Loksabha Election: અમિત શાહે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું, CM હાજર રહ્યાં

ગાંધીનગર લોકસભા બેઠક પરથી ફોર્મ ભર્યુંગાંધીનગર કલેકટર કચેરીમાં ઉમેદવારી નોંધાવીશાહના આગમનથી તંત્રને એલર્ટ મોડ પરઅમિત શાહે આજે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યુ છે. જેમાં ગાંધીનગર લોકસભા બેઠક પરથી 12.39 વિજય મુહૂર્તમાં ગાંધીનગર કલેકટર કચેરીમાં ઉમેદવારી પત્ર ભર્યું છે. અમિત શાહ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા છે. તેમજ ક્લસ્ટર ઇન્ચાર્જ કે.સી. પટેલ સાથે સાંસદ મયંક નાયક પણ ઉપસ્થિત હતા.અમિત શાહના આગમનથી તંત્ર એલર્ટ મોડ પરઅમિત શાહ અમદાવાદથી ગાંધીનગર કલેક્ટર કચેરી ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. ત્યારે પ્રોટોકોલ મુજબ ઘ-0થી કલેક્ટર કચેરી સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પણ બેઝ હોસ્પિટલ તૈયાર કરી દેવામાં આવી હતી. જેમાં મોટાભાગના દરેક વિભાગના તજજ્ઞ તબીબોને ફરજ સોંપવામાં આવી હતી. ઉપરાંત જરૂરી બ્લડને આરક્ષિત કરવામાં આવ્યું હતુ. સમગ્ર સિવિલ તંત્રને અમિત શાહના આગમનથી એલર્ટ મોડ ઉપર રહેવાના આદેશો આપવામાં આવ્યા હતા. પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પણ 100 મીટર ત્રિજ્યામાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ તમામ વાહનો માટે પ્રતિબંધ છે. જ્યારે કલેક્ટર કચેરી આસપાસ કોર્ટ - ઉદ્યોગ ભવન કચેરીઓ પણ આવેલી હોવાથી સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈ કલેક્ટર કચેરીની રોડ સાઈડના કમ્પાઉન્ડમાં સફેદ કપડાંના પડદા લગાવી દેવાયા છે. જેથી જ્યારે અમિત શાહનું કલેક્ટર કચેરીમાં આગમન થાય ત્યારે કોઈપણને અંદરની માહિતી મળશે નહી. ઉમેદવારી નોંધાવવાની આજે છેલ્લી તારીખ ઉમેદવારી નોંધાવવાની આજે છેલ્લી તારીખ છે. ગઈકાલે કેટલીક બેઠકો પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ત્યારે આજે કેન્દ્રિય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ, ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર પાટીલ, રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ સહિત કેટલાક ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે.

Loksabha Election: અમિત શાહે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું, CM હાજર રહ્યાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગાંધીનગર લોકસભા બેઠક પરથી ફોર્મ ભર્યું
  • ગાંધીનગર કલેકટર કચેરીમાં ઉમેદવારી નોંધાવી
  • શાહના આગમનથી તંત્રને એલર્ટ મોડ પર

અમિત શાહે આજે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યુ છે. જેમાં ગાંધીનગર લોકસભા બેઠક પરથી 12.39 વિજય મુહૂર્તમાં ગાંધીનગર કલેકટર કચેરીમાં ઉમેદવારી પત્ર ભર્યું છે. અમિત શાહ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા છે. તેમજ ક્લસ્ટર ઇન્ચાર્જ કે.સી. પટેલ સાથે સાંસદ મયંક નાયક પણ ઉપસ્થિત હતા.

અમિત શાહના આગમનથી તંત્ર એલર્ટ મોડ પર

અમિત શાહ અમદાવાદથી ગાંધીનગર કલેક્ટર કચેરી ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. ત્યારે પ્રોટોકોલ મુજબ ઘ-0થી કલેક્ટર કચેરી સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પણ બેઝ હોસ્પિટલ તૈયાર કરી દેવામાં આવી હતી. જેમાં મોટાભાગના દરેક વિભાગના તજજ્ઞ તબીબોને ફરજ સોંપવામાં આવી હતી. ઉપરાંત જરૂરી બ્લડને આરક્ષિત કરવામાં આવ્યું હતુ. સમગ્ર સિવિલ તંત્રને અમિત શાહના આગમનથી એલર્ટ મોડ ઉપર રહેવાના આદેશો આપવામાં આવ્યા હતા.

પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પણ 100 મીટર ત્રિજ્યામાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ તમામ વાહનો માટે પ્રતિબંધ છે. જ્યારે કલેક્ટર કચેરી આસપાસ કોર્ટ - ઉદ્યોગ ભવન કચેરીઓ પણ આવેલી હોવાથી સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈ કલેક્ટર કચેરીની રોડ સાઈડના કમ્પાઉન્ડમાં સફેદ કપડાંના પડદા લગાવી દેવાયા છે. જેથી જ્યારે અમિત શાહનું કલેક્ટર કચેરીમાં આગમન થાય ત્યારે કોઈપણને અંદરની માહિતી મળશે નહી.

ઉમેદવારી નોંધાવવાની આજે છેલ્લી તારીખ

ઉમેદવારી નોંધાવવાની આજે છેલ્લી તારીખ છે. ગઈકાલે કેટલીક બેઠકો પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ત્યારે આજે કેન્દ્રિય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ, ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર પાટીલ, રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અને જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ સહિત કેટલાક ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે.