Harsh Sanghviના હસ્તે 56 પાકિસ્તાની લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયાં
અમદાવાદ ખાતે નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પ યોજાયો હતો જેમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ૫૬ પાકિસ્તાની લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયાં છે.અમદાવાદમાં વર્ષ ૨૦૧૭થી ૨૦૨૪ દરમિયાન કુલ ૧૨૨૩ લોકોને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયાં છે. કેટલાક દેશોમાં લઘુમતીની સંખ્યા વધુ શહેરના ધારાસભ્યો, ડેપ્યુટી મેયર, AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ નિવાસી અધિક કલેકટરની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં આ પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે,આ અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સૌને આવકારતા કહ્યું કે, 'મુસ્કુરાઇએ! ક્યૂં કી અબ આપ સબ ભારત કે નાગરિક હૈ.ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે નાગરિકતા પ્રમાણપત્ર મેળવનારા લોકોના ચહેરા પર ખુશી અને વિશ્વાસની લાગણી છલકાઈ રહી છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશોમાં કેટલાક ધર્મ અને જ્ઞાતિઓના લોકો લઘુમતીઓમાં આવે છે. તમારી કર્મભૂમિ ભારતને બનાવી શકો છો આ દેશોમાં વર્ષોથી લઘુમતી નાગરિકોની પરિસ્થિતિ કપરી છે તેમજ તેમની સુરક્ષા ખતરામાં છે. દેશનું દાયિત્વ સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાગરિકતા નિયમોમાં બદલાવ લાવીને પાકિસ્તાનમાંથી ભારત આવીને વસેલા નાગરિકોને તેમની ઓળખ સમાન નાગરિકતા પ્રમાણપત્ર મળે તે માટે દિશાસૂચક કામગીરી કરવામાં આવી છે.આજે ભારતીય હોવાનો મને ગર્વ છે એમ જણાવીને ગૃહ રાજ્યમંત્રીએ નાગરિકતા પ્રમાણપત્ર મેળવનારા નાગરિકોને સંબોધતા કહ્યું કે, તમે આજે ગર્વથી તમારી કર્મભૂમિ ભારતને બનાવી શકો છો, ભલે તમારો જન્મ પાકિસ્તાનમાં થયો હોય. આજે પાકિસ્તાનમાંથી આવેલા ઘણા લઘુમતી પરિવારો સમાજમાં વિવિધ ક્ષેત્રે વિકાસ સાધી રહ્યા છે અને સમાજના ઉત્થાનમાં યોગદાન આપી રહ્યા છે. આવા પરિવારોનાં સંતાનો પણ ઉચ્ચ અભ્યાસમાં સફળતા મેળવી રહ્યાં છે. પાકિસ્તાનમાંથી આવીને વસેલા હિન્દુ પરિવારોને નવી ઓળખ આપવાનું કામ કેન્દ્ર અને રાજ્ય સરકારે કર્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું. નાગરિકોને આ પ્રમાણપત્ર આપવામાં આવે સાથે જ, અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય આયોજન અને પ્રસંશનીય કામગીરી થકી નાગરિકોને વર્ષ ૨૦૧૭થી નાગરિકતા પ્રમાણપત્રો એનાયત થઈ રહ્યાં છે એમ જણાવીને ગૃહ રાજ્યમંત્રીશ્રીએ તેમની કામગીરીને બિરદાવી હતી.અમદાવાદના નિવાસી અધિક કલેકટર ભાવિન સાગરે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે સરકાર દ્વારા નાગરિકને અપાતું આ મહત્ત્વનું પ્રમાણપત્ર છે. સરકારે કાયદામાં સુધારો કર્યો ત્યારબાદ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૦૧૭થી કેમ્પ કરીને નિયમિતપણે લાયક નાગરિકોને આ પ્રમાણપત્ર આપવામાં આવે છે. CAA કાયદા થકી શરણાર્થી આ પ્રસંગે મણિનગરના ધારાસભ્ય અમૂલભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશાં નાગરિકોના પ્રશ્નો અને તેમની સમસ્યાઓના સમાધાનને પ્રાધાન્ય આપ્યું છે. એ જ દિશામાં, આજે નાગરિકતા પ્રમાણપત્રો એનાયત કરવાનો આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.મારા મતવિસ્તારમાંથી પણ ઘણા વ્યક્તિઓને આજે આ પ્રમાણપત્ર એનાયત થઈ રહ્યાં છે, એ વાતનો આનંદ છે.આ પ્રસંગે નરોડાના ધારાસભ્ય ડો.પાયલ કુકરાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં લાગુ કરવામાં આવેલા CAA કાયદા થકી શરણાર્થી નાગરિકોને એમના હકો મળશે અને તેઓ માનભેર જીવન જીવી શકશે. સાથે જ, તેમણે નાગરિકતા મેળવનાર નાગરિકોને દેશની એકતા અને અખંડિતતા જાળવવામાં અને દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.