ટંકારિયા ગામ ખાતે રૂા.31લાખ કરતા વધુની ઘરફોડ ચોરી થઈ

તસ્કરોએ દાગીના અને રૂા. ચાર લાખ કરતા વધુની રોકડ રકમની ચોરી કરીનાયબ જિલ્લા પોલીસ વડા સી કે પટેલે ઘટના સ્થળની મુલાકાત લીધી તસ્કરો 44.8 તોલા સોનાના દાગીના અને રૂ 4 લાખ કરતા વધુની રોકડ રકમ ની ચોરી કરી ભરૂચ તાલુકાના પાલેજ નજીકના ટંકારીયા ગામ ખાતે ગતરોજ સમી સાંજના આશરે 6 વાગ્યાથી 9 વાગ્યાના સમય દરમિયાન ઘરફેડ ચોરીનો બનાવ બન્યો હતો જેમા તસ્કરો 44.8 તોલા સોનાના દાગીના અને રૂ 4 લાખ કરતા વધુની રોકડ રકમ મળી કુલ રૂ 31લાખ કરતા વધુ મતાની ચોરી કરી હતી આ બનાવમાં મળતી પ્રાથમિક માહિતી મુજબ તસ્કરો બાજુના બઁધ મકાનના ધાભા પરથી બાલ્કનીમાં આવી અણીદાર વસ્તુથી કાણા પાડી સ્ટોપર ખોલી મકાનમાં પ્રવેશ કરી ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. ચોરીના બનાવ અંગે પાલેજ પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ લખાવતા ફરિયાદી ઈરફન ઇનાયત લાર્યા એ જણાવ્યુ હતુ કે ગતરોજ તા 21/4/24 ના રોજ તેઓ સમગ્ર કુટુંબ સાથે આછોડ ગામ ખાતે લગ્નમાં ગયા હતા ત્યાંથી પરત ટંકારીયા આવી ગામમાં એક લગ્ન પ્રસંગમાં ગયા હતા આમ સાંજના 6 વાગ્યા થી રાત્રીના 9 વાગ્યા દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો તસ્કરોએ ઉપરના માળ પરની તિજોરી અને નીચેની તિજોરી એમ બે તિજોરી માંથી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી આ બનાવ અંગે પાલેજ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધવતા પોલીસે ડોગસ્કવોર્ડ અને ફ્ગિંર એક્ષપર્ટ ની ટીમ તપાસ અંગે કામે લગાડી હતી નાયબ જિલ્લા પોલીસ વડા સી કે પટેલે તેમજ એલ સીબી અને એસ ઓ જી ની ટિમોએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી હાલ પાલેજ પોલીસના પી આઈ દેસાઈ બનાવની તપાસ કરી રહ્યા છે. રાત્રીના સમયે ફરિયાદ કેમ ન નોંધાઈ ? ચોરીનો બનાવ ગતરોજ રાત્રીના સમયે બન્યો હોવા છતાં પોલીસ ફરિયાદ આજે નોંધાઈ હતી તેનું કારણ જણાવતા ફરિયાદી એ જણાવ્યુ કે રાત્રીના સમયે એક તિજોરી માંથી નાની રકમ ઓછી જણાઈ હતી જેને ગંભીરતા થી લીધી ન હતી પરંતુ સવારના સમયે તમામ તિજોરીઓ તપાસતા મોટી ચોરી થઇ હોવાનુ જણાયું હતુ ફરિયાદી એ માધ્યમોને રૂ 31લાખ કરતા વધુ મતાની ચોરી થઇ હોવાનુ જણાવ્યુ હતું. બંધ મકાનમાં તસ્કરો છુપાયા હોય તેવી શંકા ટંકારીયા થી પાદરીયા તરફ્ જવાના રસ્તા પર છેવાડાના વિસ્તારમાં આવેલ અને જે મકાનમાં ચોરી થઇ તેની બાજુનું મકાન લાંબા સમયથી બંધ હોવાના કારણે તસ્કરો આ બંધ મકાનમાં સંતાયા હોય અને બાદમાંઘટનાને અજામ આપ્યાની શક્યતા છે ખેતી અને માંદગીના કારણે મોટી રકમ તિજોરીમાં રાખી હતી ટંકારીયા ખાતેની આ ચોરીના બનાવમાં તસ્કરોએ મોટી રોકડ રકમની પણ ચોરી કરી હતી જે અંગે ફરિયાદી એ જણાવ્યુ હતુ કે કુટુંબના સભ્યને ગંભીર બીમારી હોવાના કારણે અને તેઓ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ હોય મોટી રોકડ રકમ તિજોરીમા રાખી હતી.

