Ahmedabadમાં ચાંદખેડા પોલીસે ફાયર સેફટીના અભાવે જગતપુરની સોસાયટીના ચેરમેન સામે નોંધ્યો ગુનો

જગતપુરની સેવી સ્વરાજ આકાંક્ષા ફેઝ 1ના ચેરમેન અને સેક્રેટરી સામે ગુનો ફાયર સેફ્ટીના અભાવ હોવાના કારણે નોંધાઈ ફરિયાદ વર્ષ 2022થી અત્યાર સુધીમાં કોઈ NOCના લીધી હોવાનું આવ્યું સામે અમદાવાદ ફાયર વિભાગ અને પોલીસ વિભાગ ફાયર NOCને લઈ એલર્ટ બન્યુ છે,ત્યારે અમદાવાદ ચાંદખેડા પોલીસે જગતપુરની સેવી સ્વરાજ આકાંક્ષા ફેઝ 1ના ચેરમેન અને સેક્રેટરી સામે ગુનો નોંધ્યો છે,સોસાયટીના રહીશોની જીંદગી જોખમાય તે રીતે બેદરકારી જણાઈ આવતા ફરિયાદ નોંધી છે.અગાઉ એક વાર NOC લેવા માટે સૂચન આપ્યા છતાં પણ NOC લીધી ન હતી તેના કારણે પગલા લેવામાં આવ્યા છે. સ્કૂલોને પણ ફાયર વિભાગે આપી નોટીસ અમદાવાદ ગ્રામ્ય DEO દ્વારા સોમવારથી અલગ અલગ ટીમ બનાવી સ્કૂલોમાં ફાયર સેફ્ટી, NOC અને પતરાના શેડ અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન 6 સ્કૂલોમાં પતરાના શેડ ધ્યાને આવ્યા છે જેથી સ્કૂલોની નોટિસ ફટકારી જવાબ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. 2 સ્કૂલોમાં ફાયર NOC રિન્યૂ કરવાની બાકી હોવાથી સ્કૂલોને નોટિસ ફટકારવામાં આવી છે. ગ્રામ્યમાં અત્યાર સુધી 70થી વધુ સ્કૂલોમાં તપાસ કરવામાં આવી છે. કુલ 600 સ્કૂલો આવેલી છે જેમાં હજુ તપાસ ચાલુ જ રહેશે. વિવેકાનંદ કોલેજ સીલ કરાઇ અમદાવાદ શહેરમાં રાયપુર ચાર રસ્તા નજીક આવેલ વિવેકાનંદ કોલેજમાં પણ ફાયર અને BU પરમિશન નહીં હોવાના કારણે એસ્ટર અને ફાયરની ટીમ દ્વારા સીલ મારવામાં આવી સાથે જ આગામી દિવસોમાં પણ આ જ પ્રકારેની કામગીરી સતત ચાલતી રહેશે તે માટે ખાસ SOP બનાવવામાં આવી છે જે અંતર્ગત તમામ હોસ્પિટલ મોલ હાયરાઇઝ બિલ્ડીંગ માટે પણ ફાયર એનઓસી લેવાની રહેશે સાથે જ હાલમાં ફાયર એનઓસી રીન્યુ કરવામાં વિલંબ થતો હોય તેવું તંત્રનું માનવું છે એક વખત ફાયર એનઓસી લીધા બાદ તેને રીન્યુ કરવામાં નથી આવતી જે આગામી સમયમાં યોગ્ય રીતે થાય તેના ઉપર અમદાવાદ મનપા દ્વારા પણ ભાર મૂકવામાં આવશે સાથે જ જો કોઈ મોટી બિલ્ડીંગ કે જેમાં બૂ અથવા તો ફાયર એનઓસી ન હોય તો તે અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવાના સૂચન સરકાર દ્વારા આપી દેવામાં આવ્યા છે.

Ahmedabadમાં ચાંદખેડા પોલીસે ફાયર સેફટીના અભાવે જગતપુરની સોસાયટીના ચેરમેન સામે નોંધ્યો ગુનો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જગતપુરની સેવી સ્વરાજ આકાંક્ષા ફેઝ 1ના ચેરમેન અને સેક્રેટરી સામે ગુનો
  • ફાયર સેફ્ટીના અભાવ હોવાના કારણે નોંધાઈ ફરિયાદ
  • વર્ષ 2022થી અત્યાર સુધીમાં કોઈ NOCના લીધી હોવાનું આવ્યું સામે

અમદાવાદ ફાયર વિભાગ અને પોલીસ વિભાગ ફાયર NOCને લઈ એલર્ટ બન્યુ છે,ત્યારે અમદાવાદ ચાંદખેડા પોલીસે જગતપુરની સેવી સ્વરાજ આકાંક્ષા ફેઝ 1ના ચેરમેન અને સેક્રેટરી સામે ગુનો નોંધ્યો છે,સોસાયટીના રહીશોની જીંદગી જોખમાય તે રીતે બેદરકારી જણાઈ આવતા ફરિયાદ નોંધી છે.અગાઉ એક વાર NOC લેવા માટે સૂચન આપ્યા છતાં પણ NOC લીધી ન હતી તેના કારણે પગલા લેવામાં આવ્યા છે.

સ્કૂલોને પણ ફાયર વિભાગે આપી નોટીસ

અમદાવાદ ગ્રામ્ય DEO દ્વારા સોમવારથી અલગ અલગ ટીમ બનાવી સ્કૂલોમાં ફાયર સેફ્ટી, NOC અને પતરાના શેડ અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન 6 સ્કૂલોમાં પતરાના શેડ ધ્યાને આવ્યા છે જેથી સ્કૂલોની નોટિસ ફટકારી જવાબ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. 2 સ્કૂલોમાં ફાયર NOC રિન્યૂ કરવાની બાકી હોવાથી સ્કૂલોને નોટિસ ફટકારવામાં આવી છે. ગ્રામ્યમાં અત્યાર સુધી 70થી વધુ સ્કૂલોમાં તપાસ કરવામાં આવી છે. કુલ 600 સ્કૂલો આવેલી છે જેમાં હજુ તપાસ ચાલુ જ રહેશે.

વિવેકાનંદ કોલેજ સીલ કરાઇ

અમદાવાદ શહેરમાં રાયપુર ચાર રસ્તા નજીક આવેલ વિવેકાનંદ કોલેજમાં પણ ફાયર અને BU પરમિશન નહીં હોવાના કારણે એસ્ટર અને ફાયરની ટીમ દ્વારા સીલ મારવામાં આવી સાથે જ આગામી દિવસોમાં પણ આ જ પ્રકારેની કામગીરી સતત ચાલતી રહેશે તે માટે ખાસ SOP બનાવવામાં આવી છે જે અંતર્ગત તમામ હોસ્પિટલ મોલ હાયરાઇઝ બિલ્ડીંગ માટે પણ ફાયર એનઓસી લેવાની રહેશે સાથે જ હાલમાં ફાયર એનઓસી રીન્યુ કરવામાં વિલંબ થતો હોય તેવું તંત્રનું માનવું છે એક વખત ફાયર એનઓસી લીધા બાદ તેને રીન્યુ કરવામાં નથી આવતી જે આગામી સમયમાં યોગ્ય રીતે થાય તેના ઉપર અમદાવાદ મનપા દ્વારા પણ ભાર મૂકવામાં આવશે સાથે જ જો કોઈ મોટી બિલ્ડીંગ કે જેમાં બૂ અથવા તો ફાયર એનઓસી ન હોય તો તે અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવાના સૂચન સરકાર દ્વારા આપી દેવામાં આવ્યા છે.