Vadodara latest news: ભર ઉનાળે વડોદરાના આ વિસ્તારના રહીશો તરસ્યા રહેશે

ભર ઉનાળે વડોદરાના રહીશો તરસ્યા રહેશે વડોદરાના પૂર્વ વિસ્તારમાં આજે પાણીકાપ કારની અડફેટે એર વાલ્વ તૂટતા પાણી સપ્લાય બંધ ભર ઉનાળે વડોદરાના રહીશો તરસ્યા રહેશે. જેમાં વડોદરાના પૂર્વ વિસ્તારમાં આજે પાણીકાપ આપવામાં આવ્યો છે. તેમજ પાણીકાપથી ત્રણ લાખ લોકોને અસર થશે. ચંપાલીપુરા પાસે કારની અડફેટે એર વાલ્વ તૂટતા પાણીનો સપ્લાય બંધ થયો છે. કારચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. તેમાં એર વાલ્વ તૂટતા આજે રીપેરીંગની કામગીરી શરૂ કરાઇ છે. રીપેરીંગની કામગીરીને લઈને પાણીકાપ ઝીંકાયો રીપેરીંગની કામગીરીને લઈને પાણીકાપ ઝીંકાયો છે. તેમજ કોર્પોરેશને કારચાલક સામે ફરિયાદ નોંધાવી છે. તથા આજે પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ થશે. તેમાં ત્રણ લાખ લોકો પાણી માટે વલખા મારશે. જેમાં ચંપાલીપુરા ગામ પાસે કાર ચાલકે કાબુ ગુમાવતા એર વાલ્વ તોડી નાખ્યો હતો. જેમાં કોર્પોરેશને યુદ્ધના ધોરણે એર વાલ્વ રીપેરીંગની કાર્યવાહી હાથ ધરી છે. ચાર ટાંકી વિસ્તાર અને છ બુસ્ટર વિસ્તારમાં પાણી મળશે નહિ. સાંજના સમયે ઝોન વિસ્તારમાં ઓછા દબાણથી પાણી મળશે સાંજના સમયે ઝોન વિસ્તારમાં ઓછા દબાણથી પાણી મળશે. કોર્પોરેશને કાર ચાલક સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવાની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરામાં અવાર-નવાર પાણીની સમસ્યા સામે આવતી રહે છે. શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની મોકાણની સ્થિતી માટે અકસ્માત જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આજવાથી આવતી પાણીની લાઇનના એર વાલ્વમાં કાર અકસ્માત થયો હતો. જેને લઇને તેને રિપેર કરવા માટે પાલિકાની ટીમ કામે લાગી છે. તો બીજી તરફ મરમ્મતની કામગીરીને લઇને પૂર્વ વિસ્તારના હજારો લોકોને પાણીનો પુરવઠો મળશે નહિ. જેને લઇને સ્થાનિક કોર્પોરેટર આશિષ જોશી સોશિયલ મીડિયા પર સક્રિય થયા છે. અને લોકો માટે વીડિયો સંદેશ મુક્યો છે.

Vadodara latest news: ભર ઉનાળે વડોદરાના આ વિસ્તારના રહીશો તરસ્યા રહેશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભર ઉનાળે વડોદરાના રહીશો તરસ્યા રહેશે
  • વડોદરાના પૂર્વ વિસ્તારમાં આજે પાણીકાપ
  • કારની અડફેટે એર વાલ્વ તૂટતા પાણી સપ્લાય બંધ

ભર ઉનાળે વડોદરાના રહીશો તરસ્યા રહેશે. જેમાં વડોદરાના પૂર્વ વિસ્તારમાં આજે પાણીકાપ આપવામાં આવ્યો છે. તેમજ પાણીકાપથી ત્રણ લાખ લોકોને અસર થશે. ચંપાલીપુરા પાસે કારની અડફેટે એર વાલ્વ તૂટતા પાણીનો સપ્લાય બંધ થયો છે. કારચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. તેમાં એર વાલ્વ તૂટતા આજે રીપેરીંગની કામગીરી શરૂ કરાઇ છે.

રીપેરીંગની કામગીરીને લઈને પાણીકાપ ઝીંકાયો

રીપેરીંગની કામગીરીને લઈને પાણીકાપ ઝીંકાયો છે. તેમજ કોર્પોરેશને કારચાલક સામે ફરિયાદ નોંધાવી છે. તથા આજે પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ થશે. તેમાં ત્રણ લાખ લોકો પાણી માટે વલખા મારશે. જેમાં ચંપાલીપુરા ગામ પાસે કાર ચાલકે કાબુ ગુમાવતા એર વાલ્વ તોડી નાખ્યો હતો. જેમાં કોર્પોરેશને યુદ્ધના ધોરણે એર વાલ્વ રીપેરીંગની કાર્યવાહી હાથ ધરી છે. ચાર ટાંકી વિસ્તાર અને છ બુસ્ટર વિસ્તારમાં પાણી મળશે નહિ.

સાંજના સમયે ઝોન વિસ્તારમાં ઓછા દબાણથી પાણી મળશે

સાંજના સમયે ઝોન વિસ્તારમાં ઓછા દબાણથી પાણી મળશે. કોર્પોરેશને કાર ચાલક સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવાની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરામાં અવાર-નવાર પાણીની સમસ્યા સામે આવતી રહે છે. શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની મોકાણની સ્થિતી માટે અકસ્માત જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આજવાથી આવતી પાણીની લાઇનના એર વાલ્વમાં કાર અકસ્માત થયો હતો. જેને લઇને તેને રિપેર કરવા માટે પાલિકાની ટીમ કામે લાગી છે. તો બીજી તરફ મરમ્મતની કામગીરીને લઇને પૂર્વ વિસ્તારના હજારો લોકોને પાણીનો પુરવઠો મળશે નહિ. જેને લઇને સ્થાનિક કોર્પોરેટર આશિષ જોશી સોશિયલ મીડિયા પર સક્રિય થયા છે. અને લોકો માટે વીડિયો સંદેશ મુક્યો છે.