Kuttchની કોન્સ્ટેબલ નીતા ચૌધરી જીવતી વૈભવી લાઈફસ્ટાઈલ,વાંચો સંપૂર્ણ અહેવાલ

નીતા ચૌધરી સામે ગુનો નોંધાતા અનેક પ્રકરણો સામે આવ્યા કચ્છ સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવે છે કોન્સ્ટેબલ નીતા ચૌધરી મહિલા કોન્સ્ટેબલ બૂટલેગર સાથે થાર લઈને જઈ રહી હતી નીતા ચૌધરી વર્ષ 2015માં ગુજરાતના પોલીસ વિભાગમાં જોડાઈ હતી. હાલમાં તે પોલીસ કોન્સ્ટેબલ છે. તેની ફરજનું મૂળ સ્થળ ગાંધીધામ છે, પરંતુ ડેપ્યુટેશનથી CID ક્રાઇમમાં ફરજ પર મૂકવામાં આવી હતી. અગાઉ LCB પર તેને ડયૂટી આપવામાં આવી હતી. કોણ છે નીતા ચૌધરી નીતા ચૌધરી ભચાઉમાં CID બ્રાન્ચમાં પોલીસ કોન્સ્ટેબલ છે પરંતુ સોશિયલ મીડિયામાં પર ભારે લોકપ્રિયતા મેળવી છે. મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી તેની ફરજ દરમિયાન પણ ઈન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવીને વધારે ચર્ચામાં રહેતી હોય છે, તેમજ વૈભવી જીવન પસાર કરી રહી છે. નીતા ચૌધરીને બુટલેગર સાથે ઝડપી પાડવામાં આવી ત્યારે તેના 42000 જેટલા ફોલોવર્સ હતા જ્યારે આજે 84,000 થી પણ વધારે ફોલોવર્સ થઈ ચૂક્યા છે, તે અવનવી ડાયલોગ બાજી કરીને પણ રીલ્સ બનાવતી રહે છે. નીતા ચૌધરીના પતિ પણ રાજકારણી છે નીતા ચૌધરીના પતિનું મૂળ વતન બનાસકાંઠા-રાજસ્થાન બોર્ડર પર આવેલું એક ગામ છે. જ્યાં સ્થાનિક રાજકારણમાં નીતાના પતિ સક્રિય છે. એટલું જ નહીં, ઉત્તર ગુજરાતના એક દિગ્ગજ નેતા સાથે નીતા ચૌધરીના ખૂબ નજીકના સંબંધો હોવાની પણ ચર્ચા છે. સૂત્રોનો તો ત્યાં સુધી દાવો છે કે ભૂતકાળમાં આ નેતાની ભલામણના કારણે જ એક હાઇપ્રોફાઇલ કેસમાંથી નીતા ચૌધરીને ફસાતી બચાવી લેવાઈ હતી. નીતાની લાઈફ સ્ટાઈલ વૈભવી છે સામાન્ય પોલીસકર્મી કરતાં નીતા ચૌધરીની લાઇફસ્ટાઇલ ખૂબ અલગ અને અસામાન્ય રહી છે. તેને ઓળખતા લોકો તો ત્યાં સુધી માને છે કે પોલીસની નોકરી તે પગાર માટે નહીં, પરંતુ વટ પાડવા માટે જ કરતી હતી. ઇન્સ્ટાગ્રામ પર કરેલી 558 પોસ્ટ આ વાતને સાચી ઠેરવતી હોય એમ પણ લાગે છે. નીતા ચૌધરી રીલ્સ બનાવાની છે શોખીન નીતા ચૌધરીનો રીલ્સ બનાવવાનો શોખ આજકાલનો નથી. અગાઉ તે પોલીસ યુનિફોર્મ પહેરીને સોશિયલ મીડિયા પર ડાન્સ અને ડાયલોગબાજીના વીડિયો બનાવતી હતી. આ વીડિયો ભૂતકાળમાં પણ પોલીસ વિભાગમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો, કારણ કે વર્દી પહેરીને કોઈ પોલીસકર્મી રીલ્સ ન બનાવી શકે. આ મુદ્દે સિનિયર પોલીસ અધિકારીઓએ નીતા ચૌધરીને બોલાવીને ઠપકો પણ આપ્યો હતો. નીતાની સાથે ઝડપાયેલ બૂટલેગર પણ માથાભારે છે યુવરાજસિંહનું મૂળ વતન કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું જૂની ચીરઈ ગામ છે. એ વિસ્તારનો તે જાણીતો અને માથાભારે બુટલેગર છે. પોલીસે ઝડપેલા બુટલેગર યુવરાજસિંહ જાડેજાની ઉંમર 30 વર્ષની છે અને તેની સામે 21 ગુના વિવિધ પોલીસ સ્ટેશનમાં અત્યારસુધી નોંધાયેલા છે, જેમાં મોટા ભાગના ગુના પ્રોહિબિશનના એટલે કે દારૂને લગતા છે.

