ગુજરાતમાં ડીપ ડિપ્રેશનથી બારે મેઘ ખાંગા: માંડવીમાં 18 ઈંચ, અબડાસામાં 14 ઈંચ વરસાદ ખાબકતાં જનજીવન ઠપ

Kutch Heavy Rain Due to Deep Depression : ડીપ ડિપ્રેશનની અસર તળે કચ્છના કાંઠાળ વિસ્તારમાં બારે મેઘ ખાંગા થતાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે. જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસાદ રહ્યો  છે. દસ તાલુકામાં એક ઈંચ થી 17 ઈંચ જેટલો વરસાદ છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન નોંધાયો છે. માંડવીમાં અનરાધાર 17 ઈંચ વરસાદ વરસતા જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અબડાસામાં ચૌદ, મુંદરામાં સાડા દાસ અને લખપતમાં આઠ ઈંચ જેટલો વરસાદ ખાબકતા ચારે બાજુ જળમગ્ન જેવી સ્થિતિ જોવા મળી રહી છે.આ પણ વાંચો : જુલાઈ-ઓગસ્ટમાં મોનસૂને ધડબડાટી બોલાવ્યાં બાદ સપ્ટેમ્બર કેવો રહેશે? IMDએ આપી ખુશખબર!નખત્રાણામાં સાડા છ, અંજારમાં સાડા ,પાંચ, ભુજમાં અને ગાંધીધામમાં ચાર, ભચાઉમાં અઢી અને રાપરમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે. મઘ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.  કંડલા બંદરે સાવચેતીના ભાગ રૂપે ત્રણ નંબરનું સિગ્નલ યથાવત લગાડાયેલું છે. ભારે વરસાદ વચ્ચે માંડવીના મોટા કાંડાગરા લેબર કોલોનીમાં એક મજૂરના મૃત્યુ અને 67ના બચાવ સિવાય નોંધપાત્ર ઘટના તંત્રના ઘ્યાન ઉપર આવી નથી. કાંઠા વિસ્તારના ગામેગામ પાણી ભરાયાં છે અને પ્રજાજનો માટે સ્વયંસહાયની સ્થિતિ છે. ડીપ ડિપ્રેશન આજે દરિયામાં અને કરાંચી તરફ પૂર્ણરૂપે વિદાય લેશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. જો કે, તંત્રને હજુ પણ 24 કલાક સુધી હાઈએલર્ટ ઉપર રહેવા તાકીદ કરાઈ છે.સૌરાષ્ટ્ર-કચ્છ પર ડીપ ડિપ્રેશન ગત રાત્રિના સ્થિર રહેતા ભારે વરસાદ વરસ્યો હતો. કચ્છ ઝોનમાં સૌથી વઘુ 154 ટકાથી વધુ કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં રાજયની સાથે કચ્છમાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ડીપ ડિપ્રેશન કચ્છ પર સ્થિર  થયું  છે. ભુજ થી 60 કીમી દુર ઉત્તર-પશ્વિમમાં કેન્દ્રિત થયું છે.આ પણ વાંચો : અમદાવાદમાં અત્ર તત્ર સર્વત્ર ખાડા જ ખાડા! 19000 થી વધુ સ્થળોએ ખાડારાજ, તંત્ર સામે સવાલ મોડી રાત સુધીમાં નારાયણ સરોવર કોટેશ્વર થઈને અરબ સાગરમાં પહોચે તેવી સંભાવના વ્યકત કરાઈ છે. પવનની ગતિમાં વધારો થવા પામ્યો છે. તેજ ગતિએ પવન ફુકાયો હતો. માંડવીમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. મેઘ કહેર થઈ છે.  ગત રાત્રિથી ગુરુવારની સાંજ સુધીમાં કુલે 17 ઈંચ પાણી વરસ્યું હોવાનું જિલ્લા કન્ટ્રોલ રૂમ ખાતેથી  જાણવા મળ્યું છે. અબડાસામાં ડીપ ડિપ્રેશનની અસર પણ વિશેષ વર્તાઈ હતી.તાલુકા મથક નલિયા ખાતે 14 ઈંચ જેટલો અતિભારે વરસાદ પડયો હતો. ગતરાત્રિથી અનરાધાર વરસાદ વરસ્યો હતો. ઠેર ઠેર પાણી ભરાયા હતા.નખત્રાણામાં વરસાદનું જોર ગત રાત્રિ દરમ્યાન વઘુ રહ્યુ હતું દિવસ દરમ્યાન એક ઈંચ વરસાદ સાથે કુલ સાડા છ ઈંચ વરસાદ પડયો હતો. ઠેક ઠેકાણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. છેલ્લા ચાર-પાંચ દિવસથી વરસાદી માહોલ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લખપતમાં સામાન્ય રીતે મેઘમહેર ઓછી થવા પામતી હોય છે. પરંતું ચાલું સિઝનમાં મેઘરાજાએ હેત વરસાવ્યું છે. તાલુકા મથક દયાપર ખાતે ગત રાત્રિના છ ઈંચથી વઘુ અને દિવસ દરમ્યાન બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો કુલ આઠ ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આ પણ વાંચો : અમદાવાદીઓ આનંદો! સિઝનનો 100% વરસાદ વરસ્યો, છેલ્લા 6 દિવસમાં 40% ખાબકી ગયોઅંજારમાં ગત રાત્રિના વરસાદ બાદ દિવસના ધીમી ધારે વરસતા સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. જિલ્લા મથક ભુજમાં ગત રાત્રિના ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. હમીરસર તળાવ રાત્રિના સવા અગિયાર વાગ્યે ઓવરફલો થયું હતું. બપોરે શાસ્ત્રોક્તવિધિથી વધાવાયું હતું. સવારથી સાંજ સુધી ચાર ઈંચ પાણી વરસી ગયું હતું. ગાંધીધામમાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભચાઉમાં ગત રાત્રિના સારો વરસાદ પડયો હતો. દિવસ દરમિયાન વઘુ દોઢ ઈંચ વરસાદ વરસતા કુલ અઢી ઈંચ પડયો હતો. રાપરમાં સૌથી ઓછી મેઘમહેર રહી હતી એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.માંડવી શહેરમાં જ્યોતેશ્વર પાર્ક વિસ્તારમાં પાણી એસ.ટી. રોડ ઉપર 3-4 ફુટ, બંદર રોડ પર, લાકડા બજારના છેડે મોટા નાળા આવેલા છે તે નાળાથી ઉપર 2-2 ફુટ પાણી ભરાવાથી પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમા પાસે પાણીનો ભરાવો થયો હતો.  માંડવી બંદરે 2022થી લાંગરેલ વહાણ અલનમરાણા  પવન અને પાણીના પ્રેશરથી છૂટી ગયા હતા. જેથી વહાણ ના બન્ને એન્જીન તેમજ વહાણને અંદાજે એકાદ કરોડ જેટલું નુકશાન થયાનો અંદાજ તેના માલિક રીયાઝ જબર સોઢા તથા અતારસિંહ જીરણલાલ યાદવ ગીર સોમનાથે જણાવ્યું હતું.

