Surendranagar જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર કે. સી. સંપટના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વાજબી ભાવની દુકાનો દ્વારા અનાજ વિતરણ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં જિલ્લા કલેકટર કે. સી. સંપટે અનાજ અને પુરવઠો ગ્રાહકો સુધી સમયસર અને પૂરતા પ્રમાણમાં પહોંચતો રહે તે માટે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. ઔષધ નિયમન તંત્રની કામગીરી વિશે જાણકારી પૂરી પાડી જિલ્લા પુરવઠા અધિકારી એ. કે. ગજ્જરે જિલ્લામાં કાર્યરત વાજબી ભાવની દુકાન, નવી જગ્યાએ ખોલવાપાત્ર દુકાનોની યાદી, દુકાનનાં સ્થળ ફેરફાર, હાલ જિલ્લાને મળતો જથ્થો, ડિસેમ્બર માસમાં વિતરણ થયેલો જથ્થો, ગ્રાહકોના રજુ થયેલા પ્રશ્નો, કાનૂની માપ વિજ્ઞાન ખાતા દ્વારા થયેલી કાર્યવાહી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે જાણકારી પૂરી પાડી હતી. અલગ-અલગ વેપારીઓના ત્યાં તપાસ પણ કરાઈ હાલ જિલ્લામાં કુલ ૫૩૬ વાજબી ભાવની દુકાનો પૈકી ૭૦ જેટલી દુકાનો ચાર્જમાં ચાલુ છે. NFSA ૨૫૦૫૬૫ કાર્ડ અને NON NFSA ૧૯૬૨૨૧ કાર્ડ નોંધાયેલા છે. ડિસેમ્બર માસમાં કાનૂની માપ વિજ્ઞાન વિભાગ દ્વારા ૨૧ જેટલા પેટ્રોલ પંપ, એલ.પી.જી. ગેસ ડીલર/એજન્સી/ફેરિયા – ૦૯, સસ્તા અનાજની દુકાનો – ૧૭, અન્ય વેપારી/ફેરિયાના -૪૧૩ એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ગુન્હા માંડવાળ પેટે રૂ. ૩,૮૦૦/- તેમજ ચકાસણી અને મુંદ્રકન પેટે રૂ.૫,૮૩,૫૦૦/- ફી વસુલ કરવામાં આવી હતી. બેઠકમાં અધિકારીઓ રહ્યાં હાજર તદુપરાંત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ૨૬૯ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લઈ ૦૫ જેટલા નમૂનાઓની ચકાસણી કરવામાં આવી હતી. ૩૪ જેટલી જુદીજુદી હોટલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ ફરસાણની દુકાન, ખાણી પીણી લારી, અનાજ કરિયાણાની પેઢીની મુલાકાત લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી.આ બેઠકમાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિના સભ્યો સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કમર્ચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Surendranagar જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર કે. સી. સંપટના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વાજબી ભાવની દુકાનો દ્વારા અનાજ વિતરણ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં જિલ્લા કલેકટર કે. સી. સંપટે અનાજ અને પુરવઠો ગ્રાહકો સુધી સમયસર અને પૂરતા પ્રમાણમાં પહોંચતો રહે તે માટે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

ઔષધ નિયમન તંત્રની કામગીરી વિશે જાણકારી પૂરી પાડી

જિલ્લા પુરવઠા અધિકારી એ. કે. ગજ્જરે જિલ્લામાં કાર્યરત વાજબી ભાવની દુકાન, નવી જગ્યાએ ખોલવાપાત્ર દુકાનોની યાદી, દુકાનનાં સ્થળ ફેરફાર, હાલ જિલ્લાને મળતો જથ્થો, ડિસેમ્બર માસમાં વિતરણ થયેલો જથ્થો, ગ્રાહકોના રજુ થયેલા પ્રશ્નો, કાનૂની માપ વિજ્ઞાન ખાતા દ્વારા થયેલી કાર્યવાહી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે જાણકારી પૂરી પાડી હતી.

અલગ-અલગ વેપારીઓના ત્યાં તપાસ પણ કરાઈ

હાલ જિલ્લામાં કુલ ૫૩૬ વાજબી ભાવની દુકાનો પૈકી ૭૦ જેટલી દુકાનો ચાર્જમાં ચાલુ છે. NFSA ૨૫૦૫૬૫ કાર્ડ અને NON NFSA ૧૯૬૨૨૧ કાર્ડ નોંધાયેલા છે. ડિસેમ્બર માસમાં કાનૂની માપ વિજ્ઞાન વિભાગ દ્વારા ૨૧ જેટલા પેટ્રોલ પંપ, એલ.પી.જી. ગેસ ડીલર/એજન્સી/ફેરિયા – ૦૯, સસ્તા અનાજની દુકાનો – ૧૭, અન્ય વેપારી/ફેરિયાના -૪૧૩ એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ગુન્હા માંડવાળ પેટે રૂ. ૩,૮૦૦/- તેમજ ચકાસણી અને મુંદ્રકન પેટે રૂ.૫,૮૩,૫૦૦/- ફી વસુલ કરવામાં આવી હતી.

બેઠકમાં અધિકારીઓ રહ્યાં હાજર

તદુપરાંત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ૨૬૯ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લઈ ૦૫ જેટલા નમૂનાઓની ચકાસણી કરવામાં આવી હતી. ૩૪ જેટલી જુદીજુદી હોટલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ ફરસાણની દુકાન, ખાણી પીણી લારી, અનાજ કરિયાણાની પેઢીની મુલાકાત લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી.આ બેઠકમાં નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિના સભ્યો સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કમર્ચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.