Rajkot: ગેમિંગઝોન કાંડના ઠેઠ 28દિવસે ચીફ અને ડે.ફાયર ઓફિસર સહિત ત્રણની ધરપકડ

અગ્નિકાંડમાં ધરપકડનો આંક 15 : એક પણ પદાધિકારી નહીંદુર્ઘટના વખતે ગેમિંગઝોનમાં વેલ્ડિંગના જોખમી કામ કરનાર ઉપર પણ સકંજો રાજકોટના મોકાજી સર્કલ પાસે આવેલ ટીઆરપી ગેમિંગઝોનમાં ગત 25 તારીખે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી રાજકોટના ટીઆરપી ગેમિંગઝોન દુર્ઘટનામાં તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ સીટ દ્વારા એક પછી એક આરોપીની ધરપકડ કરવાનો સિલસિલો શરુ થયો હતો જે અત્યાર સુધીમાં ધરપકડનો આંક 15 સુધી પહોંચ્યો છે આજે આ અગ્નિકાંડમાં ચીફ્ ફાયર ઓફ્સિર, ડેપ્યુટી ચીફ્ ફાયર ઓફ્સિર અને વેલ્ડીંગ કરનારની ધરપકડ કરવામાં આવી છે જે ત્રણેયના રિમાન્ડ મેળવવા આજે કોર્ટમાં રજુ કરવામાં આવશે. રાજકોટના મોકાજી સર્કલ પાસે આવેલ ટીઆરપી ગેમિંગઝોનમાં ગત 25 તારીખે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી જેમાં 27 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા આ અંગે 26 તારીખે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ સીટની રચના કરવામાં આવી હતી અને તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી આ ભયંકર દુર્ઘટનામાં ફાયર એનઓસી અંગે ફાયર ઓફ્સિરો દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોય તેવું તપાસમાં ખૂલતા આજે ચીફ્ ફાયર ઓફ્સિર ઈલેશ ખેર, ડેપ્યુટી ચીફ્ ફાયર ઓફ્સિર બી જે ઠેબા અને ગેમિંગઝોનમાં વેલ્ડિંગ કામ કરનાર મહેશ રાઠોડની પણ ધરપકડ કરવામાં આવી છે એસીપી ક્રાઈમ બી બી બસિયાએ જણાવ્યું હતું કે ઉપરોક્ત ગુનામાં અત્યાર સુધીમાં 15 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં પકડાયેલા આરોપીઓ યુવરાજસિહ હરિસિહ સોલંકી : ભાગીદાર નીતિનકુમાર મહાવીરપ્રસાદ લોઢા : મેનેજર રાહુલ લલિતભાઈ રાઠોડ : ભાગીદાર ધવલ ભરતભાઈ ઠક્કર : ભાગીદાર કિરીટસિહ જગદીશસિહ જાડેજા : જમીનમાલિક મનસુખભાઈ ધનજીભાઈ સાગઠિયા : પૂર્વ ટીપીઓ ગૌતમ દેવશંકરભાઈ જોષી : એટીપીઓ મુકેશભાઈ રામજીભાઈ મકવાણા : એટીપીઓ રોહિત આસમલભાઈવિગોરા : ફાયર સ્ટેશન ઓફ્સિર અશોકસિહ જગદીશસિહ જાડેજા : જમીન માલિક જયદીપ ચૌધરી : આસિસ્ટન્ટ એન્જીનીયર રાજેશ મકવાણા : એટીપીઓ ઈલેશ ખેર : ચીફ્ ફાયર ઓફ્સિર બી જે ઠેબા : ડેપ્યુટી ચીફ્ ફાયર ઓફ્સિર મહેશ રાઠોડ : વેલ્ડિંગ કરનાર

Rajkot: ગેમિંગઝોન કાંડના ઠેઠ 28દિવસે ચીફ અને ડે.ફાયર ઓફિસર સહિત ત્રણની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અગ્નિકાંડમાં ધરપકડનો આંક 15 : એક પણ પદાધિકારી નહીં
  • દુર્ઘટના વખતે ગેમિંગઝોનમાં વેલ્ડિંગના જોખમી કામ કરનાર ઉપર પણ સકંજો
  • રાજકોટના મોકાજી સર્કલ પાસે આવેલ ટીઆરપી ગેમિંગઝોનમાં ગત 25 તારીખે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી

રાજકોટના ટીઆરપી ગેમિંગઝોન દુર્ઘટનામાં તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ સીટ દ્વારા એક પછી એક આરોપીની ધરપકડ કરવાનો સિલસિલો શરુ થયો હતો જે અત્યાર સુધીમાં ધરપકડનો આંક 15 સુધી પહોંચ્યો છે

આજે આ અગ્નિકાંડમાં ચીફ્ ફાયર ઓફ્સિર, ડેપ્યુટી ચીફ્ ફાયર ઓફ્સિર અને વેલ્ડીંગ કરનારની ધરપકડ કરવામાં આવી છે જે ત્રણેયના રિમાન્ડ મેળવવા આજે કોર્ટમાં રજુ કરવામાં આવશે. રાજકોટના મોકાજી સર્કલ પાસે આવેલ ટીઆરપી ગેમિંગઝોનમાં ગત 25 તારીખે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી જેમાં 27 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા આ અંગે 26 તારીખે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ સીટની રચના કરવામાં આવી હતી અને તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી આ ભયંકર દુર્ઘટનામાં ફાયર એનઓસી અંગે ફાયર ઓફ્સિરો દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોય તેવું તપાસમાં ખૂલતા આજે ચીફ્ ફાયર ઓફ્સિર ઈલેશ ખેર, ડેપ્યુટી ચીફ્ ફાયર ઓફ્સિર બી જે ઠેબા અને ગેમિંગઝોનમાં વેલ્ડિંગ કામ કરનાર મહેશ રાઠોડની પણ ધરપકડ કરવામાં આવી છે એસીપી ક્રાઈમ બી બી બસિયાએ જણાવ્યું હતું કે ઉપરોક્ત ગુનામાં અત્યાર સુધીમાં 15 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં પકડાયેલા આરોપીઓ

યુવરાજસિહ હરિસિહ સોલંકી : ભાગીદાર

નીતિનકુમાર મહાવીરપ્રસાદ લોઢા : મેનેજર

રાહુલ લલિતભાઈ રાઠોડ : ભાગીદાર

ધવલ ભરતભાઈ ઠક્કર : ભાગીદાર

કિરીટસિહ જગદીશસિહ જાડેજા : જમીનમાલિક

મનસુખભાઈ ધનજીભાઈ સાગઠિયા : પૂર્વ ટીપીઓ

ગૌતમ દેવશંકરભાઈ જોષી : એટીપીઓ

મુકેશભાઈ રામજીભાઈ મકવાણા : એટીપીઓ

રોહિત આસમલભાઈવિગોરા : ફાયર સ્ટેશન ઓફ્સિર

અશોકસિહ જગદીશસિહ જાડેજા : જમીન માલિક

જયદીપ ચૌધરી : આસિસ્ટન્ટ એન્જીનીયર

રાજેશ મકવાણા : એટીપીઓ

ઈલેશ ખેર : ચીફ્ ફાયર ઓફ્સિર

બી જે ઠેબા : ડેપ્યુટી ચીફ્ ફાયર ઓફ્સિર

મહેશ રાઠોડ : વેલ્ડિંગ કરનાર