Ahmedabad: નરોડામાં રહેતી યુવતી પાસેથી યુકેના વિઝાના નામે 24.50 લાખ પડાવ્યા

નરોડામાં રહેતી યુવતી સાથે યુકેના વિઝાના નામે 24.50 લાખની ઠગાઈ કરાયાની ફરિયાદ આ શખ્સોએ પાંચ વર્ષના વિઝા અને યુ.કે માં કંપનીમાં નોકરી આપવાનું કહી રૂપિયા પડાવીને નકલી સ્પોન્સર લેટર આપી ઠગાઇ આચરી હતી. નરોડામાં રહેતા ચેતનભાઇ પરમારે મોટી દીકરી વિનિતાના વિઝા માટે બ્રિજેશ નામના શખ્સેને વર્ષ 2023માં મળ્યા હતા.બ્રિજેશ પોતાનો ભાણિયો આદિત્ય દવે યુકેમાં હોવાનું અને તે વિઝા અપાવવામાં એક્સપર્ટ હોવાનું જણાવી યુકેના વિઝા માટે 25 લાખ રૂપિયા ફી થશે, તેમ જણાવ્યું હતું. ચેતનભાઇએ 24.50 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જે બાદ બ્રિજેશે આદિત્યને ફોન કરીને ચેતનભાઇ સાથે વાત કરાવી હતી. આદિત્યે જણાવ્યું હતું કે, તે વિનિતા માટે યુકેની કંપનીનો સ્પોન્સર લેટર અપાવશે અને નોકરી પણ સેટ કરી આપશે. તેમજ પાંચ વર્ષના વિઝા પણ કરી આપવાની વાત કરી હતી. આદિત્યે ઓનલાઈન એક સ્પોન્સર લેટર મોકલી આશિષ ઠક્કરને આપવા કહ્યું હતું. બાદમાં આશિષે વિઝા માટે પ્રોસેસ કરી હતી. જોકે, વિનિતાના વિઝા કેન્સલ થયા હતા. ચેતનભાઇએ વધુ તપાસ કરતા સ્પોન્સર લેટર ખોટો હોવાની જાણ થતાં તેઓ બ્રિજેશના ઘરે ગયા ત્યારે તેની પત્ની સંજનાબેને કહ્યું કે, વિઝાનું કામકાજ હવે કરું છું. બાદમાં બ્રિજેશ અને તેની પત્ની બંનેે ગલ્લા-તલ્લા કરતા હતા. આ દરમિયાન તેમને જાણ થઇ હતી કે, આદિત્યે આવી જ રીતે મોડાસામાં પણ અનેક લોકો સાથે ઠગાઇ આચરતા ફરિયાદ પણ નોંધાઇ છે. બાદમાં ચેતનભાઇએ નરોડા પોલીસ સ્ટેશનમાં બ્રિજેશ ત્રિવેદી, આદિત્ય દેવ, શિલ્પા દવે, સંજના, નવિન છિપા, આશિષ સહિત 9 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Ahmedabad: નરોડામાં રહેતી યુવતી પાસેથી યુકેના વિઝાના નામે 24.50 લાખ પડાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નરોડામાં રહેતી યુવતી સાથે યુકેના વિઝાના નામે 24.50 લાખની ઠગાઈ કરાયાની ફરિયાદ આ શખ્સોએ પાંચ વર્ષના વિઝા અને યુ.કે માં કંપનીમાં નોકરી આપવાનું કહી રૂપિયા પડાવીને નકલી સ્પોન્સર લેટર આપી ઠગાઇ આચરી હતી. નરોડામાં રહેતા ચેતનભાઇ પરમારે મોટી દીકરી વિનિતાના વિઝા માટે બ્રિજેશ નામના શખ્સેને વર્ષ 2023માં મળ્યા હતા.

બ્રિજેશ પોતાનો ભાણિયો આદિત્ય દવે યુકેમાં હોવાનું અને તે વિઝા અપાવવામાં એક્સપર્ટ હોવાનું જણાવી યુકેના વિઝા માટે 25 લાખ રૂપિયા ફી થશે, તેમ જણાવ્યું હતું. ચેતનભાઇએ 24.50 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જે બાદ બ્રિજેશે આદિત્યને ફોન કરીને ચેતનભાઇ સાથે વાત કરાવી હતી. આદિત્યે જણાવ્યું હતું કે, તે વિનિતા માટે યુકેની કંપનીનો સ્પોન્સર લેટર અપાવશે અને નોકરી પણ સેટ કરી આપશે. તેમજ પાંચ વર્ષના વિઝા પણ કરી આપવાની વાત કરી હતી. આદિત્યે ઓનલાઈન એક સ્પોન્સર લેટર મોકલી આશિષ ઠક્કરને આપવા કહ્યું હતું. બાદમાં આશિષે વિઝા માટે પ્રોસેસ કરી હતી. જોકે, વિનિતાના વિઝા કેન્સલ થયા હતા. ચેતનભાઇએ વધુ તપાસ કરતા સ્પોન્સર લેટર ખોટો હોવાની જાણ થતાં તેઓ બ્રિજેશના ઘરે ગયા ત્યારે તેની પત્ની સંજનાબેને કહ્યું કે, વિઝાનું કામકાજ હવે કરું છું. બાદમાં બ્રિજેશ અને તેની પત્ની બંનેે ગલ્લા-તલ્લા કરતા હતા. આ દરમિયાન તેમને જાણ થઇ હતી કે, આદિત્યે આવી જ રીતે મોડાસામાં પણ અનેક લોકો સાથે ઠગાઇ આચરતા ફરિયાદ પણ નોંધાઇ છે. બાદમાં ચેતનભાઇએ નરોડા પોલીસ સ્ટેશનમાં બ્રિજેશ ત્રિવેદી, આદિત્ય દેવ, શિલ્પા દવે, સંજના, નવિન છિપા, આશિષ સહિત 9 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.