નાગરિકતા મેળવનારમાં પણ ખુશીનો માહોલ આ પ્રસંગે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર નાગરિકોએ તેમના પ્રતિભાવો વર્ણવ્યા હતા. પાકિસ્તાનથી ભારત આવીને વસેલા લઘુમતીઓને નાગરિકતા આપતો કાયદો લાવવા બદલ તેઓએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં નાગરિકતા પ્રમાણપત્ર મેળવનાર અને વ્યવસાયે ડૉક્ટર એવા ઈશા કુમારીએ જણાવ્યું હતું કે, આજથી હું એક પ્રાઉડ ભારતીય ડૉક્ટર છું. મને આ સન્માન મળવાની ખુશી છે અને દેશ પ્રત્યેના મારા દાયિત્વને હું પ્રામાણિકપણે નિભાવીશ. ધારાસભ્યો રહ્યાં હાજર અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારના તા.૨૩/૧૨/૨૦૧૬ તેમજ તા.૨૩/૧૦/૨૦૧૮ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લાના જિલ્લા કલેક્ટરશ્રીઓને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનની Minority Community (હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ક્રિશ્ચિયન)ને CITIZENSHIP ACT-1955ની કલમ-૫ અને ૬ અન્વયે ભારતીય નાગરિકતા આપવા અંગેની સત્તા એનાયત કરી છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં વર્ષ ૨૦૧૭થી ૨૦૨૪ સુધી કુલ ૧૧૬૭ અને આજના કાર્યક્રમમાં કુલ ૫૬ વ્યક્તિઓને નાગરિકતા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં છે.ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પમાં ધારાસભ્ય અમિતભાઈ શાહ, દિનેશભાઈ કુશવાહ, બાબુસિંહ જાદવ,ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી સહિત અધિકારીઓ-પદાધિકારીઓ તેમજ લાભાર્થીઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ ખાતે નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પ યોજાયો હતો જેમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ૫૬ પાકિસ્તાની લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયાં છે.અમદાવાદમાં વર્ષ ૨૦૧૭થી ૨૦૨૪ દરમિયાન કુલ ૧૨૨૩ લોકોને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયાં છે.
કેટલાક દેશોમાં લઘુમતીની સંખ્યા વધુ
શહેરના ધારાસભ્યો, ડેપ્યુટી મેયર, AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ નિવાસી અધિક કલેકટરની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં આ પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે,આ અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સૌને આવકારતા કહ્યું કે, 'મુસ્કુરાઇએ! ક્યૂં કી અબ આપ સબ ભારત કે નાગરિક હૈ.ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે નાગરિકતા પ્રમાણપત્ર મેળવનારા લોકોના ચહેરા પર ખુશી અને વિશ્વાસની લાગણી છલકાઈ રહી છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશોમાં કેટલાક ધર્મ અને જ્ઞાતિઓના લોકો લઘુમતીઓમાં આવે છે.
તમારી કર્મભૂમિ ભારતને બનાવી શકો છો
આ દેશોમાં વર્ષોથી લઘુમતી નાગરિકોની પરિસ્થિતિ કપરી છે તેમજ તેમની સુરક્ષા ખતરામાં છે. દેશનું દાયિત્વ સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાગરિકતા નિયમોમાં બદલાવ લાવીને પાકિસ્તાનમાંથી ભારત આવીને વસેલા નાગરિકોને તેમની ઓળખ સમાન નાગરિકતા પ્રમાણપત્ર મળે તે માટે દિશાસૂચક કામગીરી કરવામાં આવી છે.આજે ભારતીય હોવાનો મને ગર્વ છે એમ જણાવીને ગૃહ રાજ્યમંત્રીએ નાગરિકતા પ્રમાણપત્ર મેળવનારા નાગરિકોને સંબોધતા કહ્યું કે, તમે આજે ગર્વથી તમારી કર્મભૂમિ ભારતને બનાવી શકો છો, ભલે તમારો જન્મ પાકિસ્તાનમાં થયો હોય. આજે પાકિસ્તાનમાંથી આવેલા ઘણા લઘુમતી પરિવારો સમાજમાં વિવિધ ક્ષેત્રે વિકાસ સાધી રહ્યા છે અને સમાજના ઉત્થાનમાં યોગદાન આપી રહ્યા છે. આવા પરિવારોનાં સંતાનો પણ ઉચ્ચ અભ્યાસમાં સફળતા મેળવી રહ્યાં છે. પાકિસ્તાનમાંથી આવીને વસેલા હિન્દુ પરિવારોને નવી ઓળખ આપવાનું કામ કેન્દ્ર અને રાજ્ય સરકારે કર્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.
