Gujarat Monsoon Assembly: જાણો વિધાનસભામાં કયા પ્રશ્ન પર કેવા જવાબ અપાયા
વિધાનસભા ગૃહમાં હર હર મહાદેવના નારા લાગ્યા છે અર્જૂન મોઢવાડિયાને અધ્યક્ષની સામેની હરોળમાં સ્થાન અપાયુ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યનું સ્વાગત કરાયુ વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. જેમાં વિધાનસભા ગૃહમાં હર હર મહાદેવના નારા લાગ્યા છે. અર્જૂન મોઢવાડિયાને અધ્યક્ષની સામેની હરોળમાં સ્થાન અપાયુ છે. તેમજ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યનું સ્વાગત કરાયુ છે. ભાજપના ધારાસભ્યોએ પાટલી થપથપાવી સ્વાગત કર્યું છે. ચાર ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતા. ભાજપમાંથી ચૂંટણી જીત્યા બાદ પ્રથમ વખત ગૃહમાં આવ્યા છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રશ્ન કર્યા વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. જેમાં ભાજપના MLA કેયુર રોકડિયાએ પ્રશ્ન કર્યા છે. તેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈ પ્રશ્ન કર્યા છે. તેમાં મંત્રી ઋષિકેશ પટેલે કેયુર રોકડિયાને જવાબ આપ્યો છે. તેમાં લાભાર્થીને 3 તબક્કામાં રકમ જમા કરાવાય છે. આ અંગે ઝડપથી કામ થઈ રહ્યું છે તેમ ઋષિકેશ પટેલે જણાવ્યું છે. તેમજ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રશ્ન કર્યા છે. જેમાં અમિત ચાવડાએ જણાવ્યું છે કે 2012માં 50 લાખ કાચા મકાનો હતા. જેમાંથી હજુ પણ કાચા મકાનો રાજ્યમાં છે. શહેરમાં રૂ.3.5 લાખમાં અપાય છે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખમાં મકાન અપાય છે. બંને જગ્યાએ અલગ-અલગ કેમ? PM આવાસ યોજનામાં નવો સર્વે કરાવવા રજૂઆત ઋષિકેશ પટેલે કહ્યું- પ્રશ્નનો કોમ્પોનન્ટ અલગ છે. તેમાં કોંગ્રેસ MLA ડો. તુષાર ચૌધરીએ રજૂઆત કરતા જણાવ્યું છે કે શહેરી-ગ્રામ્ય વિસ્તારનો નવો આર્થિક સર્વે થવો જોઇએ. PM આવાસ યોજનામાં નવો સર્વે કરાવવા રજૂઆત છે. મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હાલ મંજૂર થતી યાદી જૂના ડેટા પ્રમાણે થાય છે નવા સર્વે બાદ નવી યાદી પ્રમાણે સહાય મંજૂર થશે. તેમજ સરકારી આવાસ ભાડે અપાતા હોવાનો મુદ્દે ઉઠ્યો છે. જેમાં ભાજપના જ MLA યોગેશ પટેલે મુદ્દો ઉઠાવ્યો છે તેમાં જણાવ્યું છે કે કેટલાક લોકો મકાનો ભાડે ચઢાવી દે છે. આવી ફરિયાદો અમને મળી છે.ગૃહમાં સહકારી બેંકમાં નવા એકાઉન્ટ ખોલવાનો મુદ્દો ઉઠ્યો ગૃહમાં સહકારી બેંકમાં નવા એકાઉન્ટ ખોલવાનો મુદ્દો ઉઠ્યો છે. જેમાં વિધાનસભા ગૃહમાં જગદીશ પંચાલનું નિવેદન સામે આવ્યુ છે. તેમાં સહકારી બેંકોમાં નવા 22 લાખ એકાઉન્ટ ખૂલ્યા છે. નવા એકાઉન્ટોમાં રૂ.6.5 હજાર કરોડ ડિપોઝિટ થયા છે. તેમજ અગાઉ બનાસકાંઠા, પંચમહાલમાં પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. બંને જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ શરૂ થયો હતો. રાજ્યભરમાં હવે પ્રોજેક્ટ લાગુ કરવામાં આવ્યો છે. તેમજ વિધાનસભા ગૃહમાં અમિત