Surat: રિલ્સનો ક્રેઝ પડ્યો ભારે! સ્ટંટબાજને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
આજના યુવાધનને ફેમસ થવા માટે સોશિયલ મીડિયામાં રિલ્સના માધ્યમથી વિવિધ સ્ટંટબાજી કરીને સિનસપાટા કરે છે. પણ આ રિલ્સનો ક્રેઝ બીજી લોકો માટે જોખમી સાબિત થતો હોય છે. તેવામાં સુરતમાં રીલ્સના ચક્કરમાં બાઇકને છૂટાહાથે હંકારતો સ્ટંટબાજને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે. વીડિયો વાયરલના આધારે પોલીસે બાઈકચાલક અંકુર લામણ જાદવની ધરપકડ કરીને ફરીવાર આ પ્રકારના સ્ટંટ નહીં કરે એવી કબૂલાત કરાવીને માંફી મંગાવી હતી.આજના સમયમાં સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે લોકો રીલ્સ અને શોર્ટ વિડીયો બનાવતા હોય છે અને તેના માટે તેઓ જીવનું જોખમ લેતા પણ અચકાતા નથી. સુરત શહેરમાં અગાઉ આવા અનેક વિડીયો વાયરલ થયા હતા. જેને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે વધુ એક વીડિયો સુરતમાં વાયરલ થયો હતો. વાયરલ વીડિયો થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.વીડિયો વાયરલ થયા બાદ સુરત શહેરમાં ડુમસ રોડ પર સ્ટંટબાજીને ઉમરા પોલીસે યુવકની ધરપકડ કરી હતી. રિલ્સના ચક્કરમાં યુવાને બાઇકને છૂટાહાથે બાઇક ચલાવતો વીડિયોમાં નજરે પડે છે. પોલીસે ગણતરીની કલાકોમાં બાઈક ચાલક અંકુર લામણ જાદવની ધરપકડ કરવામાં આવી છે. આવા જોખમી સ્ટંટ નહીં કરવાનો સંદેશ અને ફરીવાર આ પ્રકારના કસ્ટંટ નહીં કરે એવી કબૂલાત કરીને અંકુર જાદવે પોલીસ સમક્ષ માફી માંગી છે. ફરીવાર આવું બેહુદું વર્તન નહીં કરવા તાકીદ કરીને માફી મંગાવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજના યુવાધનને ફેમસ થવા માટે સોશિયલ મીડિયામાં રિલ્સના માધ્યમથી વિવિધ સ્ટંટબાજી કરીને સિનસપાટા કરે છે. પણ આ રિલ્સનો ક્રેઝ બીજી લોકો માટે જોખમી સાબિત થતો હોય છે. તેવામાં સુરતમાં રીલ્સના ચક્કરમાં બાઇકને છૂટાહાથે હંકારતો સ્ટંટબાજને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે. વીડિયો વાયરલના આધારે પોલીસે બાઈકચાલક અંકુર લામણ જાદવની ધરપકડ કરીને ફરીવાર આ પ્રકારના સ્ટંટ નહીં કરે એવી કબૂલાત કરાવીને માંફી મંગાવી હતી.
આજના સમયમાં સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે લોકો રીલ્સ અને શોર્ટ વિડીયો બનાવતા હોય છે અને તેના માટે તેઓ જીવનું જોખમ લેતા પણ અચકાતા નથી. સુરત શહેરમાં અગાઉ આવા અનેક વિડીયો વાયરલ થયા હતા. જેને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે વધુ એક વીડિયો સુરતમાં વાયરલ થયો હતો. વાયરલ વીડિયો થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
વીડિયો વાયરલ થયા બાદ સુરત શહેરમાં ડુમસ રોડ પર સ્ટંટબાજીને ઉમરા પોલીસે યુવકની ધરપકડ કરી હતી. રિલ્સના ચક્કરમાં યુવાને બાઇકને છૂટાહાથે બાઇક ચલાવતો વીડિયોમાં નજરે પડે છે. પોલીસે ગણતરીની કલાકોમાં બાઈક ચાલક અંકુર લામણ જાદવની ધરપકડ કરવામાં આવી છે. આવા જોખમી સ્ટંટ નહીં કરવાનો સંદેશ અને ફરીવાર આ પ્રકારના કસ્ટંટ નહીં કરે એવી કબૂલાત કરીને અંકુર જાદવે પોલીસ સમક્ષ માફી માંગી છે. ફરીવાર આવું બેહુદું વર્તન નહીં કરવા તાકીદ કરીને માફી મંગાવી હતી.