Ahmedabad :700કરોડના ખર્ચે SG-હાઈવે સહિત કુલ 26કિ.મી.ના 9 રોડ આઇકોનિક બનાવાશે

પહેલા તબક્કે ઈસ્કોન સર્કલથી પકવાન સુધીના સર્વિસ રોડ-બફર ઝોનનો સમાવેશ સૂચિત રોડ પર ફુવારા, લાઈટો, બાંકડા, ફૂટપાથ, સેલ્ફી પોઈન્ટ, ફૂડ કોર્ટ જેવી સુવિધાઓ ટેન્ડર મંજૂર થતાં કામ શરુ થઇ જશે અને ત્રણ વર્ષમાં કામ પૂર્ણ કરી દેવાનો મ્યુનિ.નો દાવો અમદવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સરખેજથી ગાંધીનગર હાઇવે સહિત કુલ 26 કિ.મી.ની લંબાઇના 9 આઇકોનિક રોડનો રૂપિયા 700 કરોડના ખર્ચે વિકાસ કરાશે. એસ.જી.હાઇવેના 19મી કિ.મી.ના રોડને 350 કરોડના ખર્ચે વિકાસાવાશે. પાંચ વર્ષમાં સંપૂર્ણ કામ પૂર્ણ થઇ જવાની મ્યુનિ.ને આશા છે. જ્યારે એસ.જી. હાઇવેના ઇસ્કોન સર્કલથી પકવાન સુધીના સર્વિસ રોડ અને બફરઝોન સહિત નવ આઇકોનિક રોડના વિકાસ માટે 350 કરોડનું ટેન્ડર કરાયું છે. જેના માટે આગામી 13મી ઓગસ્ટ સુધીમાં ટેન્ડર મંગાવાયા છે. ટેન્ડર મંજૂર થતાં કામ શરુ થઇ જશે અને ત્રણ વર્ષમાં કામ પૂર્ણ કરી દેવાનો મ્યુનિ.એ દાવો પણ કર્યો છે. આઇકોનીક રોડ પર ફલાવર, આકર્ષક વિજપોલ સાથેની લાઇટો અને બાંકડા, ફુટપાથ, સેલ્ફી પોઇન્ટ અને ફુડકોર્ટ સહિતની સુવિધાનું આયોજન કરાયું છે. આઇકોનીક રોડ રોડનું આયુષ્ય પાંચ વર્ષનું રહેશે. રોડની ડિઝાઇનથી લઇ વિવિધ થીમ વિદેશમાં ફરતા હોય તેવી રહેશે. વધુમાં વધુ સુવિધાઓ વધારવા તરફ આયોજન ચાલુ રહ્યું છે. અગાઉ સિંગલ ટેન્ડરને સહકાર મળ્યો ન હતો પાલડીથી વાડજ (આશ્રમરોડ), ડફનાળા, જંકશનથી એરપોર્ટ સર્કલ, કેશવબાગ પાર્ટી પ્લોટથી પકવાના જંકશન અને કેનયુગ ચાર રસ્તાથી પ્રહલાદનગર જંકશનને આઇકોનીક રોડ બનાવવા માટે આયોજન કરીને સિંગલ ટેન્ડર મંગાવાયા હતાં. પરંતુ સહકાર મળ્યો નહતો. કોઇ કોન્ટ્રાક્ટરે રસ દાખવ્યો નહતો. હવે તમામ આઇકોનીક રોડ સમાવીને પેકેજ બનાવીને ટેન્ડર મંગાવાયા છે. સ્ટ્રીટના બ્યુટીફિકેશન સાથે YMCAથી SP રિંગ રોડ સુધીના રોડનો 50 કરોડના ખર્ચે વિકાસ થશે થીમ બેઝ પ્લાન્ટેશન કરી સ્ટ્રીટના બ્યૂટીફિકેશન સાથે YMCAથી એસ.પી.રીંગરોડ સુધીના 45 મીટર પહોળા અને 2.90 કિ.મી. લંબાઇ ધરાવતા રોડને 50 કરોડના ખર્ચે વિકાસાવાશે. આગામી 13મી ઓગસ્ટ સુધીમાં ટેન્ડર મંગાવાયા છે. ટેન્ડર મંજૂરી બાદ કામ સોંપી દેવાશે અને ત્રણ વર્ષમાં કામ પુરુ કરી દેવાશે. ચાલુવર્ષથી જ રોડનું કામ શરૂ થઇ જશે. રોડ પર સ્કલ્પચર, વોટરબોડી અને ફાઉન્ટેન પણ મુકાશે. આ સુવિધાઓ રહેશે ફૂડ ડિઓસ્ક જુદા જુદા સ્કલ્પચર તથા વોટરબોડી, ફાઉન્ટેન વિકલાંગ માટે સરળ અને આધુનિક વ્યવસ્થા સમગ્ર રોડના વિસ્તારને વિવિધ પ્રકારના લેન્ડસ્કેપીંગ કરી સુશોભીત કરાશે. થીમ બેઇઝ પ્લાન્ટેશન કરી સ્ટ્રીટ લાઇટનું બ્યુટીફિકેશન કરાશે પેરેલલ પાર્કિંગ ફેસીલીટી તથા ટોઇલેટ, બસ સ્ટેન્ડની ફેસિલિટીનું આયોજન કરાશે ડિજિટલ સાઇન બોર્ડ તથા એલ.ઇ.ડી.ડિસ્પેલનું આયોજન કરાશે. રેગ્યુલર ઇન્ટરવલ પર સ્ટેન્ડ સ્ટ્રીટ ફર્નીચરનુંઆયોજન પેડેસ્ટ્રિયન અને વિકલાંગ લોકો માટે કરાશે લેન્ડસ્કેપીંગ પાસે જુદી જુદી ટાઇપની લાઇટીંગનું રહેશે પ્લેસમેકિંગ એરિયામાં લાઇટિંગ, રિક્રિએશન એક્ટિવિટી, હોર્ટીક્ચર પ્લાન્ટેશન, એડવાન્સ ડસ્ટબની, સેલ્ફી પોઇન્ટ વગેરે જેવું સુવિધાનું આયોજન કરાશે.