નાગરિકોને આ પ્રમાણપત્ર આપવામાં આવે
સાથે જ, અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય આયોજન અને પ્રસંશનીય કામગીરી થકી નાગરિકોને વર્ષ ૨૦૧૭થી નાગરિકતા પ્રમાણપત્રો એનાયત થઈ રહ્યાં છે એમ જણાવીને ગૃહ રાજ્યમંત્રીશ્રીએ તેમની કામગીરીને બિરદાવી હતી.અમદાવાદના નિવાસી અધિક કલેકટર ભાવિન સાગરે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે સરકાર દ્વારા નાગરિકને અપાતું આ મહત્ત્વનું પ્રમાણપત્ર છે. સરકારે કાયદામાં સુધારો કર્યો ત્યારબાદ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૦૧૭થી કેમ્પ કરીને નિયમિતપણે લાયક નાગરિકોને આ પ્રમાણપત્ર આપવામાં આવે છે.
CAA કાયદા થકી શરણાર્થી
આ પ્રસંગે મણિનગરના ધારાસભ્ય અમૂલભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશાં નાગરિકોના પ્રશ્નો અને તેમની સમસ્યાઓના સમાધાનને પ્રાધાન્ય આપ્યું છે. એ જ દિશામાં, આજે નાગરિકતા પ્રમાણપત્રો એનાયત કરવાનો આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.મારા મતવિસ્તારમાંથી પણ ઘણા વ્યક્તિઓને આજે આ પ્રમાણપત્ર એનાયત થઈ રહ્યાં છે, એ વાતનો આનંદ છે.આ પ્રસંગે નરોડાના ધારાસભ્ય ડો.પાયલ કુકરાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં લાગુ કરવામાં આવેલા CAA કાયદા થકી શરણાર્થી નાગરિકોને એમના હકો મળશે અને તેઓ માનભેર જીવન જીવી શકશે. સાથે જ, તેમણે નાગરિકતા મેળવનાર નાગરિકોને દેશની એકતા અને અખંડિતતા જાળવવામાં અને દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
નાગરિકતા મેળવનારમાં પણ ખુશીનો માહોલ
આ પ્રસંગે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર નાગરિકોએ તેમના પ્રતિભાવો વર્ણવ્યા હતા. પાકિસ્તાનથી ભારત આવીને વસેલા લઘુમતીઓને નાગરિકતા આપતો કાયદો લાવવા બદલ તેઓએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં નાગરિકતા પ્રમાણપત્ર મેળવનાર અને વ્યવસાયે ડૉક્ટર એવા ઈશા કુમારીએ જણાવ્યું હતું કે, આજથી હું એક પ્રાઉડ ભારતીય ડૉક્ટર છું. મને આ સન્માન મળવાની ખુશી છે અને દેશ પ્રત્યેના મારા દાયિત્વને હું પ્રામાણિકપણે નિભાવીશ.
ધારાસભ્યો રહ્યાં હાજર
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારના તા.૨૩/૧૨/૨૦૧૬ તેમજ તા.૨૩/૧૦/૨૦૧૮ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લાના જિલ્લા કલેક્ટરશ્રીઓને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનની Minority Community (હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ક્રિશ્ચિયન)ને CITIZENSHIP ACT-1955ની કલમ-૫ અને ૬ અન્વયે ભારતીય નાગરિકતા આપવા અંગેની સત્તા એનાયત કરી છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં વર્ષ ૨૦૧૭થી ૨૦૨૪ સુધી કુલ ૧૧૬૭ અને આજના કાર્યક્રમમાં કુલ ૫૬ વ્યક્તિઓને નાગરિકતા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં છે.ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પમાં ધારાસભ્ય અમિતભાઈ શાહ, દિનેશભાઈ કુશવાહ, બાબુસિંહ જાદવ,ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી સહિત અધિકારીઓ-પદાધિકારીઓ તેમજ લાભાર્થીઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.