Ahmedabdમાં ફાયર-એસ્ટેટ વિભાગે સિંધુભવન રોડ પર 15 મિલકતો કરી સિલ

રાજપથ રંગોલી રોડ પરના અર્બન ચોક અને સિંધુ ભવન રોડ પર કાર્યવાહી ટી પોસ્ટ સહિતની 15 મિલકતો સિલ કરાતા વેપારીઓમાં રોષ છેલ્લા 4 દિવસમાં કુલ 703 જગ્યાઓને તપાસી કરી 93થી વધુ મિલકતો સિલ કરી રાજ્ય સરકાર દ્વારા બીયુ પરમિશન અને ફાયર NOC વિના ચાલતા એકમો સામે કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર બ્રિગેડ અને એસ્ટેટ વિભાગની સંયુક્ત ટીમો બનાવી શહેરમાં તમામ એકમોમાં ચેકિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. કોર્પોરેશન દ્રારા બીયુ પરમિશન અને ફાયર NOCને લઈને 226 મિલકતોને તપાસી કુલ 15થી વધુ મિલકતોને સિલ કરવામાં આવી છે.ટીમ લાગી ગઈ છે કામે  મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો દ્વારા સિંધુભવન રોડ ઉપર તાજ હોટલની આસપાસ આવેલી મિલકતોમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં કર્ણાવતી ક્લબ રોડ પર કાલી બારી મંદિર પાસે આવેલ અર્બન ચોક સિલ મારવામાં આવ્યો છે. ગેરકાયદેસર રીતે આખું અર્બન ચોક ઉભુ કરી દેવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ પણ પરવાનગી લીધા વિના આખું અર્બન ચોક છેલ્લા કેટલાય સમયથી ચાલતું હતું. આ ઉપરાંત ક્રશ કોફી પણ ગેરકાયદેસર રીતે ઊભી કરી દેવામાં આવી હતી. 350થી વધુ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું હોસ્પિટલો, ટ્યુશન ક્લાસ, ગેમ ઝોન, શાળા-કોલેજો, પાર્ટી પ્લોટ અને કોમર્શિયલ જગ્યાઓને ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ કરવાની શરૂઆત કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 350થી વધુ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમાં બીયુ પરમિશન અને ફાયર એનઓસી અથવા સાધનો ન હોય તેમજ વિવિધ પ્રકારના કારણોસર હોસ્પિટલ, ટ્યુશન ક્લાસ, પાર્ટી પ્લોટ,ગેસ્ટ હાઉસ, પ્લે હાઉસ અને કોમર્શિયલ જગ્યાને સિલ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓ સાથે બેઠક કરી રાજ્ય સરકારની સૂચના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી અને તમામ સાથે ઝોનમાં જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય એવી જગ્યાઓ જેવી કે હોસ્પિટલ, ટ્યુશન ક્લાસ, શાળા, મોલ મલ્ટિપ્લેક્સ કોમ્યુનિટી હોલ થિયેટર ફૂડ કોર્ટ રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએ ચેકિંગ કરવાની ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગની સંયુક્ત ટીમો બનાવવાની સૂચના આપી હતી. પરમિશન વગરની જગ્યાઓને નોટિસ આપીને સિલ કરાશે ફાયર વિભાગની ટીમ દ્વારા ફાયર NOC લેવામાં આવી છે કે કેમ? તે અંગેની ચકાસણી કરવામાં આવશે. જો ફાયર NOC લેવાની થતી નથી તો ફાયરના સાધનો અથવા સિસ્ટમ લગાવી છે કે નહીં તેની તપાસ કરવામાં આવી છે. જો કોઈપણ હોસ્પિટલ દ્વારા બીયુ પરમિશન લીધા વિના અથવા પ્લાન પાસ વિના તેમજ ફાયર NOC વગર ચાલતી હશે તો તેને નોટિસ આપવાની અને સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.