Ahmedabad :700કરોડના ખર્ચે SG-હાઈવે સહિત કુલ 26કિ.મી.ના 9 રોડ આઇકોનિક બનાવાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પહેલા તબક્કે ઈસ્કોન સર્કલથી પકવાન સુધીના સર્વિસ રોડ-બફર ઝોનનો સમાવેશ
  •  સૂચિત રોડ પર ફુવારા, લાઈટો, બાંકડા, ફૂટપાથ, સેલ્ફી પોઈન્ટ, ફૂડ કોર્ટ જેવી સુવિધાઓ
  • ટેન્ડર મંજૂર થતાં કામ શરુ થઇ જશે અને ત્રણ વર્ષમાં કામ પૂર્ણ કરી દેવાનો મ્યુનિ.નો દાવો

અમદવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સરખેજથી ગાંધીનગર હાઇવે સહિત કુલ 26 કિ.મી.ની લંબાઇના 9 આઇકોનિક રોડનો રૂપિયા 700 કરોડના ખર્ચે વિકાસ કરાશે. એસ.જી.હાઇવેના 19મી કિ.મી.ના રોડને 350 કરોડના ખર્ચે વિકાસાવાશે. પાંચ વર્ષમાં સંપૂર્ણ કામ પૂર્ણ થઇ જવાની મ્યુનિ.ને આશા છે.

જ્યારે એસ.જી. હાઇવેના ઇસ્કોન સર્કલથી પકવાન સુધીના સર્વિસ રોડ અને બફરઝોન સહિત નવ આઇકોનિક રોડના વિકાસ માટે 350 કરોડનું ટેન્ડર કરાયું છે. જેના માટે આગામી 13મી ઓગસ્ટ સુધીમાં ટેન્ડર મંગાવાયા છે. ટેન્ડર મંજૂર થતાં કામ શરુ થઇ જશે અને ત્રણ વર્ષમાં કામ પૂર્ણ કરી દેવાનો મ્યુનિ.એ દાવો પણ કર્યો છે. આઇકોનીક રોડ પર ફલાવર, આકર્ષક વિજપોલ સાથેની લાઇટો અને બાંકડા, ફુટપાથ, સેલ્ફી પોઇન્ટ અને ફુડકોર્ટ સહિતની સુવિધાનું આયોજન કરાયું છે. આઇકોનીક રોડ રોડનું આયુષ્ય પાંચ વર્ષનું રહેશે. રોડની ડિઝાઇનથી લઇ વિવિધ થીમ વિદેશમાં ફરતા હોય તેવી રહેશે. વધુમાં વધુ સુવિધાઓ વધારવા તરફ આયોજન ચાલુ રહ્યું છે.

