ડાકોરમાં 23 દિવસ પહેલાં જ ખુલ્લા મુકાયેલા ફ્લાય ઓવરબ્રિજના પોપડા ઉખડવા લાગ્યા

લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દ્વારા કરવામાં આવ્યું હતુંકોન્ટ્રાક્ટર અને માર્ગ અને મકાન વિભાગના તંત્રની મિલિભગત અંગે નગરમાં અનેક ચર્ચાઓ તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર પ્રત્યે કોઇ જ ધ્યાન આપવામાં આવ્યું ન હતુ યાત્રાધામ ડાકોરમાં 23 દિવસ પહેલાં જ નવા ફલાય ઓવરબ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દ્વારા કરવામાં આવ્યું હતું. નવા બ્રિજના ઉપરના ભાગેથી મુકાયેલા સિમેન્ટ ક્રોંક્રિટના બે સ્પાન વચ્ચેથી પોપડા ઉખડવા લાગ્યા છે. કોન્ટ્રાક્ટર અને માર્ગ અને મકાન વિભાગના તંત્રની મિલિભગત અંગે નગરમાં અનેક ચર્ચાઓ ઉઠી છે. ડાકોરમાં સરકાર દ્વારા મંગલમ બિટકોન એજન્સી મહેસાણાને રૂ.70 કરોડના ખર્ચે ફલાય ઓવરબ્રીજ બનાવવાનો કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો હતો. હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાઇ રહ્યું છે તેવી ઘણીવાર સ્થાનિકો અને જાગૃત નાગરિકો દ્વારા ફરિયાદો ઉઠી હતી છતાં તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર પ્રત્યે કોઇ જ ધ્યાન આપવામાં આવ્યું ન હતુ. અઢી વર્ષે આ ફલાય ઓવરબ્રિજનું કામ પુરું થયું હતું. માત્ર 23 દિવસમાં તો સ્પાનમાંથી પોપડા ખરવા લાગ્યા છે. જેથી વાહનચાલકો અને સ્થાનિક નાગરિકો ભયભીત બન્યા છે. શનિવારના રોજ બપોરના 4-00 કલાકે બ્રિજના ઉપરના ભાગેથી પોપડા પડતાં જોશી કોલોનીની સામે રહેતા ભરતભાઈ મિસ્ત્ર્રી માંડ માંડ બચ્યા હતા. તેઓએ કહ્યું કે તપાસ થવી જોઇએ. આ બાબતે ડાકોરના માર્ગ અને મકાન વિભાગના ડે.એન્જિનિયર પ્રતિક સોનીનો સંપર્ક સાધતા ફોન ઉપાડયો ન હતો.

ડાકોરમાં 23 દિવસ પહેલાં જ ખુલ્લા મુકાયેલા ફ્લાય ઓવરબ્રિજના પોપડા ઉખડવા લાગ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દ્વારા કરવામાં આવ્યું હતું
  • કોન્ટ્રાક્ટર અને માર્ગ અને મકાન વિભાગના તંત્રની મિલિભગત અંગે નગરમાં અનેક ચર્ચાઓ
  • તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર પ્રત્યે કોઇ જ ધ્યાન આપવામાં આવ્યું ન હતુ

યાત્રાધામ ડાકોરમાં 23 દિવસ પહેલાં જ નવા ફલાય ઓવરબ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દ્વારા કરવામાં આવ્યું હતું. નવા બ્રિજના ઉપરના ભાગેથી મુકાયેલા સિમેન્ટ ક્રોંક્રિટના બે સ્પાન વચ્ચેથી પોપડા ઉખડવા લાગ્યા છે. કોન્ટ્રાક્ટર અને માર્ગ અને મકાન વિભાગના તંત્રની મિલિભગત અંગે નગરમાં અનેક ચર્ચાઓ ઉઠી છે.

ડાકોરમાં સરકાર દ્વારા મંગલમ બિટકોન એજન્સી મહેસાણાને રૂ.70 કરોડના ખર્ચે ફલાય ઓવરબ્રીજ બનાવવાનો કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો હતો. હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાઇ રહ્યું છે તેવી ઘણીવાર સ્થાનિકો અને જાગૃત નાગરિકો દ્વારા ફરિયાદો ઉઠી હતી છતાં તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર પ્રત્યે કોઇ જ ધ્યાન આપવામાં આવ્યું ન હતુ. અઢી વર્ષે આ ફલાય ઓવરબ્રિજનું કામ પુરું થયું હતું. માત્ર 23 દિવસમાં તો સ્પાનમાંથી પોપડા ખરવા લાગ્યા છે. જેથી વાહનચાલકો અને સ્થાનિક નાગરિકો ભયભીત બન્યા છે. શનિવારના રોજ બપોરના 4-00 કલાકે બ્રિજના ઉપરના ભાગેથી પોપડા પડતાં જોશી કોલોનીની સામે રહેતા ભરતભાઈ મિસ્ત્ર્રી માંડ માંડ બચ્યા હતા. તેઓએ કહ્યું કે તપાસ થવી જોઇએ. આ બાબતે ડાકોરના માર્ગ અને મકાન વિભાગના ડે.એન્જિનિયર પ્રતિક સોનીનો સંપર્ક સાધતા ફોન ઉપાડયો ન હતો.