Ahmedabdમાં ફાયર-એસ્ટેટ વિભાગે સિંધુભવન રોડ પર 15 મિલકતો કરી સિલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજપથ રંગોલી રોડ પરના અર્બન ચોક અને સિંધુ ભવન રોડ પર કાર્યવાહી
  • ટી પોસ્ટ સહિતની 15 મિલકતો સિલ કરાતા વેપારીઓમાં રોષ
  • છેલ્લા 4 દિવસમાં કુલ 703 જગ્યાઓને તપાસી કરી 93થી વધુ મિલકતો સિલ કરી

રાજ્ય સરકાર દ્વારા બીયુ પરમિશન અને ફાયર NOC વિના ચાલતા એકમો સામે કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર બ્રિગેડ અને એસ્ટેટ વિભાગની સંયુક્ત ટીમો બનાવી શહેરમાં તમામ એકમોમાં ચેકિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. કોર્પોરેશન દ્રારા બીયુ પરમિશન અને ફાયર NOCને લઈને 226 મિલકતોને તપાસી કુલ 15થી વધુ મિલકતોને સિલ કરવામાં આવી છે.

ટીમ લાગી ગઈ છે કામે 

મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો દ્વારા સિંધુભવન રોડ ઉપર તાજ હોટલની આસપાસ આવેલી મિલકતોમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં કર્ણાવતી ક્લબ રોડ પર કાલી બારી મંદિર પાસે આવેલ અર્બન ચોક સિલ મારવામાં આવ્યો છે. ગેરકાયદેસર રીતે આખું અર્બન ચોક ઉભુ કરી દેવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ પણ પરવાનગી લીધા વિના આખું અર્બન ચોક છેલ્લા કેટલાય સમયથી ચાલતું હતું. આ ઉપરાંત ક્રશ કોફી પણ ગેરકાયદેસર રીતે ઊભી કરી દેવામાં આવી હતી.

350થી વધુ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું

હોસ્પિટલો, ટ્યુશન ક્લાસ, ગેમ ઝોન, શાળા-કોલેજો, પાર્ટી પ્લોટ અને કોમર્શિયલ જગ્યાઓને ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ કરવાની શરૂઆત કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 350થી વધુ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમાં બીયુ પરમિશન અને ફાયર એનઓસી અથવા સાધનો ન હોય તેમજ વિવિધ પ્રકારના કારણોસર હોસ્પિટલ, ટ્યુશન ક્લાસ, પાર્ટી પ્લોટ,ગેસ્ટ હાઉસ, પ્લે હાઉસ અને કોમર્શિયલ જગ્યાને સિલ કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓ સાથે બેઠક કરી

રાજ્ય સરકારની સૂચના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી અને તમામ સાથે ઝોનમાં જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય એવી જગ્યાઓ જેવી કે હોસ્પિટલ, ટ્યુશન ક્લાસ, શાળા, મોલ મલ્ટિપ્લેક્સ કોમ્યુનિટી હોલ થિયેટર ફૂડ કોર્ટ રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએ ચેકિંગ કરવાની ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગની સંયુક્ત ટીમો બનાવવાની સૂચના આપી હતી.

પરમિશન વગરની જગ્યાઓને નોટિસ આપીને સિલ કરાશે

ફાયર વિભાગની ટીમ દ્વારા ફાયર NOC લેવામાં આવી છે કે કેમ? તે અંગેની ચકાસણી કરવામાં આવશે. જો ફાયર NOC લેવાની થતી નથી તો ફાયરના સાધનો અથવા સિસ્ટમ લગાવી છે કે નહીં તેની તપાસ કરવામાં આવી છે. જો કોઈપણ હોસ્પિટલ દ્વારા બીયુ પરમિશન લીધા વિના અથવા પ્લાન પાસ વિના તેમજ ફાયર NOC વગર ચાલતી હશે તો તેને નોટિસ આપવાની અને સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.