અગાઉ સિંગલ ટેન્ડરને સહકાર મળ્યો ન હતો

પાલડીથી વાડજ (આશ્રમરોડ), ડફનાળા, જંકશનથી એરપોર્ટ સર્કલ, કેશવબાગ પાર્ટી પ્લોટથી પકવાના જંકશન અને કેનયુગ ચાર રસ્તાથી પ્રહલાદનગર જંકશનને આઇકોનીક રોડ બનાવવા માટે આયોજન કરીને સિંગલ ટેન્ડર મંગાવાયા હતાં. પરંતુ સહકાર મળ્યો નહતો. કોઇ કોન્ટ્રાક્ટરે રસ દાખવ્યો નહતો. હવે તમામ આઇકોનીક રોડ સમાવીને પેકેજ બનાવીને ટેન્ડર મંગાવાયા છે.

સ્ટ્રીટના બ્યુટીફિકેશન સાથે YMCAથી SP રિંગ રોડ સુધીના રોડનો 50 કરોડના ખર્ચે વિકાસ થશે

થીમ બેઝ પ્લાન્ટેશન કરી સ્ટ્રીટના બ્યૂટીફિકેશન સાથે YMCAથી એસ.પી.રીંગરોડ સુધીના 45 મીટર પહોળા અને 2.90 કિ.મી. લંબાઇ ધરાવતા રોડને 50 કરોડના ખર્ચે વિકાસાવાશે. આગામી 13મી ઓગસ્ટ સુધીમાં ટેન્ડર મંગાવાયા છે. ટેન્ડર મંજૂરી બાદ કામ સોંપી દેવાશે અને ત્રણ વર્ષમાં કામ પુરુ કરી દેવાશે. ચાલુવર્ષથી જ રોડનું કામ શરૂ થઇ જશે. રોડ પર સ્કલ્પચર, વોટરબોડી અને ફાઉન્ટેન પણ મુકાશે.

આ સુવિધાઓ રહેશે

ફૂડ ડિઓસ્ક

જુદા જુદા સ્કલ્પચર તથા વોટરબોડી, ફાઉન્ટેન

વિકલાંગ માટે સરળ અને આધુનિક વ્યવસ્થા

સમગ્ર રોડના વિસ્તારને વિવિધ પ્રકારના લેન્ડસ્કેપીંગ કરી સુશોભીત કરાશે.

થીમ બેઇઝ પ્લાન્ટેશન કરી સ્ટ્રીટ લાઇટનું બ્યુટીફિકેશન કરાશે

પેરેલલ પાર્કિંગ ફેસીલીટી તથા ટોઇલેટ, બસ સ્ટેન્ડની ફેસિલિટીનું આયોજન કરાશે

ડિજિટલ સાઇન બોર્ડ તથા એલ.ઇ.ડી.ડિસ્પેલનું આયોજન કરાશે.

રેગ્યુલર ઇન્ટરવલ પર સ્ટેન્ડ સ્ટ્રીટ ફર્નીચરનુંઆયોજન પેડેસ્ટ્રિયન અને વિકલાંગ લોકો માટે કરાશે

લેન્ડસ્કેપીંગ પાસે જુદી જુદી ટાઇપની લાઇટીંગનું રહેશે

પ્લેસમેકિંગ એરિયામાં લાઇટિંગ, રિક્રિએશન એક્ટિવિટી, હોર્ટીક્ચર પ્લાન્ટેશન, એડવાન્સ ડસ્ટબની, સેલ્ફી પોઇન્ટ વગેરે જેવું સુવિધાનું આયોજન કરાશે.