Surat News : કેન્દ્રમાં કેબિનેટમંત્રી બન્યા બાદ C.R.Patilનો આજે યોજાશે ભવ્ય રોડ-શો

કેબિનેટ મંત્રી બન્યા બાદ સી.આર.પાટીલનો રોડ-શો એરપોર્ટથી તેમના ઘર સુધી રોડ શોનુ આયોજન ધારાસભ્યો, નગરસેવકો પાટીલના સ્વાગતમાં રહેશે હાજર નવસારી બેઠકના સાંસદ સી.આર.પાટીલની ભવ્ય લીડથી જીત થઈ છે,ત્યારે કેન્દ્રમાં સી,આર.પાટીલને મંત્રી મંડળમાં સ્થાન મળ્યુ છે.કેબિનેટ મંત્રી બન્યા બાદ સુરતમાં આજે CR પાટીલનો રોડ શો યોજાશે,જેમાં ધારાસભ્યો,નગરસેવકો પાટીલના સ્વાગતમાં હાજર રહેશે. મંત્રી બન્યા બાદ પહેલીવાર સુરત આવશે એનડીએ સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા બાદ પ્રથમ વખત સુરત આવી રહ્યા છે સી.આર. પાટીલ ત્યારે પાટીલના સ્વાગત બાદ એરપોર્ટથી તેમના ઘર સુધી રોડ શો પણ યોજાશે,ત્યારે આવતીકાલે કાર્યકર્તાઓ દ્વારા સન્માન સમારંભ યોજાશે.જળશક્તિ જેવુ મહત્વનું ખાતું સોંપાયું હોય ત્યારે આજે રાત્રે 8.00 કલાકે ભવ્ય સ્વાગતનું આયોજન કરાયું છે. 2009થી સાંસદ તરીકે કરે છે સેવા નવસારી બેઠક પર 2009થી સતત ચોથી વખત ચૂંટણી જીતનારા સી આર પાટીલને મોદીની કેબિનેટમાં સ્થાન મળ્યું છે. 35 વર્ષની રાજકીય સફરમાં પાટીલ પહેલીવાર મંત્રી બન્યા છે અને 20 વર્ષ પછી સુરતને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. અત્યાર સુધીમાં પાટીલ પાસે પક્ષના સંગઠનને લગતા જ હોદ્દા હતા. છેલ્લી બે ટર્મમાં તેમણે લીડનો પણ રેકોર્ડ સર્જ્યો હતો. આ અગાઉ 1998થી 2004 સુધી કાશીરામ રાણાએ કેન્દ્ર સરકારમાં સુરતનું પ્રતિનિધિત્વ કર્યું અને કેન્દ્રીય કાપડમંત્રી નિમાયા હતા. પાટીલનો પહેલેથી દબદબો 2009માં નવસારી બેઠક અસ્તિત્વમાં આવી અને પહેલીવાર પાટીલને ટિકિટ મળી હતી. આ ચૂંટણીમાં પાટીલે કોંગ્રેસના ઉમેદવારને 1.25 મતોની સરસાઈથી હરાવ્યા હતા. 2014માં પાટીલે કોંગ્રેસનાં ઉમેદવાર મકસુદ મિર્ઝાને 5.58 લાખ મતોની સરસાઈથી પરાજીત કર્યા હતા. 2019માં દેશમાં સૌથી વધુ 6.89 લાખની સરસાઇ સાથે કોંગ્રેસના ધર્મેશ પટેલને પરાજીત કર્યા હતા. 2024માં કોંગ્રેસના નૈષેધ દેસાઇને 7.73 લાખના માર્જીનથી પરાજીત કર્યા છે. સુરતથી કેન્દ્રમાં મંત્રી બનનારપાટીલ ચોથા સાંસદ છે.

Surat News : કેન્દ્રમાં કેબિનેટમંત્રી બન્યા બાદ C.R.Patilનો આજે યોજાશે ભવ્ય રોડ-શો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કેબિનેટ મંત્રી બન્યા બાદ સી.આર.પાટીલનો રોડ-શો
  • એરપોર્ટથી તેમના ઘર સુધી રોડ શોનુ આયોજન
  • ધારાસભ્યો, નગરસેવકો પાટીલના સ્વાગતમાં રહેશે હાજર

નવસારી બેઠકના સાંસદ સી.આર.પાટીલની ભવ્ય લીડથી જીત થઈ છે,ત્યારે કેન્દ્રમાં સી,આર.પાટીલને મંત્રી મંડળમાં સ્થાન મળ્યુ છે.કેબિનેટ મંત્રી બન્યા બાદ સુરતમાં આજે CR પાટીલનો રોડ શો યોજાશે,જેમાં ધારાસભ્યો,નગરસેવકો પાટીલના સ્વાગતમાં હાજર રહેશે.

મંત્રી બન્યા બાદ પહેલીવાર સુરત આવશે

એનડીએ સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા બાદ પ્રથમ વખત સુરત આવી રહ્યા છે સી.આર. પાટીલ ત્યારે પાટીલના સ્વાગત બાદ એરપોર્ટથી તેમના ઘર સુધી રોડ શો પણ યોજાશે,ત્યારે આવતીકાલે કાર્યકર્તાઓ દ્વારા સન્માન સમારંભ યોજાશે.જળશક્તિ જેવુ મહત્વનું ખાતું સોંપાયું હોય ત્યારે આજે રાત્રે 8.00 કલાકે ભવ્ય સ્વાગતનું આયોજન કરાયું છે.

2009થી સાંસદ તરીકે કરે છે સેવા

નવસારી બેઠક પર 2009થી સતત ચોથી વખત ચૂંટણી જીતનારા સી આર પાટીલને મોદીની કેબિનેટમાં સ્થાન મળ્યું છે. 35 વર્ષની રાજકીય સફરમાં પાટીલ પહેલીવાર મંત્રી બન્યા છે અને 20 વર્ષ પછી સુરતને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. અત્યાર સુધીમાં પાટીલ પાસે પક્ષના સંગઠનને લગતા જ હોદ્દા હતા. છેલ્લી બે ટર્મમાં તેમણે લીડનો પણ રેકોર્ડ સર્જ્યો હતો. આ અગાઉ 1998થી 2004 સુધી કાશીરામ રાણાએ કેન્દ્ર સરકારમાં સુરતનું પ્રતિનિધિત્વ કર્યું અને કેન્દ્રીય કાપડમંત્રી નિમાયા હતા.

પાટીલનો પહેલેથી દબદબો

2009માં નવસારી બેઠક અસ્તિત્વમાં આવી અને પહેલીવાર પાટીલને ટિકિટ મળી હતી. આ ચૂંટણીમાં પાટીલે કોંગ્રેસના ઉમેદવારને 1.25 મતોની સરસાઈથી હરાવ્યા હતા. 2014માં પાટીલે કોંગ્રેસનાં ઉમેદવાર મકસુદ મિર્ઝાને 5.58 લાખ મતોની સરસાઈથી પરાજીત કર્યા હતા. 2019માં દેશમાં સૌથી વધુ 6.89 લાખની સરસાઇ સાથે કોંગ્રેસના ધર્મેશ પટેલને પરાજીત કર્યા હતા. 2024માં કોંગ્રેસના નૈષેધ દેસાઇને 7.73 લાખના માર્જીનથી પરાજીત કર્યા છે. સુરતથી કેન્દ્રમાં મંત્રી બનનારપાટીલ ચોથા સાંસદ છે.