Kuttchની કોન્સ્ટેબલ નીતા ચૌધરી જીવતી વૈભવી લાઈફસ્ટાઈલ,વાંચો સંપૂર્ણ અહેવાલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નીતા ચૌધરી સામે ગુનો નોંધાતા અનેક પ્રકરણો સામે આવ્યા
  • કચ્છ સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવે છે કોન્સ્ટેબલ નીતા ચૌધરી
  • મહિલા કોન્સ્ટેબલ બૂટલેગર સાથે થાર લઈને જઈ રહી હતી

નીતા ચૌધરી વર્ષ 2015માં ગુજરાતના પોલીસ વિભાગમાં જોડાઈ હતી. હાલમાં તે પોલીસ કોન્સ્ટેબલ છે. તેની ફરજનું મૂળ સ્થળ ગાંધીધામ છે, પરંતુ ડેપ્યુટેશનથી CID ક્રાઇમમાં ફરજ પર મૂકવામાં આવી હતી. અગાઉ LCB પર તેને ડયૂટી આપવામાં આવી હતી.

કોણ છે નીતા ચૌધરી

નીતા ચૌધરી ભચાઉમાં CID બ્રાન્ચમાં પોલીસ કોન્સ્ટેબલ છે પરંતુ સોશિયલ મીડિયામાં પર ભારે લોકપ્રિયતા મેળવી છે. મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી તેની ફરજ દરમિયાન પણ ઈન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવીને વધારે ચર્ચામાં રહેતી હોય છે, તેમજ વૈભવી જીવન પસાર કરી રહી છે. નીતા ચૌધરીને બુટલેગર સાથે ઝડપી પાડવામાં આવી ત્યારે તેના 42000 જેટલા ફોલોવર્સ હતા જ્યારે આજે 84,000 થી પણ વધારે ફોલોવર્સ થઈ ચૂક્યા છે, તે અવનવી ડાયલોગ બાજી કરીને પણ રીલ્સ બનાવતી રહે છે.


નીતા ચૌધરીના પતિ પણ રાજકારણી છે

નીતા ચૌધરીના પતિનું મૂળ વતન બનાસકાંઠા-રાજસ્થાન બોર્ડર પર આવેલું એક ગામ છે. જ્યાં સ્થાનિક રાજકારણમાં નીતાના પતિ સક્રિય છે. એટલું જ નહીં, ઉત્તર ગુજરાતના એક દિગ્ગજ નેતા સાથે નીતા ચૌધરીના ખૂબ નજીકના સંબંધો હોવાની પણ ચર્ચા છે. સૂત્રોનો તો ત્યાં સુધી દાવો છે કે ભૂતકાળમાં આ નેતાની ભલામણના કારણે જ એક હાઇપ્રોફાઇલ કેસમાંથી નીતા ચૌધરીને ફસાતી બચાવી લેવાઈ હતી.

નીતાની લાઈફ સ્ટાઈલ વૈભવી છે

સામાન્ય પોલીસકર્મી કરતાં નીતા ચૌધરીની લાઇફસ્ટાઇલ ખૂબ અલગ અને અસામાન્ય રહી છે. તેને ઓળખતા લોકો તો ત્યાં સુધી માને છે કે પોલીસની નોકરી તે પગાર માટે નહીં, પરંતુ વટ પાડવા માટે જ કરતી હતી. ઇન્સ્ટાગ્રામ પર કરેલી 558 પોસ્ટ આ વાતને સાચી ઠેરવતી હોય એમ પણ લાગે છે.


નીતા ચૌધરી રીલ્સ બનાવાની છે શોખીન

નીતા ચૌધરીનો રીલ્સ બનાવવાનો શોખ આજકાલનો નથી. અગાઉ તે પોલીસ યુનિફોર્મ પહેરીને સોશિયલ મીડિયા પર ડાન્સ અને ડાયલોગબાજીના વીડિયો બનાવતી હતી. આ વીડિયો ભૂતકાળમાં પણ પોલીસ વિભાગમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો, કારણ કે વર્દી પહેરીને કોઈ પોલીસકર્મી રીલ્સ ન બનાવી શકે. આ મુદ્દે સિનિયર પોલીસ અધિકારીઓએ નીતા ચૌધરીને બોલાવીને ઠપકો પણ આપ્યો હતો.

નીતાની સાથે ઝડપાયેલ બૂટલેગર પણ માથાભારે છે

યુવરાજસિંહનું મૂળ વતન કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું જૂની ચીરઈ ગામ છે. એ વિસ્તારનો તે જાણીતો અને માથાભારે બુટલેગર છે. પોલીસે ઝડપેલા બુટલેગર યુવરાજસિંહ જાડેજાની ઉંમર 30 વર્ષની છે અને તેની સામે 21 ગુના વિવિધ પોલીસ સ્ટેશનમાં અત્યારસુધી નોંધાયેલા છે, જેમાં મોટા ભાગના ગુના પ્રોહિબિશનના એટલે કે દારૂને લગતા છે.