AMC સ્લોટર હાઉસમાં નિયત ક્વોટાની તુલનાએ વધુ ભેંસોની ગેરકાયદે કતલકરાતી હોવાનો આક્ષેપ

શાસક પક્ષના MLAના કામો થતા ન હોવાની સંકલન સમિતિમાં ફરિયાદોસ્વિમિંગ પૂલોમાં કર્મીઓને અડધો પગાર ચૂકવી AMCને રૂ. 1.71 કરોડનું નુકસાન પહોંચાડાયું અધિકારીઓ MLAને સાંભળશે નહીં તો સંકલન સમિતિની બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલને બોલાવવા પડશે AMC સંચાલિત સ્લોટર હાઉસમાં નક્કી કરાયેલ ક્વોટાની સરખામણીએ વધુ ભેંસોની ગેરકાયેદસર રીતે કતલ કરાતી હોવાનો અને AMCના સ્વિમિંગ પૂલોમાં કર્મચારીઓને કોન્ટ્રાક્ટર દ્વારા અડધો જ પગાર ચૂકવાતો હોવાનો એલિસબ્રિજના MLA અમિત શાહે આક્ષેપ કર્યો છે. અમદાવાદના MP, MLAની જિલ્લા કલેક્ટર અને AMC કમિશનર સાથે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં અશાંત ધારાનો અમલ, BJPના રાજમાં શાસક પક્ષના MLAના કામો થતા ન હોવાનો વિપક્ષના ધારાસભ્યે મારેલો ટોણા, ધાર્મિક સ્થાનોને આપેલી નોટિસ, વગેરે જેવા મુદ્દે વ્યાપક રજુઆતો કરાઈ હતી. જો અધિકારીઓ MLAને સાંભળશે નહીં તો સંકલન સમિતિની બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલને બોલાવવા પડશે. એલિસબ્રિજના MLA અમિત શાહે જણાવ્યું કે, AMCના સ્વીમિંગ પુલનો કોન્ટ્રાક્ટ લેનાર એજન્સીએ પગાર પેટે રૂ. 3 કરોડ, 70 લાખ AMC પાસેથી લઈને કર્મીઓને રૂ. 1 કરોડ, 80 લાખ ચૂકવીને કર્મચારીઓનું શોષણ કરવા ઉપરાંત AMCને રૂ. 1 કરોડ, 71 લાખનું નુકસાન પહોંચાડયું છે. વાસણામાં મ્યુનિ.ની જગ્યામાં 17 વર્ષમાં 97 મુદત પડી છે. આ બાબતે સારા વકીલ રોકી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. વેજલપુર ધારાસભ્યે રજૂઆત કરી હતી કે, સ્લમ વિસ્તારોમાં માંસ - મચ્છી અને મટનની દુકાનો દૂર કરવા કાર્યવાહી થતી નથી. જમાલપુરના MLA ઇમરાન ખેડાવાલાએ કહ્યું હતું કે ભાજપના ધારાસભ્યો પણ અધિકારીઓ સામે લાચાર છે. તેઓના કામ થતા નથી ભાજપના ધારાસભ્ય રજૂઆત કરી હતી કે જે હાટકેશ્વર બ્રિજનું નિરાકરણ લવાયું નથી. દાણીલીમડાના ધારાસભ્યે જણાવ્યું હતું કે, ભાજપના MP, MLA વારંવાર રજૂઆત કરતા હોવા છતાં કામો ના થતા હોય સામાન્ય લોકોનો પ્રશ્નોનો ક્યાંથી ઉકેલ આવે ?

AMC સ્લોટર હાઉસમાં નિયત ક્વોટાની તુલનાએ વધુ ભેંસોની ગેરકાયદે કતલકરાતી હોવાનો આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શાસક પક્ષના MLAના કામો થતા ન હોવાની સંકલન સમિતિમાં ફરિયાદો
  • સ્વિમિંગ પૂલોમાં કર્મીઓને અડધો પગાર ચૂકવી AMCને રૂ. 1.71 કરોડનું નુકસાન પહોંચાડાયું
  • અધિકારીઓ MLAને સાંભળશે નહીં તો સંકલન સમિતિની બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલને બોલાવવા પડશે

AMC સંચાલિત સ્લોટર હાઉસમાં નક્કી કરાયેલ ક્વોટાની સરખામણીએ વધુ ભેંસોની ગેરકાયેદસર રીતે કતલ કરાતી હોવાનો અને AMCના સ્વિમિંગ પૂલોમાં કર્મચારીઓને કોન્ટ્રાક્ટર દ્વારા અડધો જ પગાર ચૂકવાતો હોવાનો એલિસબ્રિજના MLA અમિત શાહે આક્ષેપ કર્યો છે.

અમદાવાદના MP, MLAની જિલ્લા કલેક્ટર અને AMC કમિશનર સાથે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં અશાંત ધારાનો અમલ, BJPના રાજમાં શાસક પક્ષના MLAના કામો થતા ન હોવાનો વિપક્ષના ધારાસભ્યે મારેલો ટોણા, ધાર્મિક સ્થાનોને આપેલી નોટિસ, વગેરે જેવા મુદ્દે વ્યાપક રજુઆતો કરાઈ હતી. જો અધિકારીઓ MLAને સાંભળશે નહીં તો સંકલન સમિતિની બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલને બોલાવવા પડશે.

એલિસબ્રિજના MLA અમિત શાહે જણાવ્યું કે, AMCના સ્વીમિંગ પુલનો કોન્ટ્રાક્ટ લેનાર એજન્સીએ પગાર પેટે રૂ. 3 કરોડ, 70 લાખ AMC પાસેથી લઈને કર્મીઓને રૂ. 1 કરોડ, 80 લાખ ચૂકવીને કર્મચારીઓનું શોષણ કરવા ઉપરાંત AMCને રૂ. 1 કરોડ, 71 લાખનું નુકસાન પહોંચાડયું છે. વાસણામાં મ્યુનિ.ની જગ્યામાં 17 વર્ષમાં 97 મુદત પડી છે. આ બાબતે સારા વકીલ રોકી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. વેજલપુર ધારાસભ્યે રજૂઆત કરી હતી કે, સ્લમ વિસ્તારોમાં માંસ - મચ્છી અને મટનની દુકાનો દૂર કરવા કાર્યવાહી થતી નથી. જમાલપુરના MLA ઇમરાન ખેડાવાલાએ કહ્યું હતું કે ભાજપના ધારાસભ્યો પણ અધિકારીઓ સામે લાચાર છે. તેઓના કામ થતા નથી ભાજપના ધારાસભ્ય રજૂઆત કરી હતી કે જે હાટકેશ્વર બ્રિજનું નિરાકરણ લવાયું નથી. દાણીલીમડાના ધારાસભ્યે જણાવ્યું હતું કે, ભાજપના MP, MLA વારંવાર રજૂઆત કરતા હોવા છતાં કામો ના થતા હોય સામાન્ય લોકોનો પ્રશ્નોનો ક્યાંથી ઉકેલ આવે ?