ગુજરાતમાં ડીપ ડિપ્રેશનથી બારે મેઘ ખાંગા: માંડવીમાં 18 ઈંચ, અબડાસામાં 14 ઈંચ વરસાદ ખાબકતાં જનજીવન ઠપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Kutch Heavy Rain Due to Deep Depression : ડીપ ડિપ્રેશનની અસર તળે કચ્છના કાંઠાળ વિસ્તારમાં બારે મેઘ ખાંગા થતાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે. જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસાદ રહ્યો  છે. દસ તાલુકામાં એક ઈંચ થી 17 ઈંચ જેટલો વરસાદ છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન નોંધાયો છે. માંડવીમાં અનરાધાર 17 ઈંચ વરસાદ વરસતા જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અબડાસામાં ચૌદ, મુંદરામાં સાડા દાસ અને લખપતમાં આઠ ઈંચ જેટલો વરસાદ ખાબકતા ચારે બાજુ જળમગ્ન જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

આ પણ વાંચો : જુલાઈ-ઓગસ્ટમાં મોનસૂને ધડબડાટી બોલાવ્યાં બાદ સપ્ટેમ્બર કેવો રહેશે? IMDએ આપી ખુશખબર!

નખત્રાણામાં સાડા છ, અંજારમાં સાડા ,પાંચ, ભુજમાં અને ગાંધીધામમાં ચાર, ભચાઉમાં અઢી અને રાપરમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે. મઘ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.  કંડલા બંદરે સાવચેતીના ભાગ રૂપે ત્રણ નંબરનું સિગ્નલ યથાવત લગાડાયેલું છે. ભારે વરસાદ વચ્ચે માંડવીના મોટા કાંડાગરા લેબર કોલોનીમાં એક મજૂરના મૃત્યુ અને 67ના બચાવ સિવાય નોંધપાત્ર ઘટના તંત્રના ઘ્યાન ઉપર આવી નથી. કાંઠા વિસ્તારના ગામેગામ પાણી ભરાયાં છે અને પ્રજાજનો માટે સ્વયંસહાયની સ્થિતિ છે. ડીપ ડિપ્રેશન આજે દરિયામાં અને કરાંચી તરફ પૂર્ણરૂપે વિદાય લેશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. જો કે, તંત્રને હજુ પણ 24 કલાક સુધી હાઈએલર્ટ ઉપર રહેવા તાકીદ કરાઈ છે.

