ બેફામ હંકારી આવતા અકસ્માત સર્જાયો ભાભોરે મોરવા હડફ્ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યુંમોરવા હડફ્ તાલુકાના મોરા ગામે ડેરીની સામે રોડ ઉપર બે મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ વ્યક્તિઓનાં મોત નપિજ્યા હતા. જ્યારે ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા.મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સરસવા ભાભોર વડેરા ફડિયા ખાતે રહેતા છત્રાભાઈ હેમાભાઈ ભાભોરે મોરવા હડફ્ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત રોજ 28 એપ્રિલના રોજ તેઓના સ્વજન મરણ જનાર દિનેશભાઈ છત્રાભાઈ ભાભોર પોતાની મોટરસાયકલ જી.જે.17.સી.જી.9110 ની ઉપર પોતે તથા ઇજા પામનાર દશરથભાઈ ઘેમાભાઈ ઘોડ, મીનાબેન ગણપતભાઈ ઘોડ બેસી સરસવા થી મોરવા તરફ્ આવતા હતા. આ વખતે મોટર સાયકલ જી.જે.35.કે.9570 નાં ચાલક મુકેશભાઈ કેસરાભાઈ નાયક, મરણજનાર અજયભાઈ નરવતભાઈ નાયક તથા ઇજા પામનાર સાહેદ મહેશભાઈ બુધાભાઇ નાયક મોરા તરફ્થી સરસવા તરફ્ના રોડ ઉપર મોટરસાયકલ રોંગ સાઈડ ઉપર હંકારી લાવ્યા હતા. જે દિનેશભાઈ છત્રાભાઈ ભાભોરની મોટરસાયકલ ને ટક્કર મારતા મોટર સાયકલ ઉપર બેસેલા દિનેશભાઇ સહિત ત્રણે વ્યક્તિ રોડ ઉપર ફેંકાઈ ગયા હતા. આ અકસ્માતમાં દિનેશ છત્રાભાઈ ભાભોરને માથાના પાછળના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ ઉપર જ મોત થયુ હતું. જ્યારે ઇજા પામનાર દશરથભાઈ ઘેમાભાઈ ઘોડ ને મોઢાના ભાગે તેમજ છાતીના ભાગે ઇજાઓ પહોચી હતી. તેમજ મીનાબેન ગણપતભાઈ ઘોડ ને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી તેમજ અકસ્માત સર્જનાર મોટર સાયકલ ચાલક ની પાછળ બેસેલા અજયભાઈ નરવતભાઈ નાયક ને શરીરે ગંભીર ઇજાઓ થથા મોત નિપજ્યુ હતું. તેમજ મહેશ બુધાભાઇ નાયક ને મોઢાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને શરીર ઉપર ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યુ છે.

બે બાઇક સામસામે અથડાતા ત્રણના મોત : ત્રણને ગંભીર ઇજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોરવા હડફ્ ના મોરા ગામે ડેરીની સામે રોડ પર અકસ્માત
  • એક બાઇક ચાલક રોંગ સાઇડ બેફામ હંકારી આવતા અકસ્માત સર્જાયો
  • ભાભોરે મોરવા હડફ્ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું

મોરવા હડફ્ તાલુકાના મોરા ગામે ડેરીની સામે રોડ ઉપર બે મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ વ્યક્તિઓનાં મોત નપિજ્યા હતા. જ્યારે ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા.

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સરસવા ભાભોર વડેરા ફડિયા ખાતે રહેતા છત્રાભાઈ હેમાભાઈ ભાભોરે મોરવા હડફ્ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત રોજ 28 એપ્રિલના રોજ તેઓના સ્વજન મરણ જનાર દિનેશભાઈ છત્રાભાઈ ભાભોર પોતાની મોટરસાયકલ જી.જે.17.સી.જી.9110 ની ઉપર પોતે તથા ઇજા પામનાર દશરથભાઈ ઘેમાભાઈ ઘોડ, મીનાબેન ગણપતભાઈ ઘોડ બેસી સરસવા થી મોરવા તરફ્ આવતા હતા. આ વખતે મોટર સાયકલ જી.જે.35.કે.9570 નાં ચાલક મુકેશભાઈ કેસરાભાઈ નાયક, મરણજનાર અજયભાઈ નરવતભાઈ નાયક તથા ઇજા પામનાર સાહેદ મહેશભાઈ બુધાભાઇ નાયક મોરા તરફ્થી સરસવા તરફ્ના રોડ ઉપર મોટરસાયકલ રોંગ સાઈડ ઉપર હંકારી લાવ્યા હતા. જે દિનેશભાઈ છત્રાભાઈ ભાભોરની મોટરસાયકલ ને ટક્કર મારતા મોટર સાયકલ ઉપર બેસેલા દિનેશભાઇ સહિત ત્રણે વ્યક્તિ રોડ ઉપર ફેંકાઈ ગયા હતા. આ અકસ્માતમાં દિનેશ છત્રાભાઈ ભાભોરને માથાના પાછળના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ ઉપર જ મોત થયુ હતું. જ્યારે ઇજા પામનાર દશરથભાઈ ઘેમાભાઈ ઘોડ ને મોઢાના ભાગે તેમજ છાતીના ભાગે ઇજાઓ પહોચી હતી. તેમજ મીનાબેન ગણપતભાઈ ઘોડ ને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી તેમજ અકસ્માત સર્જનાર મોટર સાયકલ ચાલક ની પાછળ બેસેલા અજયભાઈ નરવતભાઈ નાયક ને શરીરે ગંભીર ઇજાઓ થથા મોત નિપજ્યુ હતું. તેમજ મહેશ બુધાભાઇ નાયક ને મોઢાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને શરીર ઉપર ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યુ છે.