સુરત એરપોર્ટ પર ATC કરતાં ફ્લાઇટ વહેલી પહોંચી જાય છે,એરટ્રાફિક કંટ્રોલર 'પાર્ટટાઈમ'

સવારે 7.30 પહેલાં કોઈ કર્મી જ ન આવે, એ પહેલાં ઈમરજન્સી લેન્ડિંગ શક્ય જ નહીંકોલકાતા-સુરત ફ્લાઇટનો સમય સવારે 8.05, એટીસીની કામગીરી 7.30 શરૂ થાય છે 25 મિનિટ સુધી આ ફ્લાઈટએ આકાશમાં ચક્કર કાપ્યા બાદ લેન્ડિંગ કર્યું હતું ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યા પછી સુરત એરપોર્ટ પર પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. જાણે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો કારભાર બસ સ્ટેન્ડથી પણ જાય એવો હોવાનુ બહાર આવ્યુ છે. સવારે સમય કરતા વહેલા પહોંચી જતી ફ્લાઈટને એટીસી તરફથી ક્લિયરન્સ નહીં મળવાને લીધે લાંબા સમય સુધી આકાશમાં ચક્કર કાપવા પડે છે.   શુક્રવારે કલકત્તા-સુરતની ફ્લાઈટને સુરત પહોંચ્યા બાદ ફરીવાર આકાશમાં ચક્કર કાપવાની નોબત આવતા એટીસીની કામગીરી ફરી વિવાદમાં આવી છે. બન્યું એવું કે, શુક્રવારે આવતી કલકત્તા-સુરતની ફ્લાઈટનો સમય સવારે 8:05 વાગ્યાનો છે. પરંતુ આ ફ્લાઈટ સવારે 7:15 વાગે સુરત એરપોર્ટના હવાઈ દાયરામાં આવી પહોંચી હતી. બીજી બાજુ સુરત એરપોર્ટ ખાતે એટીસીની કામગીરી સવારે 7:30થી લઈ મોડી રાત્રે અઢી વાગ્યા સુધી ચાલે છે સવારે 7:30 વાગે કામગીરી શરૂ કરવા કર્મચારીઓ સવારે 6:30 વાગે આવી જાય છે. ત્યારબાદ સિસ્ટમ શરૂ કરવાથી લઈ રન વે પર ચેકિંગ કરાવ્યા બાદ ઓકે કરે છે. શુક્રવારે સવારે 7:15 વાગે આવી પહોંચેલી કલકત્તા-સુરતની ફ્લાઈટને એટીસીએ કામ શરૂ કર્યા બાદ 7:40 વાગે લેન્ડિંગ માટે ક્લિયરન્સનું સિગ્નલ અપાયું હતું. આમ, છેક 25 મિનિટ સુધી આ ફ્લાઈટએ આકાશમાં ચક્કર કાપ્યા બાદ લેન્ડિંગ કર્યું હતું. આ 25 મિનિટ આકાશમાં ચક્કર કાપવા દરમિયાન કલકત્તા-સુરતની ફ્લાઈટના રૂ. 75 હજારથી લઈ એક લાખના ઇંધણનો ખોટો વ્યય થયો હોવાનું સૂત્રોનું કહેવું છે. તેમછતાં એરપોર્ટ પ્રશાસન એટીસીની કામગીરી ફુલ ફ્લેજ (24X7) શરૂ કરી રહ્યું નથી. સ્ટાફ ઓછો હોવાને કારણે એરપોર્ટ ઓથોરિટી દ્વારા એટીસીની કામગીરી 24 કલાક ચાલુ રાખવાને બદલે સવારે 6:30થી મોડી રાત્રે 2:30 સુધી કામગીરી કરવાનો વચલો રસ્તો શોધી કાઢયો છે. પરંતુ તેને લીધે સુરતની એર કનેક્ટિવિટીમાં સીધુ નુકસાન થઈ રહ્યું છે.