સૌરાષ્ટ્ર-કચ્છ પર ડીપ ડિપ્રેશન ગત રાત્રિના સ્થિર રહેતા ભારે વરસાદ વરસ્યો હતો. કચ્છ ઝોનમાં સૌથી વઘુ 154 ટકાથી વધુ કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં રાજયની સાથે કચ્છમાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ડીપ ડિપ્રેશન કચ્છ પર સ્થિર  થયું  છે. ભુજ થી 60 કીમી દુર ઉત્તર-પશ્વિમમાં કેન્દ્રિત થયું છે.

આ પણ વાંચો : અમદાવાદમાં અત્ર તત્ર સર્વત્ર ખાડા જ ખાડા! 19000 થી વધુ સ્થળોએ ખાડારાજ, તંત્ર સામે સવાલ

મોડી રાત સુધીમાં નારાયણ સરોવર કોટેશ્વર થઈને અરબ સાગરમાં પહોચે તેવી સંભાવના વ્યકત કરાઈ છે. પવનની ગતિમાં વધારો થવા પામ્યો છે. તેજ ગતિએ પવન ફુકાયો હતો. માંડવીમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. મેઘ કહેર થઈ છે.  ગત રાત્રિથી ગુરુવારની સાંજ સુધીમાં કુલે 17 ઈંચ પાણી વરસ્યું હોવાનું જિલ્લા કન્ટ્રોલ રૂમ ખાતેથી  જાણવા મળ્યું છે. અબડાસામાં ડીપ ડિપ્રેશનની અસર પણ વિશેષ વર્તાઈ હતી.તાલુકા મથક નલિયા ખાતે 14 ઈંચ જેટલો અતિભારે વરસાદ પડયો હતો. ગતરાત્રિથી અનરાધાર વરસાદ વરસ્યો હતો. ઠેર ઠેર પાણી ભરાયા હતા.

નખત્રાણામાં વરસાદનું જોર ગત રાત્રિ દરમ્યાન વઘુ રહ્યુ હતું દિવસ દરમ્યાન એક ઈંચ વરસાદ સાથે કુલ સાડા છ ઈંચ વરસાદ પડયો હતો. ઠેક ઠેકાણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. છેલ્લા ચાર-પાંચ દિવસથી વરસાદી માહોલ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લખપતમાં સામાન્ય રીતે મેઘમહેર ઓછી થવા પામતી હોય છે. પરંતું ચાલું સિઝનમાં મેઘરાજાએ હેત વરસાવ્યું છે. તાલુકા મથક દયાપર ખાતે ગત રાત્રિના છ ઈંચથી વઘુ અને દિવસ દરમ્યાન બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો કુલ આઠ ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. 

આ પણ વાંચો : અમદાવાદીઓ આનંદો! સિઝનનો 100% વરસાદ વરસ્યો, છેલ્લા 6 દિવસમાં 40% ખાબકી ગયો

અંજારમાં ગત રાત્રિના વરસાદ બાદ દિવસના ધીમી ધારે વરસતા સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. જિલ્લા મથક ભુજમાં ગત રાત્રિના ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. હમીરસર તળાવ રાત્રિના સવા અગિયાર વાગ્યે ઓવરફલો થયું હતું. બપોરે શાસ્ત્રોક્તવિધિથી વધાવાયું હતું. સવારથી સાંજ સુધી ચાર ઈંચ પાણી વરસી ગયું હતું. 

ગાંધીધામમાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભચાઉમાં ગત રાત્રિના સારો વરસાદ પડયો હતો. દિવસ દરમિયાન વઘુ દોઢ ઈંચ વરસાદ વરસતા કુલ અઢી ઈંચ પડયો હતો. રાપરમાં સૌથી ઓછી મેઘમહેર રહી હતી એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.માંડવી શહેરમાં જ્યોતેશ્વર પાર્ક વિસ્તારમાં પાણી એસ.ટી. રોડ ઉપર 3-4 ફુટ, બંદર રોડ પર, લાકડા બજારના છેડે મોટા નાળા આવેલા છે તે નાળાથી ઉપર 2-2 ફુટ પાણી ભરાવાથી પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમા પાસે પાણીનો ભરાવો થયો હતો.  માંડવી બંદરે 2022થી લાંગરેલ વહાણ અલનમરાણા  પવન અને પાણીના પ્રેશરથી છૂટી ગયા હતા. જેથી વહાણ ના બન્ને એન્જીન તેમજ વહાણને અંદાજે એકાદ કરોડ જેટલું નુકશાન થયાનો અંદાજ તેના માલિક રીયાઝ જબર સોઢા તથા અતારસિંહ જીરણલાલ યાદવ ગીર સોમનાથે જણાવ્યું હતું.