ચાવડાનો આક્ષેપ છે કે ગ્રામીણ વિસ્તારોમાં સરકારી બેંકોના ખાતેદારોને સહકારી બેન્કમા ખાતું ખોલવામાં માટે દબાણ કરવામાં આવે છે. સરકારી બેંકોના બદલે સહકારી બેંકોમાં ખાતું ખોલાવવા માટે દબાણ કરાઇ રહ્યું છે. શું સહકારી બેંકોમાં ખાતું ખોલવું ફરિજિયાત છે? ભુતીયા શિક્ષકો મુદ્દે વિધાનસભા ગૃહમાં પ્રશ્ન થયો ભુતીયા શિક્ષકો મુદ્દે વિધાનસભા ગૃહમાં પ્રશ્ન થયો છે. જેમાં દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીના પ્રશ્ન પર શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરનો જવાબ છે કે બનાસકાંઠા જિલ્લામાં 12 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર છે. પાટણ જિલ્લામાં સાત શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર છે. આ શિક્ષકો વિદેશ પ્રવાસે છે તેમજ એક પણ શિક્ષકને પગાર ચૂકવ્યો નથી. બધા રજા મૂકીને ગયા છે. બનાસકાંઠાના 6 શિક્ષકો બરતરફ કર્યા છે. બનાસકાંઠાના બે શિક્ષકોના રાજીનામા મંજૂર કર્યા છે તેમજ પાટણના 7 શિક્ષકો સમય મર્યાદામાં છે હાલ કાર્યવાહી કરી નથી રજા મુકી વિદેશ ગયા છે. લિગલ ઓપિનિયન લઈ જવાબ લઈ કાર્યવાહી કરીશું તેમજ શિક્ષકો રજાઓ મૂકી અને વિદેશ જતા રહેશે તેમાં રાજ્યમાં મોટાપાયે શિક્ષકોની ઘટ છે ત્યારે શિક્ષકોની ખાલી જગ્યાનો મુદ્દો શૈલેષ પરમારે ઉઠાવ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- વિધાનસભા ગૃહમાં હર હર મહાદેવના નારા લાગ્યા છે
- અર્જૂન મોઢવાડિયાને અધ્યક્ષની સામેની હરોળમાં સ્થાન અપાયુ
- કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યનું સ્વાગત કરાયુ
વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. જેમાં વિધાનસભા ગૃહમાં હર હર મહાદેવના નારા લાગ્યા છે. અર્જૂન મોઢવાડિયાને અધ્યક્ષની સામેની હરોળમાં સ્થાન અપાયુ છે. તેમજ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યનું સ્વાગત કરાયુ છે. ભાજપના ધારાસભ્યોએ પાટલી થપથપાવી સ્વાગત કર્યું છે. ચાર ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતા. ભાજપમાંથી ચૂંટણી જીત્યા બાદ પ્રથમ વખત ગૃહમાં આવ્યા છે.
કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રશ્ન કર્યા
વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. જેમાં ભાજપના MLA કેયુર રોકડિયાએ પ્રશ્ન કર્યા છે. તેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈ પ્રશ્ન કર્યા છે. તેમાં મંત્રી ઋષિકેશ પટેલે કેયુર રોકડિયાને જવાબ આપ્યો છે. તેમાં લાભાર્થીને 3 તબક્કામાં રકમ જમા કરાવાય છે. આ અંગે ઝડપથી કામ થઈ રહ્યું છે તેમ ઋષિકેશ પટેલે જણાવ્યું છે. તેમજ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રશ્ન કર્યા છે. જેમાં અમિત ચાવડાએ જણાવ્યું છે કે 2012માં 50 લાખ કાચા મકાનો હતા. જેમાંથી હજુ પણ કાચા મકાનો રાજ્યમાં છે. શહેરમાં રૂ.3.5 લાખમાં અપાય છે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખમાં મકાન અપાય છે. બંને જગ્યાએ અલગ-અલગ કેમ?