સુરત એરપોર્ટ પર ATC કરતાં ફ્લાઇટ વહેલી પહોંચી જાય છે,એરટ્રાફિક કંટ્રોલર 'પાર્ટટાઈમ'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સવારે 7.30 પહેલાં કોઈ કર્મી જ ન આવે, એ પહેલાં ઈમરજન્સી લેન્ડિંગ શક્ય જ નહીં
  • કોલકાતા-સુરત ફ્લાઇટનો સમય સવારે 8.05, એટીસીની કામગીરી 7.30 શરૂ થાય છે
  • 25 મિનિટ સુધી આ ફ્લાઈટએ આકાશમાં ચક્કર કાપ્યા બાદ લેન્ડિંગ કર્યું હતું

ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યા પછી સુરત એરપોર્ટ પર પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે.

જાણે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો કારભાર બસ સ્ટેન્ડથી પણ જાય એવો હોવાનુ બહાર આવ્યુ છે. સવારે સમય કરતા વહેલા પહોંચી જતી ફ્લાઈટને એટીસી તરફથી ક્લિયરન્સ નહીં મળવાને લીધે લાંબા સમય સુધી આકાશમાં ચક્કર કાપવા પડે છે.

  શુક્રવારે કલકત્તા-સુરતની ફ્લાઈટને સુરત પહોંચ્યા બાદ ફરીવાર આકાશમાં ચક્કર કાપવાની નોબત આવતા એટીસીની કામગીરી ફરી વિવાદમાં આવી છે. બન્યું એવું કે, શુક્રવારે આવતી કલકત્તા-સુરતની ફ્લાઈટનો સમય સવારે 8:05 વાગ્યાનો છે. પરંતુ આ ફ્લાઈટ સવારે 7:15 વાગે સુરત એરપોર્ટના હવાઈ દાયરામાં આવી પહોંચી હતી. બીજી બાજુ સુરત એરપોર્ટ ખાતે એટીસીની કામગીરી સવારે 7:30થી લઈ મોડી રાત્રે અઢી વાગ્યા સુધી ચાલે છે સવારે 7:30 વાગે કામગીરી શરૂ કરવા કર્મચારીઓ સવારે 6:30 વાગે આવી જાય છે. ત્યારબાદ સિસ્ટમ શરૂ કરવાથી લઈ રન વે પર ચેકિંગ કરાવ્યા બાદ ઓકે કરે છે. શુક્રવારે સવારે 7:15 વાગે આવી પહોંચેલી કલકત્તા-સુરતની ફ્લાઈટને એટીસીએ કામ શરૂ કર્યા બાદ 7:40 વાગે લેન્ડિંગ માટે ક્લિયરન્સનું સિગ્નલ અપાયું હતું. આમ, છેક 25 મિનિટ સુધી આ ફ્લાઈટએ આકાશમાં ચક્કર કાપ્યા બાદ લેન્ડિંગ કર્યું હતું. આ 25 મિનિટ આકાશમાં ચક્કર કાપવા દરમિયાન કલકત્તા-સુરતની ફ્લાઈટના રૂ. 75 હજારથી લઈ એક લાખના ઇંધણનો ખોટો વ્યય થયો હોવાનું સૂત્રોનું કહેવું છે. તેમછતાં એરપોર્ટ પ્રશાસન એટીસીની કામગીરી ફુલ ફ્લેજ (24X7) શરૂ કરી રહ્યું નથી. સ્ટાફ ઓછો હોવાને કારણે એરપોર્ટ ઓથોરિટી દ્વારા એટીસીની કામગીરી 24 કલાક ચાલુ રાખવાને બદલે સવારે 6:30થી મોડી રાત્રે 2:30 સુધી કામગીરી કરવાનો વચલો રસ્તો શોધી કાઢયો છે. પરંતુ તેને લીધે સુરતની એર કનેક્ટિવિટીમાં સીધુ નુકસાન થઈ રહ્યું છે.