ટંકારિયા ગામ ખાતે રૂા.31લાખ કરતા વધુની ઘરફોડ ચોરી થઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તસ્કરોએ દાગીના અને રૂા. ચાર લાખ કરતા વધુની રોકડ રકમની ચોરી કરી
  • નાયબ જિલ્લા પોલીસ વડા સી કે પટેલે ઘટના સ્થળની મુલાકાત લીધી
  • તસ્કરો 44.8 તોલા સોનાના દાગીના અને રૂ 4 લાખ કરતા વધુની રોકડ રકમ ની ચોરી કરી

ભરૂચ તાલુકાના પાલેજ નજીકના ટંકારીયા ગામ ખાતે ગતરોજ સમી સાંજના આશરે 6 વાગ્યાથી 9 વાગ્યાના સમય દરમિયાન ઘરફેડ ચોરીનો બનાવ બન્યો હતો જેમા તસ્કરો 44.8 તોલા સોનાના દાગીના અને રૂ 4 લાખ કરતા વધુની રોકડ રકમ મળી કુલ રૂ 31લાખ કરતા વધુ મતાની ચોરી કરી હતી આ બનાવમાં મળતી પ્રાથમિક માહિતી મુજબ તસ્કરો બાજુના બઁધ મકાનના ધાભા પરથી બાલ્કનીમાં આવી અણીદાર વસ્તુથી કાણા પાડી સ્ટોપર ખોલી મકાનમાં પ્રવેશ કરી ચોરીના બનાવને અંજામ આપ્યો હતો.

ચોરીના બનાવ અંગે પાલેજ પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ લખાવતા ફરિયાદી ઈરફન ઇનાયત લાર્યા એ જણાવ્યુ હતુ કે ગતરોજ તા 21/4/24 ના રોજ તેઓ સમગ્ર કુટુંબ સાથે આછોડ ગામ ખાતે લગ્નમાં ગયા હતા ત્યાંથી પરત ટંકારીયા આવી ગામમાં એક લગ્ન પ્રસંગમાં ગયા હતા આમ સાંજના 6 વાગ્યા થી રાત્રીના 9 વાગ્યા દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો તસ્કરોએ ઉપરના માળ પરની તિજોરી અને નીચેની તિજોરી એમ બે તિજોરી માંથી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી આ બનાવ અંગે પાલેજ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધવતા પોલીસે ડોગસ્કવોર્ડ અને ફ્ગિંર એક્ષપર્ટ ની ટીમ તપાસ અંગે કામે લગાડી હતી નાયબ જિલ્લા પોલીસ વડા સી કે પટેલે તેમજ એલ સીબી અને એસ ઓ જી ની ટિમોએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી હાલ પાલેજ પોલીસના પી આઈ દેસાઈ બનાવની તપાસ કરી રહ્યા છે.

રાત્રીના સમયે ફરિયાદ કેમ ન નોંધાઈ ?

ચોરીનો બનાવ ગતરોજ રાત્રીના સમયે બન્યો હોવા છતાં પોલીસ ફરિયાદ આજે નોંધાઈ હતી તેનું કારણ જણાવતા ફરિયાદી એ જણાવ્યુ કે રાત્રીના સમયે એક તિજોરી માંથી નાની રકમ ઓછી જણાઈ હતી જેને ગંભીરતા થી લીધી ન હતી પરંતુ સવારના સમયે તમામ તિજોરીઓ તપાસતા મોટી ચોરી થઇ હોવાનુ જણાયું હતુ ફરિયાદી એ માધ્યમોને રૂ 31લાખ કરતા વધુ મતાની ચોરી થઇ હોવાનુ જણાવ્યુ હતું.

બંધ મકાનમાં તસ્કરો છુપાયા હોય તેવી શંકા

ટંકારીયા થી પાદરીયા તરફ્ જવાના રસ્તા પર છેવાડાના વિસ્તારમાં આવેલ અને જે મકાનમાં ચોરી થઇ તેની બાજુનું મકાન લાંબા સમયથી બંધ હોવાના કારણે તસ્કરો આ બંધ મકાનમાં સંતાયા હોય અને બાદમાંઘટનાને અજામ આપ્યાની શક્યતા છે

ખેતી અને માંદગીના કારણે મોટી રકમ તિજોરીમાં રાખી હતી

ટંકારીયા ખાતેની આ ચોરીના બનાવમાં તસ્કરોએ મોટી રોકડ રકમની પણ ચોરી કરી હતી જે અંગે ફરિયાદી એ જણાવ્યુ હતુ કે કુટુંબના સભ્યને ગંભીર બીમારી હોવાના કારણે અને તેઓ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ હોય મોટી રોકડ રકમ તિજોરીમા રાખી હતી.