PM આવાસ યોજનામાં નવો સર્વે કરાવવા રજૂઆત
ઋષિકેશ પટેલે કહ્યું- પ્રશ્નનો કોમ્પોનન્ટ અલગ છે. તેમાં કોંગ્રેસ MLA ડો. તુષાર ચૌધરીએ રજૂઆત કરતા જણાવ્યું છે કે શહેરી-ગ્રામ્ય વિસ્તારનો નવો આર્થિક સર્વે થવો જોઇએ. PM આવાસ યોજનામાં નવો સર્વે કરાવવા રજૂઆત છે. મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હાલ મંજૂર થતી યાદી જૂના ડેટા પ્રમાણે થાય છે નવા સર્વે બાદ નવી યાદી પ્રમાણે સહાય મંજૂર થશે. તેમજ સરકારી આવાસ ભાડે અપાતા હોવાનો મુદ્દે ઉઠ્યો છે. જેમાં ભાજપના જ MLA યોગેશ પટેલે મુદ્દો ઉઠાવ્યો છે તેમાં જણાવ્યું છે કે કેટલાક લોકો મકાનો ભાડે ચઢાવી દે છે. આવી ફરિયાદો અમને મળી છે.
ગૃહમાં સહકારી બેંકમાં નવા એકાઉન્ટ ખોલવાનો મુદ્દો ઉઠ્યો
ગૃહમાં સહકારી બેંકમાં નવા એકાઉન્ટ ખોલવાનો મુદ્દો ઉઠ્યો છે. જેમાં વિધાનસભા ગૃહમાં જગદીશ પંચાલનું નિવેદન સામે આવ્યુ છે. તેમાં સહકારી બેંકોમાં નવા 22 લાખ એકાઉન્ટ ખૂલ્યા છે. નવા એકાઉન્ટોમાં રૂ.6.5 હજાર કરોડ ડિપોઝિટ થયા છે. તેમજ અગાઉ બનાસકાંઠા, પંચમહાલમાં પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. બંને જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ શરૂ થયો હતો. રાજ્યભરમાં હવે પ્રોજેક્ટ લાગુ કરવામાં આવ્યો છે. તેમજ વિધાનસભા ગૃહમાં અમિત ચાવડાનો આક્ષેપ છે કે ગ્રામીણ વિસ્તારોમાં સરકારી બેંકોના ખાતેદારોને સહકારી બેન્કમા ખાતું ખોલવામાં માટે દબાણ કરવામાં આવે છે. સરકારી બેંકોના બદલે સહકારી બેંકોમાં ખાતું ખોલાવવા માટે દબાણ કરાઇ રહ્યું છે. શું સહકારી બેંકોમાં ખાતું ખોલવું ફરિજિયાત છે?
ભુતીયા શિક્ષકો મુદ્દે વિધાનસભા ગૃહમાં પ્રશ્ન થયો
ભુતીયા શિક્ષકો મુદ્દે વિધાનસભા ગૃહમાં પ્રશ્ન થયો છે. જેમાં દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીના પ્રશ્ન પર શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરનો જવાબ છે કે બનાસકાંઠા જિલ્લામાં 12 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર છે. પાટણ જિલ્લામાં સાત શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર છે. આ શિક્ષકો વિદેશ પ્રવાસે છે તેમજ એક પણ શિક્ષકને પગાર ચૂકવ્યો નથી. બધા રજા મૂકીને ગયા છે. બનાસકાંઠાના 6 શિક્ષકો બરતરફ કર્યા છે. બનાસકાંઠાના બે શિક્ષકોના રાજીનામા મંજૂર કર્યા છે તેમજ પાટણના 7 શિક્ષકો સમય મર્યાદામાં છે હાલ કાર્યવાહી કરી નથી રજા મુકી વિદેશ ગયા છે. લિગલ ઓપિનિયન લઈ જવાબ લઈ કાર્યવાહી કરીશું તેમજ શિક્ષકો રજાઓ મૂકી અને વિદેશ જતા રહેશે તેમાં રાજ્યમાં મોટાપાયે શિક્ષકોની ઘટ છે ત્યારે શિક્ષકોની ખાલી જગ્યાનો મુદ્દો શૈલેષ પરમારે ઉઠાવ્યો હતો.