Ahmedabad: દરિયાપુરમાં પ્રદૂષિત પાણી અને ગટરો ઊભરાવાથી પરેશાની
શહેરમાં પાણી અને ગટર લાઈન નાખવાની કામગીરી પર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા લાખો કરોડાના ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં ઘણાં વિસ્તારોમાં પ્રદૂષિત પાણી અને ગટરો ઊભરાઈ જવાની ફરિયાદ સામે આવી રહી છે. મધ્ય ઝોનમાં આવેલા દરિયાપુરમાં આવેલી મોટી સાલેપરીમાં પીવાનું પાણી ગંદુ આવી રહ્યું છે.જ્યારે બીજી તરફ નાની હવેલીની પોળમાં ગટરો ઉભરાઈ જવાના કારણે પણ લોકોની હાલાકી વધી રહી છે. જેના અંગે સ્થાનિકોએ ઓનલાઈન અને ઓફલાઈન ફરિયાદ કરી છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી. જેમાં લોકોની એવી પણ ફરિયાદ છે કે, પીવાના પાણીની અને ગટરની લાઈન મિક્સ થઈ જવાના કારણે મુશ્કેલી ઉભી થઈ છે પરંતુ કોઈ જ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. મધ્ય ઝોનના કોટ વિસ્તારમાં છેલ્લા થોડાં સમયથી પાણીની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. એક તરફ મ્યુનિ. કોર્પો. દ્વારા નવી લાઈન નાખવાની અને અપગ્રેડશનની વાતો કરે છે પરંતુ વાસ્તવિક ચિત્ર કંઈક અલગ જ સામે આવી રહ્યું છે. દરિયાપુરના મોટી સાલેપરીમાં છેલ્લા 15 દિવસથી સવાર અને સાંજે પીવાનું પ્રદૂષિત પાણી આવી રહ્યું છે. જેના અંગે સ્થાનિકોએ ફરિયાદ કરી તો અધિકારીઓએ જણાવ્યું કે, પૂરતો માણસોનો સ્ટાફ નથી જેના કારણે કામમાં વિલંબ થઈ રહ્યો છે. તેમજ લોકોની એવી પણ ફરિયાદ છે કે, પીવાના પાણી અને ગટરની લાઈન મિક્સ થઈ રહી છે જેથી પ્રદૂષિત પાણી આવે છે પણ કોઈ પણ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી નથી અને શિયાળાના પ્રારંભે લોકો પાણીજન્ય રોગોના શિકાર બની રહ્યા છે. આ તરફ નાની હવેલીની આખી પોળમાં ગટર ઉભરાઈ રહી છે. જેના કારણે લોકોએ સવાર સવારમાં ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. જેના માટે ગટર લાઈનમાં ડિલિસ્ટિંગની જરૂર હોવાનું અને મેઈન ગટરમાં સફાઈ ન થતી હોવાથી સમસ્યા વધી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરમાં પાણી અને ગટર લાઈન નાખવાની કામગીરી પર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા લાખો કરોડાના ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં ઘણાં વિસ્તારોમાં પ્રદૂષિત પાણી અને ગટરો ઊભરાઈ જવાની ફરિયાદ સામે આવી રહી છે. મધ્ય ઝોનમાં આવેલા દરિયાપુરમાં આવેલી મોટી સાલેપરીમાં પીવાનું પાણી ગંદુ આવી રહ્યું છે.
જ્યારે બીજી તરફ નાની હવેલીની પોળમાં ગટરો ઉભરાઈ જવાના કારણે પણ લોકોની હાલાકી વધી રહી છે. જેના અંગે સ્થાનિકોએ ઓનલાઈન અને ઓફલાઈન ફરિયાદ કરી છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી. જેમાં લોકોની એવી પણ ફરિયાદ છે કે, પીવાના પાણીની અને ગટરની લાઈન મિક્સ થઈ જવાના કારણે મુશ્કેલી ઉભી થઈ છે પરંતુ કોઈ જ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી.
મધ્ય ઝોનના કોટ વિસ્તારમાં છેલ્લા થોડાં સમયથી પાણીની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. એક તરફ મ્યુનિ. કોર્પો. દ્વારા નવી લાઈન નાખવાની અને અપગ્રેડશનની વાતો કરે છે પરંતુ વાસ્તવિક ચિત્ર કંઈક અલગ જ સામે આવી રહ્યું છે. દરિયાપુરના મોટી સાલેપરીમાં છેલ્લા 15 દિવસથી સવાર અને સાંજે પીવાનું પ્રદૂષિત પાણી આવી રહ્યું છે. જેના અંગે સ્થાનિકોએ ફરિયાદ કરી તો અધિકારીઓએ જણાવ્યું કે, પૂરતો માણસોનો સ્ટાફ નથી જેના કારણે કામમાં વિલંબ થઈ રહ્યો છે. તેમજ લોકોની એવી પણ ફરિયાદ છે કે, પીવાના પાણી અને ગટરની લાઈન મિક્સ થઈ રહી છે જેથી પ્રદૂષિત પાણી આવે છે પણ કોઈ પણ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી નથી અને શિયાળાના પ્રારંભે લોકો પાણીજન્ય રોગોના શિકાર બની રહ્યા છે. આ તરફ નાની હવેલીની આખી પોળમાં ગટર ઉભરાઈ રહી છે. જેના કારણે લોકોએ સવાર સવારમાં ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. જેના માટે ગટર લાઈનમાં ડિલિસ્ટિંગની જરૂર હોવાનું અને મેઈન ગટરમાં સફાઈ ન થતી હોવાથી સમસ્યા વધી છે.